પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં આજે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) (એસબીએમ (જી)) માટે વિશ્વ બેંકની 1,500 મિલિયન ડૉલરવાળી પરિયોજનાને મંજૂરી આપી દીધી. આ પરિયોજના મૂળ રૂપથી હાલની એસબીએમ-જીમાં રાજ્યોને તેમના પ્રદર્શનના આધારે પ્રોત્સાહિત કરે છે. મંત્રિમંડળ દ્વારા રાજ્યોને પ્રોત્સાહનની મંજૂરી 24 સપ્ટેમ્બર, 2014ના રોજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ને મંજૂરી આપવાના સમયે અપાઈ હતી. વર્તમાન અનુમોદનમાં વિશ્વ બેંક લોનના માધ્યમથી આ પ્રકારના પ્રોત્સાહનની વ્યવસ્થાની જોગવાઈ છે.
અનુમોદિત પરિયોજના અંતર્ગત રાજ્યોના પ્રદર્શનને નક્કી માપદંડોના આધારે નક્કી કરાશે જેને ડિસબર્સમેન્ટ – લિંક્ડ ઈંડેક્ટર્સ (ડીએલઆઈ) કહેવાય છે. ત્રણ ડીએલઆઈ આ પ્રકારે છે.
I. ખુલ્લામાં શૌચ કરવાની બાબતમાં ઘટાડોઃ પાછલા વર્ષની તુલનામાં રાજ્યોમાં ગ્રામીણ પરિવારોની વચ્ચે ખુલ્લામાં શૌચની બાબતમાં ઘટાડાના આધાર પર રાજ્યોને રકમ ફાળવાશે.
II. ગામડાંમાં ખુલ્લામાં શૌચ મુક્ત (ઓડીએફ)ની સ્થિતિને કાયમ રાખવીઃ આના અંતર્ગત ઓડીએફ ગામડાંઓમાં રહેનારી અનુમાનિત જનસંખ્યાના આધાર પર ભંડોળ છુટું કરાશે.
III. ઉન્નત ઠોસ અને તરલ અપશિષ્ટ પ્રબંધન (એસએલડબ્લ્યુએમ) દ્વારા ગ્રામીણ આબાદીની ટકાવારીમાં વૃદ્ધિ : આ ડીએલ1 અંતર્ગત રકમની ફાળવણી જનસંખ્યાના આધારે કરાશે.
AP/J.Khunt/GP