પીએમઇન્ડિયા
• સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે. અત્યારે આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણે આ સત્રના મહત્તમ સમયનો ઉપયોગ દેશ માટે અસરકારક રીતે કરીએ. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન થોડા અપવાદોને બાદ કરતા સંસદમાં પરિણામલક્ષી કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ માટે હું તમામ રાજકીય પક્ષોનો આભાર માનું છું.
• મને આશા છે કે સંસદને કામગીરી માટે ફાળવવામાં આવેલા સમયનો ચોમાસુ સત્રમાં અસરકારક અને પરિણામલક્ષી ઉપયોગ થશે તથા સંસદમાં કામગીરીની દ્રષ્ટિએ નવો રેકોર્ડ બનશે. આ સંબંધમાં તમામ રાજકીય પક્ષોએ સાથસહકાર આપવો જોઈએ.
• આપણે સમય, સંસાધનો અને ગૃહની ગરિમાને ધ્યાનમાં રાખીને તથા એ જળવાય એ રીતે અર્થસભર રીતે આપણી જવાબદારીઓ અદા કરી શકીએ.
જીએસટીમાં સાથસહકાર આપવા બદલ આભાર
• જીએસટીના અમલીકરણ માટે સાથસહકાર આપવા બદલ હું ફરી એક વખત તમારા બધાનો આભાર માનું છું.
• છેલ્લાં 15 દિવસથી સમગ્ર દેશમાં પ્રત્યક્ષ કરવેરામાં ઐતિહાસિક સુધારા જીએસટીનો અમલ શરૂ થઈ ગયો છે અને આ સમયગાળામાં આપણને હકારાત્મક પરિણામો મળ્યા છે. ઘણાં રાજ્યોએ જીએસટીનો અમલ શરૂ થતા તેમની સરહદો પર ચેક પોસ્ટ દૂર કરી છે અને ચીજવસ્તુઓની અવરજવર કરતી ટ્રક્સની અવરજવર સરળ બની છે.
• કેન્દ્ર સરકાર વેપારીઓને જીએસટીના અમલમાં લેવા માટે રાજ્યો સાથે સંકલન સાધવા કામ કરી રહી છે. જે વેપારીઓએ જીએસટીના પ્લેટફોર્મ પર હજુ સુધી નોંધણી કરાવી નથી એમના માટેની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ છે.
બજેટ સત્રનું પરિણામ
• બજેટ સત્ર એક મહિના અગાઉ યોજવામાં આવ્યું હતું. તેમાં દેશના તમામ રાજકીય પક્ષોએ સાથસહકાર આપ્યો હતો. મને તમારી સાથે બજેટ સત્રના હકારાત્મક પરિણામો વહેંચતા આનંદ થાય છે.
• આપણે બજેટ રજૂ કરવાની તારીખ એક મહિનો આગળ કરી છે એટલે ફેબ્રુઆરીમાં પ્રથમ સપ્તાહમાં બજેટ રજૂ કરી દેવાની નવી પરંપરા શરૂ કરી છે, જેના પરિણામે ચોમાસાની સિઝન અગાઉ જ વિવધ યોજનાઓના અમલીકરણ માટે કેટલાંક વિભાગોને ફંડની ફાળવણી થઈ ગઈ છે. અગાઉ બજેટ ફેબ્રુઆરીના અંતમાં રજૂ થતું હોવાથી આ યોજનાઓના અમલીકરણ માટે વિવિધ વિભાગોને ફંડની ફાળવણીમાં બેથી ત્રણ મહિના લાગતા હતા. ચોમાસાના કારણે અમલીકરણમાં વિલંબ થતો હતો. આ વખતે એવું થયું નથી અને માર્ચ પછી કોઈ ગાળો લંબાયો નથી. વળી માળખાગત પ્રોજેક્ટ્સ પૂર્ણ થવા માટે વધુ ત્રણ મહિના મળ્યા છે.
• કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટન્ટ્સ પાસેથી પ્રાપ્ત અંદાજ મુજબ, ચાલુ વર્ષે એપ્રિલ-જૂનમાં ખર્ચમાં ગયા વર્ષના સમાન ગાળાના ખર્ચ કરતા 30 ટકાનો વધારો થયો છે.
• માળખાગત પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત મૂડીગત ખર્ચમાં વધારો ગયા વર્ષના સમાન ગાળામાં થયેલા ખર્ચની સરખામણીમાં 48 ટકા વધ્યો છે.
• આ યોજનાઓમાં ખર્ચનો ટ્રેન્ડ દર્શાવે છે કે ફાળવવામાં આવેલા ફંડનો ખર્ચ આખું વર્ષ સંતુલિત રીતે થશે. અગાઉ વિવિધ વિભાગોને ફાળવવામાં આવતા ફંડનો ઉપયોગ કે ખર્ચ ચોમાસા પછી શરૂ થતો હતો અને માર્ચ અગાઉ આ ફંડનો ઉપયોગ કરવા માટે બિનજરૂરી દબાણ ઊભું થતું હતું. વ્યવસ્થામાં ખામી માટે જવાબદાર મુખ્ય કારણોમાં આ એક મુખ્ય કારણ હતું.
ઉત્તર પૂર્વના રાજ્યોમાં પૂર
• દેશના ઘણાં વિસ્તારોમાં અતિ વરસાદ થયો છે અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં પૂર આવ્યું છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે. કેન્દ્ર સરકાર આ સ્થિતિ અંગે ચિંતાતુર છે અને રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે તથા સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. પૂરમાં રાહત અને બચાવ કામગીરીમાં કેન્દ્ર સરકારની ઘણી સંસ્થાઓ સંકળાયેલી છે. રાજ્ય સરકારોને તેમને જરૂરી તમામ પ્રકારની સહાય અંગે તાત્કાલિક જાણકારી આપવાનું જણાવવામાં આવ્યું છે.
આતંકવાદ પર કડક અભિગમ
• આતંકવાદીઓએ અમરનાથ યાત્રીઓ પર કરેલા હુમલાથી સંપૂર્ણ દેશ સ્તબ્ધ છે. હું યાત્રાળુઓને હૃદયપૂર્વક અંજલિ આપું છું, જેઓ આ હુમલામાં માર્યા ગયા છે. હું દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો સાથે છું. સરકાર સુનિશ્ચિત કરશે કે આ હુમલાના ષડયંત્રકારોની ધરપકડ થાય.
• આપણે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ જાળવવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ તથા રાજ્યમાંથી રાષ્ટ્રવિરોધી તત્વોનો સફાયો કરવા કટિબદ્ધ છીએ. સરકાર અટલજીના માર્ગે ચાલી રહી છે.
રાજ્ય સરકારોએ ગૌ રક્ષણના નામે હિંસા આચરતા તત્વો સામે કડક હાથે કામ કરવું જોઈએ
• કેટલાંક અસામાજિક તત્ત્વો ગૌ રક્ષણના નામે હિંસા આચરી રહ્યા છે. દેશની એકતા અને અખંડિતતા ખોરવવામાં સંકળાયેલા આ પ્રકારના તત્વો સ્થિતિનો લાભ લેવા પ્રયાસ કરી રહ્યા છે.
• તેની દેશની છબી પર અસર થાય છે. રાજ્ય સરકારોએ આ પ્રકારના અસામાજિક તત્વો સામે કડક કામગીરી કરવી જોઈએ.
.
• આપણા દેશમાં ગાય પવિત્ર ગણાય છે અને તેને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. ગાય સાથે જાહેર જનતાની લાગણી જોડાયેલી છે. જોકે લોકોએ એવું પણ સમજવું પડશે કે ગાયનું રક્ષણ કરવા માટે કાયદો છે અને તેનું ઉલ્લંઘન કરવો એ ગાયનું રક્ષણ કરવા માટે વિકલ્પ નથી.
• કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારોની છે અને જ્યાં આ પ્રકારની ઘટનાઓ ઘટે છે, ત્યાં રાજ્ય સરકારોએ કડક હાથ કામ લેવું જોઈએ. રાજ્ય સરકારોએ એવું પણ જોવું જોઈએ કે ગૌ સંરક્ષણના નામે કેટલાંક લોકોએ તેમની અંગત દુશ્મનાવટ સરભર તો નથી કરી રહ્યા ને!
.
• તમામ રાજકીય પક્ષોએ ગૌરક્ષણ નામે આ ગુંડાગર્દીને સખત શબ્દોમાં વખોડવી જોઈએ.
ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી
• છેલ્લાં થોડા દાયકા દરમિયાન રાજકીય નેતૃત્વની છબી ખરડાઈ છે, જે માટે આપણામાંના કેટલાંક નેતાઓના કૃત્યો જવાબદાર છે. આપણે લોકોને એવી ખાતરી અપાવવાની જરૂર છે કે દરેક નેતા ભ્રષ્ટ નથી અને દરેક નેતા રૂપિયા પાછળ દોડતો નથી.
• અત્યારે આપણે આપણા જાહેર જીવનમાં પારદર્શક રહેવાની જરૂર છે અને આપણે ભ્રષ્ટ નેતાઓ સામે કામ કરવું પડશે.
• એટલે અત્યારે રાજકીય પક્ષોએ તેમની અંદર રહેલા આ પ્રકારના નેતાઓને ઓળખવાની અને તેમને રાજકારણમાંથી દૂર કરવાની જરૂર છે.
• જો કાયદાને અસરકારક કરવો હોય, તો આપણે રાજકીય ષડયંત્રના મુદ્દા ઉછાળીને પોતાને બચાવવાનો પ્રયાસ કરતા નેતાઓના પડકારનો સામનો કરવા હાથ મિલાવવા પડશે.
• જે લોકો દેશમાં લૂંટફાટ કરે છે તેમને સાથ આપવાથી દેશને કોઈ ફાયદો નહીં થાય.
• 9મી ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલનની 75મી જન્મજયંતિ આવશે. સંસદમાં આ મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાક્રમ પર ચર્ચા કરવી પડશે.
• રાષ્ટ્રપતિની ચૂંટણી સર્વસંમતિથી થાય તો ખરેખર સોનામાં સુગંધ ભળી જાય. જોકે ચૂંટણીનું અભિયાન ગરિમાપૂર્વક રીતે આગળ વધ્યું છે એ સંતોષ અને ગર્વની વાત છે. આ માટે તમામ રાજકીય પક્ષોને અભિનંદન આપવા ઘટે. તમામ રાજકીય પક્ષોએ તેમના સાંસદો અને ધારાસભ્યોને મતદાન અંગે તાલીમ આપવી જોઈએ, જેથી એક પણ મત નકામો ન જાય.
TR
मॉनसून सत्र के पहले सर्वदलीय बैठक में भाग लिया। कुछ अपवादों को छोड़ दें तो गत 3 वर्षों में हर सत्र में Productivity में बढ़ोतरी हुई है। pic.twitter.com/FwgAgjcTy7
— Narendra Modi (@narendramodi) July 16, 2017
मुझे उम्मीद है कि मॉनसून सत्र में भी समय, संसाधन और सदन की मर्यादा का ध्यान रखते हुए सार्थक विचार-मंथन होंगे।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
जीएसटी के समय जिस तरह से सभी राजनीतिक दल एक साथ आए, इसके लिए सभी दल धन्यवाद के पात्र हैं।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
जीएसटी लागू हुए 15 दिन से ज्यादा हो रहे हैं और इन 15 दिनों में ही कई सकारात्मक परिणाम दिखाई देने लगे हैं।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
पिछले बजट सत्र को एक महीने पहले करने के अच्छे परिणाम आये हैं। CAG के अनुसार पिछले साल अप्रैल जून के मुकाबले इस बार 30% ज्यादा राशि खर्च हुई
— Narendra Modi (@narendramodi) July 16, 2017
इंफ्रास्ट्रक्चर से जुड़े परियोजनाओं में इस बार Capital expenditure पिछले साल के मुकाबले 49 प्रतिशत बढ़ा है।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
देश के कई हिस्सों में और विशेषकर उत्तर पूर्व के राज्यों में बाढ़ की वजह से उत्पन्न हालात पर केंद्र सरकार राज्यों के संपर्क में है।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
गौरक्षा को कुछ असामाजिक तत्वों ने अराजकता फैलाने का माध्यम बना लिया है। इसका फायदा देश में सौहार्द बिगाड़ने में लगे लोग भी उठा रहे हैं।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
देश की छवि पर भी इसका असर पड़ रहा है। राज्य सरकारों को ऐसे असामाजिक तत्वों पर कठोर कार्रवाई करनी चाहिए।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
गाय को हमारे यहां माँ मानते हैं,लोगों की भावनाएं जुड़ी हैं। लेकिन यह समझना होगा कि गौ रक्षा के लिए कानून हैं और इन्हें तोड़ना विकल्प नहीं है
— Narendra Modi (@narendramodi) July 16, 2017
कानून व्यवस्था को बनाए रखना राज्य सरकार की जिम्मेदारी है और जहां भी ऐसी घटनाएं हो रही हैं, राज्य सरकारों को इनसे सख्ती से निपटना चाहिए।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
राज्य सरकारों को ये भी देखना चाहिए कि कहीं कुछ लोग गौरक्षा के नाम पर अपनी व्यक्तिगत दुश्मनी का बदला तो नहीं ले रहे हैं।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
हम सभी राजनीतिक दलों को गौरक्षा के नाम पर हो रही इस गुंडागर्दी की कड़ी भर्त्सना करनी चाहिए।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
कई दशकों से नेताओं की साख हमारे बीच के ही कुछ नेताओं के बर्ताव की वजह से कठघरे में है।हमें जनता को भरोसा दिलाना होगा कि हर नेता दागी नहीं है
— Narendra Modi (@narendramodi) July 16, 2017
सार्वजनिक जीवन में स्वच्छता के साथ ही भ्रष्ट नेताओं पर कार्रवाई आवश्यक है। हर दल ऐसे नेताओं को पहचानकर अपने दल की राजनीतिक यात्रा से अलग करे
— Narendra Modi (@narendramodi) July 16, 2017
देश को लूटनेवालों के खिलाफ जब कानून अपना काम करता है तो सियासी साजिश की बात करके बचने का रास्ता खोजने वालों के विरुद्ध एकजुट होना होगा
— Narendra Modi (@narendramodi) July 16, 2017
9 अगस्त को अगस्त क्रांति के 75 वर्ष पूरे हो रहे हैं। यह अवसर देश की स्वतंत्रता के लिए अपना जीवन खपा देने वाले महान सपूतों को याद करने का है।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
ये अवसर युवा पीढ़ी को अगस्त क्रांति का महत्व बताने का है। मेरा अनुरोध है कि दोनों सदनों व देश भर में इस अवसर पर कार्यक्रमों का आयोजन हो।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
इस बार के राष्ट्रपति चुनाव ऐतिहासिक हैं। संभवत: पहली बार किसी भी दल ने दूसरे उम्मीदवार पर अमर्यादित टिप्पणी या बेवजह बयानबाजी नहीं की।
— Narendra Modi (@narendramodi) July 16, 2017
सभी दलों ने इस चुनाव की गरिमा का ध्यान रखा। यह हमारे लोकतंत्र की परिपक्वता की ऊँचाई है।अब हमें सुनिश्चित करना है कि एक भी वोट बेकार न जाए।
— Narendra Modi (@narendramodi) July 16, 2017