Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હાઇડ્રોકાર્બન ઉત્ખનન અને લાઇસન્સિંગ નીતિ (મદદ)ને કેબિનેટની મંજૂરી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે (કેબિનેટ) હાઇડ્રોકાર્બન ઉત્ખનન અને લાઇસન્સિંગ નીતિ (મદદ)ને મંજૂરી આપી દીધી છે.

આ નીતિની મુખ્ય બાબતો આ મુજૂબ છે :

1. હાઇડ્રોકાર્બનના તમામ સ્વરૂપોને ઉત્ખનન અને ઉત્પાદન માટે એકસમાન લાયસન્સ

2. ખુલ્લી એકર-વિસ્તાર નીતિ

3. રાજકોષીય ભાગીદારીવાળા મોડલના સંચાલનમાં સરળતા

4. ઉત્પાદિત કાચા તેલ અને કુદરતી ગેસના માર્કેટિંગ અને કિંમત નિર્ધારણ સંબંધી આઝાદી

આ નિર્ણયથી ઓઇલ અને ગેસનું સ્થાનિક ઉત્પાદન વધશે. આ ક્ષેત્રમાં પૂરતું રોકાણ આવશે અને મોટી સંખ્યામાં રોજગારીની તકો સર્જાશે. આ નીતિનો ઉદ્દેશ પારદર્શકતા વધારવાનો અને શાસકીય ભેદભાવમાં ઘટાડો કરવાનો છે.

એકસમાન લાયસન્સના પરવાનાધારકોને સિંગલ લાયસન્સ અંતર્ગત પરંપરાગતની સાથે બિનપરંપરાગત ઓઇલ અને ગેસ સંસાધનોનું ઉત્ખનન કરવું શક્ય બનશે. જેમાં સીબીએમ, શેલ ગેસ-ઓઇલ,ટાઇટ ગેસ અને ગેસ હાઇડ્રેટ પણ સામેલ છે. ખુલ્લી એકર-વિસ્તાર નીતિથી ઇએન્ડ પી કંપનીઓ માટે સૂચિત વિસ્તારમાંથી બ્લોક્સની પસંદગી કરવી શક્ય બનશે.

બહુવિધ રોકાણ અને કિંમત વસૂલી-ઉત્પાદન સંબંધી ચૂકવણી પર આધારિત ભાગીદારીવાળી વર્તમાન રાજકોષીય વ્યવસ્થાનું સ્થાન રાજકોષીય ભાગીદારીવાળું એવું મોડેલ લેશે, જેનું સંચાલન કરવું સરળ હશે. અગાઉના કોન્ટ્રાક્ટ નફામાં ભાગીદારીના અભિગમ પર આધારિત હતા, જેમાં કિંમતની વસૂલાત બાદ સરકાર અને પરવાનાધારકો વચ્ચે નફાની ભાગીદારી નક્કી કરવામાં આવતી હતી. નફામાં ભાગીદારીવાળી વ્યવસ્થામાં સરકાર માટે ખાનગી ભાગીદારોના ખર્ચ સંબંધિત વિવરણોની તપાસ કરવી જરૂરી બની ગઈ હતી, જેમાં ઘણો વિલંબ થવા લાગ્યો હતો અને ઘણા વિવાદો પણ ઊઠીને સામે આવ્યા હતા. નવી વ્યવસ્થામાં સરકારનો તેની સાથે કોઈ સંબંધ નહીં રહે કે કેટલો ખર્ચ આવ્યો છે. એટલું જ નહીં, સરકારને ઓઇલ, ગેસ વગેરેના વેચાણથી મળતા કુલ રાજકોષીયનો એક હિસ્સો પણ મળશે. જે ઇઝ ઓફ ડુંઇંગ બિઝનેસ – કારોબારમાં સરળતા લાવવાની સરકારની નીતિને અનુરૂપ છે.

અપતટીય ક્ષેત્રોમાં ઉત્ખનન અને ઉત્પાદનમાં રહેલા મોટા જોખમ અને ખર્ચને ધ્યાનમાં રાખતા એન.ઇ.એલ.પી. સાથે જોડાયેલી રોયલ્ટીના દરો કરતાં આ ક્ષેત્રો માટે અપેક્ષાકૃત ઓછા રોયલ્ટી દર નક્કી કરવામાં આવ્યા છે. જેથી ઉત્ખનન અને ઉત્પાદનમાં વધારો થઈ શકે. રોયલ્ટીના દરોની એક વર્ગીકૃત વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેમાં ખારા પાણીમાં ઉત્ખનન માટે વધુ દર રાખવામાં આવ્યા છે,જ્યારે ઊંડા પાણી અને ખૂબ જ ઊંડા પાણીમાં ઉત્ખનન માટે અપેક્ષાકૃત ઓછા દર રાખવામાં આવ્યા છે. આ સાથે જ અંદરના (ઓનલેન્ડ) ક્ષેત્રો માટે રોયલ્ટીના દરો યથાવત્ રાખવામાં આવ્યા છે. જેથી રાજ્ય સરકારને મળતાં રાજકોષને કોઈ અસર ના થાય. એન.ઇ.એલ.પી.ની પદ્ધતિ મુજબ જ નીતિ અંતર્ગત પણ કરારથી અપાતા બ્લોક્સ પર ઉપકર અને આયાત ડ્યૂટી નહીં લગાવવામાં આવે. આ બ્લોક્સમાંથી ઉત્પાદિત થતાં કાચાતેલ અને કુદરતી ગેસ માટે માર્કેટિંગ સંબંધિત આઝાદી પણ આ નીતિમાં આપવામાં આવી છે. આ લઘુતમ સરકાર, મહત્તમ શાસનની સરકારની નીતિને અનુરૂપ છે.

J.Khunt