Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટ 2015માં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન


ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા આ સમિટમાં પધારેલા તમામ વરિષ્ઠજન

તમે વિષય નક્કી કર્યો છે કે આપણે ઉજ્જવળ ભારતની દિશામાં છીએ કે નહીં ?

મને વિશ્વાસ છે કે આ જે બે દિવસ મંથન ચાલશે પક્ષ – વિપક્ષમાં અનેક વિચારો સામે આવશે, નવા સુઝાવ આવશે, સ્થિતિઓનું મૂલ્યાંકન થશે, પરિસ્થિતિનું આંકલન થશે તથા તે તમામ દ્વારા કંઇક ને કંઇક વાતો બહાર આવે છે કે જે દેશ માટે કામમાં આવે છે.

હું હિન્દુસ્તાન ટાઇમ્સને તથા શોભના જીને અભિનંદન આપું છું કે છેલ્લા 12 વર્ષથી સતત આ તેમનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે, જેમાં તમામ વિચારના પક્ષ – વિપક્ષના વિચારના લોકો આવે છે, મળે છે, સંવાદ કરે છે. આજે જે વૈશ્વિક પરિસ્થિતિ છે તેમાં મોટાપાયે એ વાતને સ્વીકૃતિ મળી છે કે દુનિયાના સૌથી મોટા અર્થતંત્રમાં ભારત સૌથી ઝડપી ગતિથી આગળ વધનારો દેશ છે. તથા જ્યારે ભારત સૌથી આગળ વધનારો દેશ ગણાવાયો છે, તો બીજી તરફ જુઓ, તો વિશ્વની સ્થિતિ સમગ્ર રીતે ધીમી ગતિની જ છે. ચાઇનાની તો ઘણી બાબતો તાજેતરમાં જ બહાર આવી છે. યુરોપ ક્ષેત્રની અંદર 1.5 ટકા જીડીપી આવીને ઉભો રહી ગયો છે અને એવામાં વર્લ્ડ બેન્ક કહી રહી છે કે ભારતનો જીડીપી 7.5 ટકા તથા છેલ્લા ત્રણ મહિનાનો જો હિસાબ લગાવવામાં આવે તો 7.4 આવ્યો છે. જો આંકડાના હિસાબે જોઇએ તો એ આપણો માનીને ચાલીએ છીએ કે ભારત ઉજ્જવળ ભવિષ્યની દિશામાં ખૂબ જ સફળતા પૂર્વક આગળ વધી રહ્યું છે. એ અચાનક થતું નથી તથા આજની ભારતીય સ્થિતિને સમજવી છે તો એક વૈશ્વિક સંદર્ભમાં દેખવું જોઇએ.

બીજું, આપણા વિતેલી કાલના સંદર્ભમાં પણ જોવું આવશ્યક હોય છે, આપણે આપણા વિતેલા બે વર્ષ, પાંચ વર્ષ જે પણ નક્કી કરીએ અને તેને આપણે નજરઅંદાજ કરીએ તો પછી ત્રાજવું લઇને બેસીસું તો એ વાત સાચી નીકળશે નહીં . પરંતુ હું જાણું છું કે આ ખૂબ જ મુશ્કેલ કામ છે. કારણ કે એના માટે એક ખુલ્લું મન જોઇએ, એક સાહસ જોઇએ કે આપણે ક્યાં હતા, કેવી હાલતમાં હતા. હવે તેમાંથી નીકળવું કેટલું મુશ્કેલ હતું. ચારેય તરફ નિરાશાનો માહોલ હતો. ત્યાં બેસેલા જે ઉદ્યોગકાર છે, તેઓ એક પગ તો પહેલેથી જ બહાર રાખી ચૂક્યા હતા અને બીજો લઇ જવાની તૈયારીમાં હતા. જો આ રૂપને પહેલા ધ્યાનમાં લેવામાં આવે તથા પછી દેખવામાં આવે તો ખબર પડશે કે હાં ભાઇ આ સમજવા માટે મોદીની જરૂર નથી, પોતાની જાતે જ સમજમાં આવે છે કે ઘણો ફેરફાર આવ્યો છે. અને એટલા માટે હું આશા કરીશ કે આપણી સામે બે મુખ્ય બાબતો છે, એક વૈશ્વિક પરિવેશ, એક આપણી વિતેલી કાલ. અને જે કંઇ પણ પરિણામ આવ્યું છે એક તો સ્થિર સરકાર હોવી તે પોતાનામાં જ એક મોટું યોગદાન હોય છે. એને કોઇ નકારી શકતું નથી. કેટલી પણ સારી પાર્ટી હોય, સારા લોકો જ હોય પરંતુ તથ્યાત્મક જનાદેશ છે. તો આશંકાઓનો માહોલ બન્યો રહે છે. કરીશું, નહીં કરીશું, કરી શકીશું કે નહીં કરી શકીશું. તો સૌથી પહેલો જે ફેરફાર આવ્યો છે, તે આપણને ઉજ્જવળ ભવિષ્યની દિશામાં લઇ જનારાની સૌથી પહેલી ક્રેડિટ જાય છે અને સૌથી પહેલા યશસ્વી પગલું કોઇ છે તો હિન્દુસ્તાનની જનતાએ બહુમતવાળી સરકાર આપી. તેનો શ્રેય સવા સો કરોડ હિન્દુસ્તાનીઓને જાય છે. એ ખૂબ જ મોટું કામ દેશની જનતાએ કર્યું છે.

સરકાર જ્યારે પરિવર્તન લાવે છે અચાનક નથી લાવતી. એક લાંબો પરિશ્રમ કરવો પડે છે. હવે અમને ખબર છે કે વર્લ્ડ બેન્ક પોતાનો વેપાર સરળ બનાવી રહી છે. ઘણા વર્ષોથી આપણે સ્થિર છીએ અથવા તો પછી નીચે પડીએ છીએ. આગળ જવાની અવસ્થા તો આપણા નસીબમાં હતી જ નહીં. અને આપણે પણ એવા ટેવાઇ ગયા હતા કે બસ ચલાવી લેવાનું. મનથી જ આપણે તે સ્થિતિને સ્વીકારી લીધી હતી. એટલા ઓછા સમયમાં અચાનક 12 પોઇન્ટ ઉછળીને આગળ વધવાનું. દુનિયાના જેટલા પણ લોકો મળે છે તે એ વાતને ધ્યાનથી કહી રહ્યા છે કે ભાઇ આટલો મોટો જમ્પ કેવી રીતે લગાવ્યો. અને સરળ બિઝનેસ ત્યારે જ થાય છે જ્યારે રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારો મળીને નિશ્ચિત દિશામાં સુધારાનું અભિયાન ચલાવે છે. સરળીકરણ કરે છે. ઓછામાં ઓછી સરકાર, વધારેમાં વધારે નિયંત્રણને સાકાર કરે છીએ. 20 ફોર્મ્સ છે તેને 2 કરી દઇએ છીએ. પ્રક્રિયા ત્રણ વર્ષ ચાલે છે, તેને છ મહિનામાં લાવીએ છીએ. એવી એક – એક વસ્તુઓ, અને એના માટે મેં પહેલા રાજ્યોના તમામ અધિકારીઓને બોલાવ્યા હતા. એક 100 પોઇન્ટ્સનું ચાર્ટર આપ્યું હતું. બે દિવસના વર્કશોપનો આગ્રહ કર્યો હતો.

પંરતુ સૌથી ખુશીની વાત આ ફોર્મમાં સમજવાવાળી છે તો એ છે 12 પોઇન્ટ્સ ઉછળવું સારી વાત છે, સારી દિશા છે. પરંતુ તેમાં સૌથી મોટી મહત્વપૂર્ણ વાત છે, એ રાજ્યોએ કમાલ કરીને દેખાડ્યો છે. જેની તરફ ક્યારેય હિન્દુસ્તાનના આર્થિક જગત વાળાઓનું ધ્યાન જતું નથી. ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ સરળ વેપારમાં તેમનો ક્રમ વધ્યો છે એનો મતલબ એ થયો કે હિન્દુસ્તાનની મુખ્ય ધારામાં જે રાજ્યોને આર્થિક વિકાસની યાત્રામાં યોગદાનમાં ક્યારેય ગણવામાં આવતું નહોતું, તે આજે આગળ પડતો ભાગ ભજવે છે એનો મતલબ એમ થયો કે રાજ્યોમાં એક નવી તાકાત, નવી ઉર્જા, નવો વિશ્વાસ પેદા થયો છે. ભારતને આગળ વધવું છે તો દિલ્હીથી દેશ આગળ વધી શકતો નથી. રાજ્યોના મજબૂત ખભા પર જ દેશ ઉભો થઇ શકે છે. અને જો આપણે ધારણા મુજબ ચાલીએ કે દિલ્હી આપવાનું છે અને રાજ્ય લેવાનું છે. તો દેશ આગળ વધશે નહીં. રાજ્ય અને દિલ્હી બંનેએ મળીને ખભાથી ખભો મિળાવીને ચાલવું પડશે. એક દિશામા ચાલવું પડશે, ગતિ સમાન બનાવવાનો પ્રયત્ન કરો, પરિણામ આપમેળે જ મળી જશે.

નીતિ આયોગનું જે ગઠન થયું છે. તેનો મૂળ પ્રયાસ એ જ છે કે રાજ્ય તથા કેન્દ્ર મળીને કામ કરે. પહેલી વખત કેન્દ્ર તથા રાજ્યના પૈસાનું આવંટન કેવી રીતે કરવામા આવે. 14 ફાઇનાન્સ કમિશને 42 ટકા રૂપિયા રાજ્યોને આપવા માટે જણાવ્યું છે. સ્થિતિ એવી બની છે કે આજે દેશનો આખો જે ખજાનો છે તે ખજાનામાંથી લગભગ 65 ટકા ખજાનો રાજ્યોની જેલોમાં છે, ફક્ત 35 ટકા દિલ્હી પાસે છે. એ પહેલા ક્યારેય નહોતો. પહેલા રિવર્સ હતું. 35 ટકા રાજ્યોની પાસે 65 ટકા દિલ્હીની પાસે. આ ફેરફાર આવ્યો છે. એના પછી કરવાનું હતું તો મેં રાજ્યોના મુખ્યમંત્રીઓની કમિટિ બનાવી તેમને જણાવ્યું કે દેખો ભાઇ આ કામ કરવાનું છે તમે મળીને નક્કી કરો. અત્યાર સુધી થતું એમ હતું કે દિલ્હી નક્કી કરતું હતુ કે આ કરીશું, આ નહીં કરીએ. પહેલી વખત એમ થયું કે રાજ્યોએ મુખ્યમંત્રીઓ સાથે મળીને નક્કી કર્યું કે આ પ્રકારે કરો. અને હું રાજ્યોના મુખ્યમંત્રીઓને અભિનંદન આપું છું કે તેમણે દિલ્હી પ્રત્યે પણ ઉદારતા રાખી તથા પોતાની ચિંતા પણ કરી અને એવી એક સમાવેશી વ્યવસ્થા બનાવીને આપી જેને અમે લાગૂ કરી દીધી. અમે રાજ્યોને કેવી રીતે સાથે રાખીએ. આપણા દેશમાં અમે ઇચ્છીએ છીએ કે નિકાસ થાય પરંતુ રાજ્યોનો એજન્ડા જ નથી અને એટલા માટે ક્વોલિટી ઉત્પાદન, ક્વોલિટી પેકેજિંગ, ક્વોલિટી બ્રાન્ડીંગ આ રાજ્યોની કોઇ પહેલ છે કે શું, રાજ્યોની તેમની ઇન્સેન્ટીવ, કોઇ સ્કીમ છે કે શું. નિકાસ કરનારાઓ માટે રાજ્ય કંઇ કરે છે કે શું. પહેલી વખત અમે રાજ્યોમાં એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બનાવવાનો આગ્રહ કર્યો છે અને રાજ્યોને જણાવ્યું કે તમે રાજ્યમાં તેના માટે જે કામ કરનારા લોકો છે તેમને જરા પ્રોત્સાહિત કરો, તેમને મળો, તેમની મુશ્કેલીઓ સમજો તથા ગ્લોબલ માર્કેટમાં તેઓ કેવી રીતે જઇ શકે છે.

એવી જ રીતે આપણો આટલો મોટો દેશ છે. આપણે ઇન્ડિયા કહીએ છીએ, ભારત કહીએ છીએ, તો દુનિયાને એ સમજાતું નથી કે આપણે શું કરી રહ્યા છીએ. વધારેમાં વધારે તેમને મુંબઇ ખબર છે, દિલ્હી ખબર છે, કોલકાતાની ખબર છે. આઇટીની શોધ બાદ બેંગલોર તથા હૈદરાબાદ ખબર છે. સમગ્ર હિન્દુસ્તાનની તાકાત વિશ્વને ખબર નથી. આપણા રાજ્યોને દુનિયા ઓળખે તે ખૂબ જ આવશ્યક છે. આપણા રાજ્યોની પોતપોતાની તાકાત છે. પહેલી વખત આપણે વિદેશ વ્યવસ્થાની અંદર રાજ્યોને જોડવાનો સક્રિય પ્રયાસ કર્યો છે. વિદેશ વિભાગમાં સ્પેશ્યલ રાજ્યો માટે અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે. તથા વિશ્વના નેતાઓનું રાજ્યો સાથે મળવાનું વધે, રાજ્યોની તાકાતને ઓળખે. ભારત એટલો મોટો વિશાળ દેશ છે કે આપણે ફક્ત દિલ્હીથી હિન્દુસ્તાન દુનિયાને દેખાડી ન શકીએ. રાજ્યોની તાકાત દેખાડીશું તો બદલાવ આવશે. આ જે દિશા છે તે દિશા બદલાવ લાવી શકે છે.

ક્યારેક ક્યારેક આર્થિક દ્રષ્ટિથી આપણે લોકો એવી વિચારધારાના લોકો છીએ માની લો કે તેમાં દોષ, કુલ મળીને આપણે ઘણા વર્ષોથી જે સાંભળ્યું છે આપણી જે વિચારધારા બની ગઇ છે, તો આપણે તે ચીજવસ્તુઓને એ જ દાયરામાં જોઇએ છીએ. જો દિલ્હી સરકાર એમ કહે કે આપણે એક વર્ષમાં 20 હજાર મેગાવોટ વિજળીના કારખાના લગાવીએ. દોઢ લાખ કરોડ રૂપિયાની પૂંજીનું રોકાણ કરીએ. તો આર્થિક જગતમાં જરૂર લખવામાં આવશે, વાહ આ સરકાર કંઇક કરી રહી છે. મોટા કમાલનું કામ કરી રહી છે. સરકાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. શું મોદીએ નિર્ણય લીધો છે. કેમ 21 હજાર મેગાવોટ વિજળી એક વર્ષમાં, જો કે મોદીએ નાનું કામ કર્યું. હિન્દુસ્તાનના 100 શહેરો સાથે એક એમઓયુ કર્યો. એલઇડી બલ્બ, સ્ટ્રીટ લાઇમાં એલઇડી બલ્બ બદલવો, ઘરોમાં એલઇડી બલ્બ બદલવો. અત્યાર સુધી 20 શહેરોનું કામ પૂરું કરી દીધું. 83 શહેરોમાં કામ ચાલી રહ્યું છે. જે દિવસે આ 100 શહેરોનું કામ પૂરું થઇ જશે એલઇડીનું તે દિવસથી આ દેશમાં 21500 મેગા વોટ વિજળી બચશે. 21500 મેગાવોટ વિજળી જો મોદી કારખાના લગાવે છે તો હિન્દુસ્તાન ટાઇમ્સમાં તો હું કહી શકતો નથી પરંતુ કોઇ ન કોઇ અખબારમાં તો હેડલાઇન બને જ છે. મોદીએ 21500 મેગાવોટની વિજળીનું કારખાનું લગાવી દીધું કારણ કે અમે તે વિચાર્યું છે. 21500 મેગાવોટ વિજળીના કારખાનાએ સવા લાખ કરોડ રૂપિયાનું રોકાણ મતલબ દેશના સવા લાખ કરોડ રૂપિયા બચી ગયા. એલઇડી બલ્બ લગાવવાથી એ 100 શહેરોને તથા એ 100 શહેરોના નાગરિકોને દરેક વર્ષે 45000 કરોડ રૂપિયાની બચત થશે. 45000 કરોડ રૂપિયા તમે કલ્પના કરી શકો છો કે બદલાવ કેવી રીતે આવે છે.

મેં હાલમાં નાના એક પાઇલોટ પ્રોજેક્ટના રૂપમાં કામ કર્યું. ચંદિગઢમાં અમે કહ્યું હતું કે જરા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને થોડું બારીકાઇથી જુઓ ચંદિગઢને કેરોસિન મુક્ત બનાવવું છે. વિનોદ શર્મા જો અહીં હોત તો તેમને કંઇ બીજું જ સંભળાયું હોત. હું કેરોસીન મુક્ત કહી રહ્યો છું . ચંદિગઢમાં દરેક વર્ષે 30 લાખ લીટર કેરોસીન જાય છે એમાં સબ્સીડી આપવામાં આવે છે લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાની. હવે ચંદિગઢ એવું શહેર છે કે જ્યાં લોકો પાસે ગેસ સિલિન્ડર પણ છે છતાં પણ કેરોસિન જઇ રહ્યું છે. મતલબ કે ક્યાંક ગરબડ છે. મેં ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. મે કહ્યું કે જુઓ ભાઇ તમે જાણીને હેરાન થશો કે 80 ટકા કેરોસિન એવા ઘરમાં જતું જ નહોતું. છતાં પણ સરકારનું જતું હતું તથા પૈસા પણ જતા હતા. આયાત કરવી પડતી હતી, ખર્ચ કરવો પડતો હતો. ક્યાંક બીજે જતું રહેતું હતું. અમે નક્કી કહ્યું કે ભાઇ જ્યાં ગેસ સિલિન્ડર છે, ઘરમાં વિજળી તેમને કેરોસીનની શું જરૂર છે, તેને કોઇ જરૂર જ નથી. 80 ટકા કેરોસીન બચ્યું. પરંતુ એ તપાસ કરતા સમયે ધ્યાનમાં આવ્યું કે 3200 ગરીબ પરિવાર એવા હતા કે જેમાં કેરોસીનનો ઉપયોગ થતો હતો મે નક્કી કર્યું કે તેમને ગેસ સિલિન્ડર પહોંચાડીશું. તથા ચંદિગઢને કેરોસિન મુક્ત કરીશું. ચંદિગઢને કેરોસિન મુક્ત કરવું મતલબ સરકારની તિજોરીમાં ખૂબ જ મોટી માત્રામાં સબ્સીડી ચોરી થતી હતી તે બંધ થઇ ગઇ. પર્યાવરણને જે નુકસાન થતું હતું તે બંધ થઇ ગયું. 30 લાખ લીટર કેરોસિન જે ડીઝલમાં મિક્સ થતું હતું, જે કુલ પ્રદુષણની સમસ્યા પેદા થતી હતી તે રોકાઇ ગઇ. 30 લાખ લીટર કેરોસીન જે આપણે વિદેશોથી આયાત કરતા હતા, દેશનું વિદેશી હુંડિયામણ જતું હતું તે રોકાઇ ગયું. ક્રૂડ ઓઇલ લાવતા હતા, રિફાઇન કરતા હતા.

હું દેશના સંદર્ભમાં, હું ફક્ત એ ચીજ કહું છું કે દિશા કઇ છે. એનાથી ખબર પડે છે કે તમે જુઓ ગેસ સિલિન્ડર, આપણે અહીં ગેસ સિલિન્ડરને આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સાથે જોડી દીધું. બેન્કોમાં સીધી સબ્સીડી આપવાની શરૂઆત કરી દીધી છે. પહેલા જેટલા ગેસ સિલિન્ડર આવતા હતા તથા જ્યારે ડાયરેક્ટ બેનિફિટ સીધા બેન્ક એકાઉન્ટમાં જવા લાગ્યા તો કરોડોની સંખ્યામાં ગેસ સિલિન્ડર લાવનારા કોઇ નિકળ્યા જ નહીં. મતલબ કરોડો ગેસ સિલિન્ડર બચી ગયા એટલે કે કરોડો ગેસ સિલિન્ડરની સબ્સિડી બચી ગઇ. એટલે કે લક્ષ્યાંકની સબ્સીડી. આજે દેશમાં જો મોદી નિર્ણય કરે છે કે એટલી મોટી સબ્સિડી ઓછી કરી દઇશું. તો જે પોતાને સુધારાવાદી માને છે, તે અઠવાડિયા સુધી મોદીની તાળીયો વગાડે છે કે યાર સબ્સીડી મોદીએ નીકાળી છે. છે આ માણસમાં દમ છે. જોકે લક્ષ્યાંકની સબ્સીડી કરીને લીકેજ રોકીને દેશના ધનને બચાવનારા મોદી સુધાર દેખાતો નથી. અને એટલા માટે વિચાર કરનારાઓએ પણ દિશા પકડવી પડશે કે આપણે જેને કામ માનતા હતા. તે જ કામ થતું નથી, જે આપણે પરિણામ ઇચ્છતા હતા, તે પરિણામ કોઇ બીજા રસ્તા પરથી પણ આવી શકે છે. દેશનું પણ ભલું થઇ શકે છે તથા વેલફેર સ્ટેટના નાતે આપણો રસ્તો ન જતો રહેતો. અને એટલા માટે અમે ચીજોને એવી રીતે બનાવીએ છીએ.

આપણા દેશમાં આપણો સ્વભાવ એવો છે. આપણે માની લો કે વિમાનમાં જઇ રહ્યા છીએ, કારણ કે અહીં બધા વિમાનવાળા જ બેઠા છે. કંઇક વાંચવાનું પુસ્તક, કંઇક વસ્તુ અહીં બાજુની સિટ ખાલી છે તો ત્યાં મૂકી દીધી. આપણી સીટ પર તો આપણે બેઠા જ છીએ. બાજુની સીટ આપણી નથી. પરંતુ આપણે આપણી કંઇક ચીજવસ્તુઓ ત્યાં મૂકી છે, નાની બેગ, પાઉચ, પુસ્તક મૂકી દીધું અને વિમાન ચાલ્યું તે પહેલા છેલ્લો પેસેન્જર આવ્યા અને તેની એ સીટ હતી ત્યાં એ બેસી ગયો. તો આપણને એમ લાગે છે કે આપણી સીટ હતી તે એણે લઇ લીધી. આ આપણી માનસિકતા છે. એટલે કે જે સીટ મારી છે જ નહીં, મેં ફક્ત પુસ્તક રાખ્યું હતું. તેનો મૂળ માલિક આવી ગયો તો મને લાગે છે કે તેણે મારી સીટ લઇ લીધી છે. આપણે તે મનોવૈજ્ઞાનિક અવસ્થામાં કામ કરીએ છીએ તેને આપણે ઇનકાર કરી શકતા નથી અને એવી મનોસ્થિતિની અંદર મોદી કહે છે. જ્યારે તમને ઇશ્વરે આટલું આપ્યું છે આ ગેસ સિલિન્ડર 400 – 500ની સબ્સિડીમાં શું છે. કેમ લો છો. અને મને ખુશી છે કે મારે વધારે પ્રચાર કરવો પડ્યો નથી. આ દેશના 40 લાખથી વધારે લોકોએ ગેસ સિલિન્ડરની સબ્સીડી છોડી દીધી છે. જે દેશ બાજુવાળાની સીટ છોડવા તૈયાર નથી તે જાતે જ 40 લાખ ગેસ સિલિન્ડર છોડી દે છે. મતલબ કે દેશનો જન – મન વિકાસની દિશામાં કેટલો બદલાયો છે. તેનું આ ઉદાહરણ છે. અને એટલા માટે જ ફેરફાર કેવી રીતે આવે છે. એ ફેરફાર આપણને ધ્યાનમાં આવે છે. અમે પણ નક્કી કર્યું છે કે જેમણે 40 લાખ ગેસ સબ્સીડી છોડી છે. તે પૈસા હું સરકારની તિજોરીમાં નહીં લઇ જઉં. તેમણે જો આટલી ઉદારતા દર્શાવી છે તો સરકારની પણ જવાબદારી બને છે કે તેને સમાજની તાકાતમાં રૂપાંતરીત કરે. એટલા માટે અમે 40 લાખ તે ગરીબ પરીવારો શોધ્યા. તેમની ગેસ સબ્સીડીના બદલામાં તેમને ગેસ સિલિન્ડર આપ્યો. સબ્સીડી તેમને ટ્રાન્સફર કરી તથા જે ઘરમાં લાકડાનો ચૂલ્હો બળતો હતો, પોતાનું સ્વાસ્થ્ય ખરાબ કરતા હતા, બાળકો રોતા હતા, પર્યાવરણને નુકસાન થતું હતું તે ચાલીસ લાખ પરિવારોને બહાર નીકાળવાનું કામ કર્યું, એટલું જ નહીં, પ્રયત્ન એ છે કે જેમણે સબ્સીડી છોડી દીધી છે તેમને અમે જણાવીએ છીએ કે તેમની છોડેલી સબ્સીડી રાજસ્થાનના એક ગામમાં પહોંચી છે. કેવો ફેરફાર આવે છે. આ તમામ સંભવ છે.

રેલવે, કોઇએ વિચાર્યું હતું કે દુનિયાના બજારમાં રૂપિયાની આટલી મોટી તાકાત હશે. માફ કરજો મને આ થઇ ગયા બાદ પણ અત્યારે ઘણાને સમજમાં આવતું નથી કે કંઇક કામ થયું છે. પહેલી વખત લંડન સ્ટોક એક્સચેન્જમાં રેલવે માટે રૂપિયા બોન્ડને સ્વીકૃતિ મળી, નહીં તો ગોલ્ડ ચાલે છે. ડોલર ચાલે છે, પાઉન્ડ ચાલે છે. રૂપિયો દુનિયાના બજારમાં ચાલતો નથી. પહેલી વખત લંડન એક્સચેન્જે રૂપિયા બોન્ડને મંજૂરી આપી છે. હવે દુનિયાનો કોઇ પણ વ્યક્તિ રોકાણ કરશે રૂપિયામાં કરશે તથા તેને પરત પણ રૂપિયામાં જ મળશે, આ રૂપિયાની પ્રતિષ્ઠા વિશ્વમાં બની. હવે ધીરે – ધીરે હં એનટીપીસીને પણ એમાં લાવવાનો છું. બની શકે છે કે આપણે સિંગાપુર જઇએ, લંડન જઇએ કે ક્યાંક બીજે જઇએ. પરંતુ વિશ્વના બજારમાં આપણી એ શાખ પેદા થઇ છે કે આપણે પોતે આર્થિક વિકાસ માટે એક શાખ, શાખ ખૂબ જ મોટી વાત હોય છે. શાખ ખૂબ જ મોટી વાત છે.

આપણા દેશમાં તમને હેરાની થશે એ જાણીને કે ક્રાયેર તમે જાઓ તો જોજો, રેલવે જાય છે ઉપર બ્રિજ બને છે. એક તરફ અહીં બન્યો છે, એક તરફ ત્યાંથી બન્યો છે. વચ્ચે ખાલી છે. તો રેલવેવાળા પરમિશન આપતા નહોતા. હવે બની ગયો છે તો તોડશે તો નહીં જ. પરમિશન પણ બે – બે વર્ષ, ચાર – ચાર વર્ષ સુધી એક ફોર્મ્યુલા બનાવી હતી કે મહિનામાં જેટલા લોકો હશે એક વખત એક્સચેન્જ કરીશું તો વાતો તથા ફોર્મ્યુલા અંતર્ગત ક્લિયર કરી દેશે. આજે આ પ્રકારનો કોઇ પ્રોજેક્ટ અધૂરો રહ્યો નથી. જે બે – બે, ત્રણ – ત્રણ વર્ષ પડ્યું રહેતું હતું. ચીજોને ગતિ કેવી રીતે આપવામાં આવે છે.

આપણા દેશમાં મારી આ વિચારધારા છે કે આજે આપણા દેશનો વિકાસ કેટલો પણ કેમ ન હોય… માની લો સાઇકલમાં આપણે હવા ભરીએ છીએ. તો 40 ડિગ્રી હવા ભરાઇ કે 30 ડિગ્રી હવા ભરાઇ તે માપવામાં આવે છે. મીટર ઠીક બતાવે છે પરંતુ માની લો કે સાઇકલની એક ટ્યુબના એક ખૂણામાં ફુગ્ગો થઇ ગયો અને હવા ત્યાં જ જતી રહે તો મીટર તો ઠીક બતાવશે, પરંતુ સાઇકલ ચાલશે કે શું હું સમજી શકું છું. સાઇકલની ટ્યુબમાં સમાન રીતે હવા પહોંચવી જોઇએ ત્યારે જ સાયકલ ચાલશે. જો એ જ ટ્યુબમાં એટલા જ પોઇન્ટવાળી હવા ફુગ્ગો થઇ જાય તો સાઇકલ ચાલી શકતી નથી. એવી જ રીતે ઇકોનોમી પણ જો પશ્ચિમ ભારતમાં જ ચાલે છે તથા પૂર્વી ભારતમાં વિકાસ ન થાય તો દેશ ક્યારેય આગળ આવી શકતો નથી. આ વાત સમજવી પડશે કે પૂર્વી ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, આસામ હોય, બંગાળ હોય, નોર્થ ઇસ્ટ હોય, ઓરિસ્સા હોય, એ એવા ક્ષેત્ર છે હિન્દુસ્તાનના બીજા ગ્રીન સુધારાની તાકાત પૂર્વી ભારતમાં પડી છે. આપણી સમગ્ર યોજનાનું કેન્દ્ર બિન્દુ એ હોવું જોઇએ કે દેશની ઇકોનોમીને નવી તાકાત મળશે.

એ જ રીતે અત્યારે ચાર દિવસ પહેલા એક મહત્વપૂર્ણ કામ થયું, સારું હોત દેશના મીડિયા જગતે તેની પર ધ્યાન આપ્યું હોત. ભારતમાં રેલવે એન્જિન બનશે. ઘણા વર્ષોથી ફાઇલો ચાલી રહી હતી. નિર્ણય થતો જ નહોતો. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમમેન્ટ, ચાલીસ હજાર કરોડ રૂપિયા. બે રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગ માટે પહેલેથી જ કરાર થયા હતા. કામ શરૂ થઇ ગયું. ગયા અઠવાડિયાની વાત છે બંને મોટી પોલીસી છે ઇસ્ટર્ન ભારતનો વિકાસ કરવાનો છે. આ બંને કારખાના બિહારમાં લાગશે અને નિર્ણય પણ અત્યારે કર્યો છે. મેં ચૂંટણી પહેલા નહોતો કર્યો. કહેવાનું તાત્પર્ય તમે જોયું હશે કે બજેટને બારીકાઇથી અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ મોટી રકમ પૂર્વી ભારતમાં લગાવી છે. પહેલી વખત અમે પૂર્વી ભારતને ગેસ ગ્રીડ સાથે જોડી રહ્યા છીએ.

દેશમાં ખાતર, તમે 80 હજાર કરોડ રૂપિયા યૂરિયા ફર્ટિલાઇઝર સબ્સીડી જાય છે. જેટલા અર્થશાસ્ત્રી છે તેઓ કહે છે કે આ પૈસા બરબાદ કરી રહ્યા છો. સુધારો લાવો, સબ્સીડી રદ કરી દો. શું તેના કોઇ ઉપાય છે જ નહીં. અમે એક નિર્ણય કર્યો છે. અમુક લોકો કહેશે કે આપણા સમયમાં થયું, હું હવે તે વિવાદમાં જવા માગતો નથી. જોકે કોઇ પણ ચીજનું પરિણામ જ્યાં સુધી એ ચીજવસ્તુને 100 ટકા નથી કરતા નથી આવતું. ટોકન કરવાથી નથી આવતું. અમને ખબર છે કે આપણા દેશમાં યૂરિયામાં ખૂબ જ સબ્સીડી આપવામાં આવે છે લગભગ 80 હજાર કરોડ રૂપિયા. જોકે કોઇ જોતું નથી કે આ યૂરિયા ખેડૂતની પાસે જાય છે કે નથી જતું. આ સબ્સીડીવાળું યૂરિયા કેમિકલની ફેક્ટરીઓ માટે કાચું સાધન છે.

એટલા માટે થાય છે શું કે સબ્સિડીવાળા યૂરિયાની ચોરી થાય છે, કેમિકલની ફેક્ટરીઓવાળા લઇ લે છે. તે પ્રોસેસ કરીને પોતાની ચીજવસ્તુઓનું ઉત્પાદન બજારમાં વેચી દે છે. નામ આવે છે ખેડૂતનું. એને કેવી રીતે રોકવામાં આવે. અમે નક્કી કર્યું કે યૂરિયાને 100 ટકા લીમડાના કોટિંગથી કરવામાં આવશે. એક વખત યૂરિયાને લીમડાના કોટિંગ કરવામાં આવે તો તે ખેતી સિવાય અન્ય કોઇ કામમાં ન આવી શકે. હિન્દુસ્તાનમાં જેટલું પણ યૂરિયાનું ઉત્પાદન થાય છે, તેનું કામ પૂરું થઇ ગયું છે. આયાત કરેલું જે યૂરિયા છે, તેનું એક મહિનામાં પૂરું થઇ જશે. તેનો મતલબ એમ થયો કે યૂરિયાની ચોરી થઇ ગઇ. ચોરી મતલબ સબ્સીડી બચી, મતલબ જો સુધારાવાદીઓને યોગ્ય લાગે તો તેને સુધારો કહેવો જોઇએ.

કામોમાં સાતત્યપણું, કામનો લક્ષ્યાંક, કામ કેવી રીતે કરવું જો એ દિશામાં આપણે ચાલીએ છીએ. આપણે કેવી પરિણામ લાવી શકીએ છીએ. હું તેનો ઉત્તર, નમૂનો આપું છું. એ જ સમયે પહેલા શું થતું હતું. પહેલા જે ફર્ટીલાઇઝર કારખાના હતા તેમની સાતત્યતા એક પ્રકારે લાભ વધતો રહેતો હતો, એવી સ્કીમ હતી કે ભાઇ તમારો ઉત્પાદન ખર્ચ 50 રૂપિયા થયો હો તમને એ પ્રકારની સબ્સીડી મળશે. જો ઉત્પાદન ખર્ચ 100 થઇ જશે તો, એ પ્રકારે મળશે મતલબ જેટલું ખરાબ કરશો એટલી જ વધારે સબ્સીડી મળશે, આ ચાલતું હતું. અમે આવીને નક્કી કર્યું તમામનો જે ખર્ચની જે કિમંત છે તે કોમન કરી દીધી. ગેસનો ખર્ચ પણ અમે કોમન કરી દીધો હતો. હવે અમે કહી દીધું કે તમામની કિંમત નક્કી હશે. બજારમાં આવશે ત્યારે સબ્સીડી ફિક્સ હશે. હવે તેનું સ્તર વધારવાનો સમય આવ્યો છે. ચીજોને તેમાં ધ્યાન પૂર્વક બદલવામાં આવે તો ચીજો બદલાશે.

આપણા દેશમાં, હું હિસાબ લગાવી રહ્યો હતો કે લગભગ 85 મોટા પ્રોજેક્ટ્સ, સ્થાપિત પ્રોજેક્ટ્સ, શિલાન્યાસની ખબર નથી કોઇ પ્રધાનમંત્રીએ કર્યો હશે, તે પથ્થર તો કદાચ ગુમ થઇ ગયા હશે તથા અરબો – ખરબો રૂપિયાના પ્રોજેક્ટ્સ, મેં રિવ્યુ શરૂ કર્યો. આજે હું સંતોષ સાથે કહી શકું છું કે લગભગ 60 – 65 પ્રોજેક્ટ્સ તેમાં પહેલેથી જ કામ આગળ વધારવામાં લાગી ગયો. અત્યારે તમે જોયું હશે કે ડાભોલનું પાવર જનરેશન, મહારાષ્ટ્રમાં બે વર્ષથી બંધ પડ્યું હતું અત્યારે છેલ્લા મહિનાથી ચાલું થઇ ગયું છે. આપણા દેશમાં વિજળીના કારખાના, કોલસાનું ઉત્પાદન બંધ હતું. વિજળીના કારખાના બંધ હતા. વિજળી નહોતી, ઉદ્યોગ બંધ હતા, રોજગાર નહોતા, અર્થતંત્ર ઠપ્પ પડ્યું હતું. કેવું વિષ ચક્ર ચાલી રહ્યું હતું. કોલસા પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું તથા સૌથી વધુ કોલકસાનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક કરી દીધો. વિજળીને પહોંચાડી તથા ભારત આઝાદ થયા બાદ સૌથી વધારે વિજળી પેદા કરવાનો રેકોર્ડ અમે તોડ્યો હતો. હવે એ વિજળી પેદા કરવાનો રેકોર્ડ તૂટવાનું કામ છે કે નહીં હું જાણું છું પરંતુ થયું છે. વિજળીનો ઝાટકો લાગે, વિજળી બંધ થાય, ત્યારે તો આપણું ધ્યાન જાય પરંતુ વિજળી એટલી ઝડપી ગતિથી સુધાર થઇ જાય આજે તેની લગભગ સાડા આઠ ટકા વૃદ્ધિ છે, નાની વાત નથી.

માળખાગત સુવિધાના વિકાસ માટે આ સૌથી મહત્વની ચીજ છે, તે બદલાવ લાવી રહી છે તો એ ચીજો છે પરિવર્તન કેવી રીતે આવે છે તેને જોઇએ. એક દિવસ હું જોઇ રહ્યો હતો કે, આઝાદીના 60 વર્ષ થઇ ગયા, વિજળી પહોંચવી જોઇએ. હું ફરીથી કહું છું, હું કોઇની ટીકા કરવા માટે આવ્યો નથી. આઝાદીના 70 વર્ષ થવા આવ્યા. 18 હજાર ગામ, જ્યાં આજે પણ વિજળીનો થાંભલો નથી. મેં ઓફિસરોને પૂછ્યું, એવું તો નથી કે કોઇ જૂની સરકારોએ તે નક્કી નહીં કર્યું હોય, તેમણે પણ નક્કી કર્યું હશે. કોઇ એમ થોડું માને કે કામ નથી કરવું પરંતુ તેમણે કર્યું હશે. મેં કહ્યું ના મારે તેમ કરવું નથી, મને પરિણામ જોઇએ છે તથા મેં 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી એમ કહી દીધું કે 1000 દિવસમાં હું 18 હજાર ગામમાં વિજળી પહોંચાડીશ. હવે જે કામ 70 વર્ષથી થયું નથી તે જ કામ જો હું 1000 દિવસમાં કરવા માગું છું તો તમે જાણો છે કે કેટલી તકલીફ થશે પરંતુ મારે 1000 દિવસમાં 18 હજાર ગામ કરવા છે જે એક દિવસ મારે લગભગ 19 ગામમાં વિજળી પહોંચાડવી પડશે ત્યારે જઇને કામ પૂરું થશે. તમને સહુને મારો આગ્રહ છે કે તમે મોબાઇલ ફોન પર એક એપ લઇ લો, ડાઉનલોડ કરો. ગ્રામીણ વિદ્યુતીકરણ અહીંથી બહાર આવીને, અહીં તો કદાચ જેમર હશે પરંતુ તમે કરો તથા તેમાં તમે જોઇ શકશો કે દરરોજ ક્યાં ગામમાં શું થઇ રહ્યું છે. એટલી પારદર્શીતા અને આજે 100 દિવસ થયા છે. મેં જાહેરાત કરી તેના લગભગ 100 દિવસ થયા છે. અત્યાર સુધી મારે 1900 ગામોમાં વિજળી પહોંચાડવાની હતી. કાલે રાત્રે મેં જોયું હતું તો હું જરા અહીં આવ્યો તે પહેલા એપ પર જોયું તો મને ખબર પડી કે 3004 ગામ પૂરા થઇ ગયા છે અને તમે તમારા મોબાઇલ ફોન પર જોઇ શકો છો કે ગામમાં શું ચાલી રહ્યું છે. થાંભલા પહોંચ્યા છે, તેમાં જે એન્જીનીયર ત્યાં પહોંચ્યા છે તેમના મોબાઇલ નંબર તથા ઇ-મેઇલ એડ્રેસ પણ આપેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ચેલેન્જના રૂપમાં કામ સ્વીકાર્યું છે. આઝાદીના 70 વર્ષ બાદ જ્યારે તે પોતાના ગામમાં વિજળી જોશે. મને બતાવો કે વિજળી ગરીબના કામમાં આવશે કે નહીં આવે. દેશ ગરીબના કામમાં આવી રહ્યો છે કે નથી આવતો જો આપણે નક્કી કરીએ તો ચીજો બદલી શકીએ છીએ.

અમે સાગરમાલા, ભારતમાલા, ભારતનેટ અમુક એવી પહેલ કરી છે. આજે ગ્લોબલ અર્થતંત્રમાં પોર્ટ ક્ષેત્ર ખૂબ જ મહત્વનું છે. જો આપણે એના પર ધ્યાન નથી આપતા પરંતુ આપણો દેશ શું હતો રેલવે અલગ, બંદર અલગ, રેલવેવાળા ટ્રેન ક્યાંક લગાવે છે, જ્યાં સાંસદનું દબાણ આવે છે ત્યાં બે કિલોમીટર નાંખી દે છે તથા અને સંસદમાં પણ સમગ્ર રેલવે બજેટ પર તાળી વાગતી નથી. તેના ગામમાં રેલવે આવી કે નહીં તેની પર વાગે છે… અમે કહ્યું કે ચલો, અમે પોર્ટ ક્ષેત્રનો પોતાનો રેલવે વિભાગ બનાવીએ તથા પોર્ટ રેલ વિભાગને વૈશ્વિક સ્તરનું નથી બનાવતા. આપણે વૈશ્વિક સ્પર્ધક બની શકતા નથી. આ માળખાગત સુવિધાનું એક એવું ક્ષેત્ર અમે પસંદ કર્યું છે તથા આગામી દિવસોમાં જઇશું. આપણા દેશમાં જે સુધારાવાદી લોકો છે. તે કહેશે તમે વિનિવેશ કરો, આ સરકાર છે યાર જુઓ. હડતાલ થાય છે તેને કોઇ પૂછનારું નથી, પહેલા પેજ પર ફોટો આવે છે મોદી મુર્દાબાદ – મોદી મુર્દાબાદ એટલે કે દેશ કેવી રીતે ચાલી રહ્યો છે.

અમે શિપીંગ કંપની તમામ લોકો કહે છે કે ખોટમાં કેટલીક ચાલી રહી હતી, ઘણા વર્ષોથી ખોટમાં ચાલી રહી હતી. આજે હું ર્ગવની સાથે કહી શકું છું, ખોટમાંથી બહાર આવીને આ વર્ષે ભારતની શિપિંગ કંપની નફામાં જઇ રહી છે. એટલે કે અમારી પાસે બે જ રસ્તા હતા કે શું, એક તો વિનિવેશ હતું તે બંધ કરી દો. ત્રીજો રસ્તો એ છે કે અનુસરો, તેની સંસ્કૃતિ બદલો, કામ કરવાની રીત બદલો તથા અરાજનિતિક કરી દો, સાયત્યપણુ લાવો, તમે પરિસ્થિતિ બદલી શકો છો. એવી અનેક પહેલ છે. જેના કારણે મને ખબર નથી કે સમય શું થયો છે. મારે સંસદમાં જવાનું છે. આનંદની વાત એ છે કે સંસદ ચાલી રહી છે તથા તેનો શ્રેય મોદીને નથી જતો, તમામ દળોને જાય છે. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે કોઇ પણ ક્ષેત્ર લો, હું અગણિત ગણાવી શકું છું. એક અઠવાડિયા સુધી ભાષણ આપી શકું છું. દેશ ઝડપી ગતિથી આગળ વધી રહ્યો છે. હંમેશા કાર્યક્રમોના આધાર પર આપણે વિચારીએ છીએ તો એક સીમા આવી જાય છે. સૌથી પહેલી વાત થાય છે નીયત તથા હું માનું છું કે સફળતાનો મૂળ આધાર નીયત હોય છે. તથા નિયતના પ્રકાશમાં કઇ નિતી બદલવાની છે તથા એ નીતિને લાગુ કરવા માટે કઇ રણનિતિ લાવીએ છીએ તે રણનિતિને સફળ કરવા માટે તમારું ટાઇમ ટેબલ શું છે, રોડ મેપ શું છે, તેને કાર્યમાં ફેરવવાની ઝડપ શું છે.

આજે દેશમાં વિચારોની, સુઝાવોની કમી નથી. આવશ્યકતા છે ઉત્તમ બાબતોને લાગૂ કરવાની, ધરતી પર ઉતારવાની. મારો પ્રયાસ છે કે ચીજોને ધરતી પર કેવી રીતે લાવું તથા આજે હું કહી શકું છું કે જેટલી ચીજો દેખાય છે તમને એ અચાનક થઇ નથી. એક ખૂબ જ સજાગ પ્રયાસનું પરિણામ છે કે જેના કારણે તે સંભવ થયું છે તથા એ પ્રયાસ નિરંતર ચાલતો રહેશે, આ દેશ આગળ વધતો રહેશે, તમે વિશ્વાસ રાખો.

આખી દુનિયા એ વાતને માની રહી છે તથા આપણી મુશ્કેલી શું છે કે, વિવેકાનંદ જી એ વર્ષો સુધી અહીં કામ કર્યું પરંતુ જ્યાં સુધી શિકાગોથી બૂમ ન પાડી દેશને ખબર જ ન પડી, પરંતુ દુનિયા કહી રહી છે કે દેશ આગળ વધી રહ્યો છે તો અહીંના લોકો પણ માની લેશે મને વિશ્વાસ છે તથા જ્યાં પણ જોશો દેશ આગળ વધી રહ્યો છે.

હું ફરીથી એક વખત આ સમારંભમાં મને આવવા માટે આમંત્રણ આપ્યું, હું તમારો આભારી છું.

મારો પ્રયત્ન રહ્યો છે કે જે વિષય પર તમે ઇચ્છતા હતા તે વિષય પર મેં બોલવાનો પ્રયાસ કર્યો છે કારણ કે મને આદત નથી અહીં – તહીં જવાની, ચૂંટણી હોય તો હું એ મૂડમાં હોઉ છું અહીં છું તો આ મૂડમાં હોઉં છું

ખૂબ – ખૂબ ધન્યવાદ.

J.Khunt/GP