પીએમઇન્ડિયા
આજે 8 ઓગસ્ટ છે. ઓગસ્ટ ક્રાંતિનું બ્યૂગલ 8 ઓગસ્ટે જ વાગ્યું હતું અને મહાત્મા ગાંધીએ ભારત છોડોના આ મંત્રની સાથે દેશની આઝાદીના આંદોલનને એક ખૂબ જ મોટી તીવ્રતા સાથે આંદોલિત કર્યું હતું. અને 9 ઓગસ્ટે આઝાદીના દિવાનાઓ પર ખૂબ જ જુલમો થયા હતા. આજે 8 ઓગસ્ટ, 75 વર્ષ થઇ રહ્યા છે. તે તમામ આઝાદીના દિવાનાઓનું સ્મરણ કરતા આજે 8 ઓગસ્ટે ટેક્સ આતંકવાદથી મુક્તિ …. તે દિશામાં એક મહત્વનું પગલું આપણી સંસદ બંને ગૃહોના તમામ સાંસદ મળીને એક મોટું પગલું ઊઠાવવા જઇ રહ્યા છે.
આપણા દેશમાં ટેક્સને લઇને કેવી સ્થિતિ રહી છે. કદાચ અમુક લોકોને ખબર હશે. ટેક્સને લઇને સુપ્રીમ કોર્ટમાં એક મામલો આવ્યો હતો અને વિષય એ હતો કે નારિયેળને ફળ માનવામાં આવે કે શાકભાજી માનવામાં આવે ? નારિયેળ પર ફળના આધાર પર ટેક્સ હોય કે શાકભાજીના આધારે ટેક્સ મુક્ત બને. મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો. તો ટેક્સની આપણી જે જૂની પરંપરા છે. તેમાં કેવા કેવા ઊતાર ચડાવ આવ્યા છે. તેને સમજવા માટે આ ઘટના પોતાનામાં જ એક પર્યાપ્ત છે.
હું અત્યારે આ પ્રકારે તમામ રાજકીય પક્ષોનો, તમામ રાજકીય પાર્ટીઓનો કે જે સરકાર ચલાવી રહ્યા છે તેમનો બધાનો આભાર પ્રગટ કરવા માટે ઊભો થયો છું.
આ એક એવો નિર્ણય આપણે કરી રહ્યા છીએ જેમાં રાજ્યસભા, લોકસભા, 29 રાજ્ય અને કારણ કે કોઇને કોઇ જીતીને આવ્યું છે. એવા 90 રાજકીય પક્ષ તે તમામે એક વ્યાપક મંથન કરીને, વિચાર મંથન કરીને આજે આપણને અહીં પહોંચાડ્યા છે અને જેમને આપણે થોડા સમય બાદ અંતિમ સિક્કો મારીશું. અને એટલા માટે આ વાત કરી છે કે જન્મ કોઇ આપે, ઉછેર કોઇ કરે.
કૃષ્ણને જન્મ કોઇએ આપ્યો, કૃષ્ણને મોટા કોઇ બીજાએ કર્યા, પરંતુ એ પણ સાચું છે કે આ કોઇ પક્ષનો કે કોઇ સરકારનો વિજય નથી. આ ભારતના લોકતંત્રની ઉચ્ચ પરંપરાઓનો વિજય છે. આ તમામ રાજકીય દળોનો વિજય છે. એ પહેલા પણ અને વર્તમાન તમામ સરકારોના યોગદાનથી છે અને એટલા માટે કોણ જીત્યું, કોણ હાર્યું એના માટે હું નથી માનતો કે કોઇ વિવાદની જરૂર છે.
અને એટલા માટે જીએસટીનો મતલબ છે Great Step by Team India, જીએસટીનો મતલબ છે. Great Step Towards Transformatio, જીએસટીનો મતલબ છે Great Step Towards Transparency અને એટલા માટે આપણે એક નવી વ્યવસ્થામાંથી પસાર થઇ રહ્યા છીએ.
એક ભારત – શ્રેષ્ઠ ભારત, આ આપણા બધાનું સપનું છે. એક ભારત જ્યારે આપણે રેલવે તરફ જોઇએ છીએ. એક ભારતની અનુભૂતિ આવે છે. જ્યારે આપણી પોસ્ટ ઓફિસ જોઇએ છીએ. એક ભારતની અનુભૂતિ આવે છે. જ્યારે આપણી જ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિઝને જોઇએ છીએ, એક ભારતની સુગંધ આવે છે. આપણે આઇ.પી.સી, સી.આર.પી.સીની તરફ નજર કરીએ છીએ. તો એક ભારતની આપણને ઓળખ મળે છે. જ્યારે આજે આપણે ભારતમાં નેટની વાતો કરીએ છીએ. ડિઝિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ. સાગરમાલાની વાતો કરીએ છીએ. આ તમામ ઉપક્રમ એક ભારત છે. આ ભાવને બળ આપે છે. તાકાત આપે છે અને તે જ પ્રક્રિયામાં આજે જીએસટી તે એક નવું મોતી આ માળામાં આપણે પરોવી રહ્યા છીએ, જે એક ભારતના ભાવને તાકાત આપે છે. આ ફક્ત કર વ્યવસ્થા નથી. તમામ રાજ્યો અને કેન્દ્ર મળીને એક એવી વ્યવસ્થા વિકસીત કરે જેમાં નાનામાં નાનું રાજ્ય હોય કે મોટામાં મોટું રાજ્ય હોય તમામને આ વ્યવસ્થા પોતાની લાગે. આ એક ભારતને તાકાત આપનારી બાબત છે, અને તે અર્થમાં, હું તેનું ખૂબ જ મોટું મહત્વ સમજું છું.
ક્યારેક ક્યારેક જીએટીને લઇને સંશય પણ થયા છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મારા મનમાં પણ ખૂબ જ સંશય હતા. પ્રણવ મુખર્જી સાહેબ સાથે મેં ઘણી વખત તેની પર વિચાર વિમર્શ કર્યો હતો. અને આજે જીએસટીને એક મુખ્યમંત્રીની નજરથી દેખવાના કારણે પ્રધાનમંત્રી બન્યા બાદ તે મુદ્દાઓને સંબોધવું મારા માટે સરળ થઇ ગયું છે. તે અનુભવ મને કામમાં આવ્યો છે અને તેના કારણે તે સમયે રાજ્યો, જે બાબતોને આપણે સંબોધિત નહોતા કરી શકતા. અમુક બાબતો બહાર નહોતી આવતી કારણકે અમુક બાબતો અદ્રશ્ય થઇ જાય છે. આ તમામ બાબતો આટલા લાંબા સામૂહિક મંથનના કારણે અને તેમાં ફક્ત મારું જ યોગદાન છે એમ નથી, તમામનું યોગદાન છે. ઘણી કમીઓ દૂર કરવામાં આપણે સફળ થયા છીએ. અને આ સામૂહિક મંથનનું પરિણામ છે, છતાં પણ આ સત્ય છે કે આપણે પરફેક્ટ પણ હોઇ શકીએ છીએ. કોઇ ઉણપ ન રહી શકે. આગળ ચાલીને કોઇ કમી નહીં આવે. એવું અભિમાન ઓછામાં ઓછું માણસ તો ન જ કરી શકે. અને એટલા માટે આટલા બધા દિમાગ, કે જેમણે કસરત કરી છે, પ્રયત્નો કર્યા છે, સારું કરવાનો પ્રયાસ કર્યો છે અને તે પ્રયાસનું પરિણામ પણ મળશે. અને આજે દેશ અનુભવી રહ્યો છે કે એક મંચ, એક મત, એક માર્ગ, એક મંઝીલ આ મંત્ર આજે જીએસટીના આ તમામ પ્રયત્નોમાં આપણે કર્યો છે. અને એટલા માટે એ વાત સાચી છે કે રાજ્યસભામાં અંક ગણિતમાં તો આ બિલ સંકટમાં આવી શકતું હતું. એ પણ સાચું છે કે રાજ્યોને કેન્દ્ર પ્રત્યે અવિશ્વાસનો માહોલ હતો. પોત પોતાના અનુભવના કારણે હતો. અને આ સૌથી મોટી જરૂરિયાત હતી કે રાજ્યોમાં અને કેન્દ્રની વચ્ચે વિશ્વાસ પેદા થાય. સૌથી મોટી જરૂરિયાત હતી કે આ વાત બહુમતના આધાર પર નક્કી ન થાય. અમે ક્યારેય એમ નહોતા ઇચ્છતા કે મેં પહેલા પણ આ ગૃહમાં કહ્યું છે કે લોકતંત્ર આ ફક્ત બહુમતની અંક રમત ન બની શકે. આ સહમતિનો આંકડો છે. આ સહમતિનો આંકડો છે. અને જ્યારે સહમતિનો આંકડો આગળ પણ ચાલશે. આ આપણે સતત વિચાર વિમર્શ કરતા રહીએ છીએ. આજે આપણા મૌલવી સાહેબને એ વાતનું ખૂબ જ ખરાબ લાગ્યું હતું કે આ ગૃહને જુનિયર હાઉસ કહેવામાં આવે છે. જે લોકો આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરે છે. તે લોકોને તમારો સંદેશ જરૂર પહોંચશે. તેઓ બદલાશે કે નહીં બદલાય એ કહેવું મુશ્કેલ છે પરંતુ પહોંચશે જરૂર. પરંતુ – પરંતુ જ્યારે મેં વિચાર વિમર્શ માટે આદરણીય સોનિયાજીને બોલાવ્યા હતા. આદરણીય મનમોહન સિંહજીને બોલાવ્યા હતા. એક લોકસભામાંથી, એક રાજ્યસભામાંથી મેં બંનેને બરાબરનું મહત્વ આપવા જીએસટીને લઇને વિચાર વિમર્શ કર્યો હતો. અને એટલા માટે અમારો પ્રયત્ન એ રહ્યો છે કે તમામના સુઝાવોને સ્વીકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે જાણીએ છીએ કે એક અભૂતપૂર્વ સહમતિનો માહોલ પેદા થયો છે. અને તેમાંથી એક શક્તિ પેદા થાય છે. જે શક્તિ રાજ્ય માટે એક મોટી અમાનત હોય છે. આપણ એક અલગ અળગ રાજકીય વિચારો સાથે સંકળાયેલા છીએ. રાજકારણ આપણા લોકોના મગજમાં છે અને આપણી વાતોમાં પણ છે. ક્યાંકને ક્યાંક તે આવે એ પણ સ્વભાવિક છે. પરંતુ આ સમગ્ર જીએસટીની ચર્ચામાં આપણે જોયું હશે કે પવિત્ર સ્થાનને આપણામાંથી કોઇએ તેને રાજકારણનું મંચ બનવા દીધું નથી. આ રાષ્ટ્રીય મંચ બન્યું, રાષ્ટ્રીય હિતોને સર્વોપરી માનીએ છીએ.
આ ભારતના લોકતંત્રના ઉજ્જવળ પાસાઓમાંનો એક છે. રાજકારણથી ઉપર રાષ્ટ્રનીતિ હોય છે. એ બાબતને લઇને આપણે સહુએ મળીને, તેનો મતલબ આ નથી કે જે પ્રસ્તાવ થયો છે, તેમાં કોઇને કોઇ પણ ફરિયાદ નહીં હોય. જરૂરી નથી કે ફરિયાદ નહીં હોય. અહીં પણ અમુક લોકો બેઠા હશે જેમને લાગતું હશે કે કદાચ તેના કરતા એવું હોત તો સારું હોત. ફુલ સ્ટોપના બદલે કોમા અહીં હોત તો સારું હોત. આ રહેવાનું જ છે. આ જ તો લોકતંત્રની તાકાત છે. પરંતુ તેમ છતાં પણ આપણે સહુ લોકોએ તે પ્રયાસ કર્યો છે કે તેને આપણે આગળ વધારીએ.
આ જીએસટીની વ્યવસ્થાના કારણે ખૂબ જ મોટી સરળતાઓની સંભાવના આપણે જોઇ રહ્યા છીએ. આજે આપણે જાણીએ છીએ કે દરેક રાજ્યમાં અલગ – અલગ પ્રકારના ફોર્મ ભરવા માટે ખૂબ જ લાંબી પ્રક્રિયા હોય છે. અને સરકારી ઓફિસરોની તે કાગળ ચેક કરવામાં એક એકરૂપતા આવી જશે. ટેક્સ ઇતિહાસમાં, તેની પ્રક્રિયાની અંદર, ટેક્સ રેટની અંદર અને તેનું એક સીધું પરિણામ થવાનું છે. આ સંદેશ ખૂબ જ ચોક્કસ થશે. ગ્રાહક એ રાજા છે. જીએસટીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનાથી એક સ્પષ્ટ સંદેશ જશે. ખરેખર ગ્રાહક એ રાજા છે એ એક કાયદો એક વ્યવસ્થા ગ્રાહકને રાજા બનાવે, હું સમજું છું કે તે પોતાનામાં જ એક મોટું યોગદાન છે.
આજે આ જીએસટી બાદ મારો અંદાજ છે કે 7થી લઇને 11 સુધી અલગ અલગ જે કર વ્યવસ્થાઓ છે. જેનાથી નાના નાના તમામ ઉદ્યમીને વેપારીને ઝઝુમવું પડે છે. તેના કારણે સાતથી લઇને 11 , 12, 13 સુધી એક ભારે કર પ્રથા છે, તેના કારણે સમાપ્ત થઇ જશે. એક સરળીકરણ આવી જશે અને તેનાથી નાના ઉદ્યમીઓને પણ લાભ થશે અને ગ્રાહકને સૌથી વધારે લાભ થવાનો છે. જીએસટી જે નાના નાના ઉત્પાદક છે. તેમને સુરક્ષાની ગેરન્ટી આપે છે. અને આજે આપણા દેશનું અર્થતંત્ર આગળ વધારવામાં નાના – નાના ઉદ્યમકારો છે. તે એક મોટી તાકાત છે. આપણે તેમને જેટલા સુરક્ષિત કરીશું. એટલું જ હું સમજું છું કે તેના કારણે ખૂબ જ લાભ થવાનો છે. અમે જાણીએ છીએ કે અર્થવ્યવસ્થાને આગળ વધારવાના જે અલગ અલગ મુદ્દા હશે.
મારી સમજમાં એક નાનો મત છે કે અર્થવ્યવસ્થાને સારી રીતે ચલાવવા માટે અર્થવ્યવસ્થાને ઝડપથી ચલાવવા માટે પાંચ બાબતો તરફ ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, મેન, મશીન, મટિરિયલ, મની અને મિનિટ. સમય, તેમનો શ્રેષ્ઠ ઉપયોગ જો આ કરવામાં આપણી વ્યવસ્થાઓ આગળ વધે છે. તો અર્થતંત્રને આગળ વધારવા માટે બીજા કોઇ નવા અવસર શોધવાની જરૂર પડશે નહીં.
આજે આપણે જોઇએ છીએ કે આપણી કર વ્યવસ્થાને કારણે ભલે તે રાજ્યોની વચ્ચે જ્યાં બે બોર્ડર હોય ત્યાં ટેક્સની ઓફિસ હોય. આપણે માઇલો સુધી તેની લાઇન જોઇએ છીએ. આપણા દેશની અંદર મશીન વ્હીકલ અને એવું અનુમાન છે કે આપણા દેશમાં આ જે ચાલતા ફરતા સાધનો છે તે પોતાની ક્ષમતાનું ફક્ત 40 ટકા જેટલો જ ઉપયોગ કરે છે. તેમને ક્યાંકને ક્યાંક તો રોકાવું જ પડે છે.
હાલમાં જ આર્થિક દ્રષ્ટિથી રિસર્ચ કરનારી એક એજન્સીએ પોતાના સર્વેમાં જણાવ્યું હતું કે કેવા કારણોથી ભારતમાં એક લાખ ચાલીસ હજાર કરોડ રુપિયાનો બગાડ થાય છે. ફક્ત તેમના રોકાવાના કારણે. તેમાંથી બધી ભૂમિકા કરની નથી. પરંતુ ખૂબ જ મોટી માત્રા કરની છે. જીએસટીના કારણે આ તમામ વિઘ્નો, અને બીજા હશે તે સમય રહેતા જ નીકળી જશે. પરંતુ તેના કારણે પર્યાવરણને ફાયદો થશે. જે ગાડીઓ ઊભી હોય છે, જે પેટ્રોલ બળે છે, ડિઝલ બળે છે, આપણો મોટા ભાગનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં જે મોડું થાય છે. આ તમામ ચીજોમાં એક મોટી સુવિધા પેદા થવાની છે અને તેના કારણે સરળીકરણ આવવાનું છે અને તેના કારણે આપણા દેશને આપણે જે વિદેશોથી આટલું મોટું પેટ્રોલિયમ લાવીએ છીએ, તેમાં પણ આપણો ઘટાડો થશે. અને એક પ્રકારથી આપણે ત્યાં તમામ પ્રકારની શક્તિ ધરાવતા રાજ્યો નથી. દરેક રાજ્યો એક બીજાની સાથે તે અંગે આશ્રિત રહે છે. કોઇને એક ચીજ લેવી પડે છે તો કોઇ બીજા રાજ્યને આપવી પડે છે. ત્યારે જઇને તેમનો કારોબાર ચાલે છે. અને તેમાં આજની વ્યવસ્થાઓ મોટી હલચલ પેદા કરે છે. આ એક વ્યવસ્થાના કારણે તેમાં જે મુશ્કેલીઓ આવે છે. તે મુશ્કેલીઓને દૂર કરવામાં સુવિધા થશે. એવા રાજ્યોની આવક વધશે.
આજે જે રાજ્ય આપણા દેશમાં પાછળ રહી ગયેલા રાજ્યો માનવામાં આવે છે. આ વ્યવસ્થાના કારણે તેમની આવક વધશે તેની ગેરન્ટી છે. અને તેના કારણે તે રાજ્યોને શિક્ષામાં જો પોતાના નાણા રોકવા છે, રમતના ક્ષેત્રમાં નાણા રોકવા છે, મૂળભૂત સુવિધામાં પોતાના નાણા રોકવા છે, તો તેમના માટે આ વ્યવસ્થાના કારણે જે આવક વધવાની છે. તે આવકથી ખૂબ જ મોટો લાભ એવા રાજ્યોને થવાનો છે. અને આ બાબત નિશ્ચિત છે કે ભારતના વિકાસ માટે પશ્ચિમમાં જે પ્રકારનો આપણે વિકાસ જોઇ રહ્યા છીએ. સૌથી પહેલી જરૂરિયાત હિન્દુસ્તાનના પૂર્વ ભાગને બરાબરી પર લાવવો જોઇઅ. નહીં તો આ અસમતુલિત વિકાસ દેશને ઝડપી ગતિથી નવી ઊંચાઇઓ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પેદા કરી શકે છે. જીએસટીના કારણે એવા રાજ્યોને એક તક મળી છે. અને હું આજે એવા રાજ્યોને અનુરોધ કરીશ કે જીએસટી લાગૂ થયા બાદ તે મહત્તમ તેનો ફાયદો ઉઠાવે. જે ધન તેમની પાસે આવે તે ધન રાજ્યની મૂળભૂત ચીજો પર, જો બળ આપીશું તો જોત જોતામાં દેશ જે સપના જોઇ રહ્યો છે, તે સપનાને આપણે પૂરા કરી શકીશું. જીએસટીના કારણે આ વાત સારી છે કે ઉત્પાદન કરતા રાજ્યોની સામે થોડી તકલીફો છે. ગ્રાહક રાજ્યોને ઘણા ફાયદા થવાના છે. પરંતુ ભારત સરકાર દ્વારા જીએસટીના માધ્યમથી તેમને વળતર આપવા માટે જીએસટીમાં તેનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. એ તેનો ફાયદો રાજ્યોને જ થવાનો છે. તેનું પણ સમાધાન એમાં થવાનું છે.
સામાન્ય રીતે બે ભાઇઓની વચ્ચે જો ઝઘડો થાય છે. સગા ભાઇની વચ્ચે સંપત્તિના કારણે થાય છે. રાજ્યો અને કેન્દ્રની વચ્ચેનો તણાવ પણ મોટાભાગે પ્રાકૃતિક સંસાધનોને લઇને થાય છે અથવા તો સંપત્તિને લઇને થાય છે. એટલા સમયથી અમને શું આપો છો તો અમને આ મળવું જોઇએ. અમને તે મળવું જોઇએ. આ વ્યવસ્થાના કારણે એક પારદર્શકતા આવશે. કેન્દ્ર અને રાજ્ય પાસેથી કેટલું ધન એકઠું થઇ રહ્યું છે. કેટલા ખજાનામાં કેટલું ધન જમા થઇ રહ્યું છે. આ રાજ્યને પણ ખબર જ હશે. કેન્દ્રને પણ ખબર જ હશે. અને કેટ – કેટલા નિયમોના આધાર પર તેનું વિભાજન પણ થશે અને તેના કારણે સંઘીય માળખામાં સૌથી મોટી જરૂરિયાત હોય છે વિશ્વાસ. આ વિશ્વાસ પેદા કરવા માટે એક મોટા એજન્ટના રૂપમાં આ નવી વ્યવસ્થા કામમાં આવવાની છે. જે ભારતના સંઘીય માળખાને મજબૂત કરનારી છે. અને આ જે પણ ટેક્સની આવક થશે. તે બંનેની જાણકારીમાં હશે. જેના કારણે ઘણી સુવિધા વધવાની છે.
સારું થયું હોત આપણા ખડગેજીએ ડીલની અમુક બાબતોને બારીકાઇથી જોઇ હોત. કદાચ જે સમયે બન્યું હશે તે સમયે કદાચ જોવાની તક નહીં મળી હોય. પરંતુ ક્યારેક જણાવીશ.
આ જીએસટી બિલ એવું છે જેમાં ગરીબો માટે ઉપયોગની જેટલી ચીજવસ્તુઓ છે. તે તમામ ટેક્સની બહાર છે. ગ્રાહક ફૂગાવા નિર્ધારિત કરનારી વસ્તુઓમાં લગભગ 55 ટકા ખાદ્ય પદાર્થ અને જરૂરી દવાઓ આ જીએસટીથી બહાર છે.
આ વ્યવસ્થાના કારણે ક્યારેક ક્યારેક અમુક વસ્તુઓ કેવી રીતે ફાયદો કરે છે, આપણને લોકોને ખબર હશે કે આપણા દેશમાં મહેસૂલ અથવા રાજકોષિય ખાધ, એ હંમેશાં એક રહેતી હતી અને ફરજ નિભાવો પછી રાજ્યો દેવામાં ડૂબી જાય તે ચાલતું રહેતું હતું. અને તમામે મળીને એક એફઆરબીએમના કાયદા તરફ ગયા. નાણાકિય અનુસાશન માટે રાજ્યોએ પણ તે બાબતનો સ્વીકાર કર્યો હતો.
કેન્દ્રએ પણ દબાણ પેદા કર્યું. અને એક પ્રકારથી ભારતમાં એફઆરબીએમ કાયદાના કારણે મહેસૂલ અને રાજકોષીય ખાધ બંને વચ્ચે એક તાલમેલ અને એક સમતુલનનો પ્રયાસ થયો છે. અને તેના કારણે રાજ્યોના અર્થતંત્રમાં, તેના આર્થિક આરોગ્યમાં એક તંદુરસ્ત ફેરફાર આવ્યો છે. સકારાત્મક ફેરફાર આવ્યો છે.
આ સરકારે કાયદાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને કાયદામાં કહી રહ્યો છું તેનું મોટું મહત્વ છે. અને કાયદાકિય નિર્ણય એ લીધો છે. આપણા દેશમાં એક મોટી ચર્ચા ચાલી રહી છે રિઝર્વ બેન્કની એક વિચારધારા હોય છે અને સરકારની વિચારધારા બીજી હોય છે. અને હંમેશાં વૃદ્ધિ અને ફુગાવાની બાબતો એકબીજાની સાથે જોડીને જોવામાં આવે છે અને હંમેશાં થાય છે કે ભાઇ ફુગાવો છે એટલા માટે વ્યાજદરની સ્થિતિ આ રહેશે તો રોકાણ આવશે નહીં. રોકાણ નહીં આવે તો. આ તમામ વિવાદ આપણે સાંભળીને જ આવ્યા છીએ.
પહેલી વખત આ સરકારે કાયદેસર રિઝર્વ બેન્ક સાથે કહ્યું છે. હવે ફુગાવો 4 ટકા સ્થિર કરવો જોઇએ. 2 ટકા વધુ ઓછો. કાયદેસર કહ્યું છે. અને આ 2021 સુધી રહેશે. અને તેના કારણે હવે જેટલી પણ ફાઇનાન્સ સાથે જોડાયેલી સંસ્થાઓ છે. તેમની ફુગાવાના સંબંધમાં એક જવાબદારી બનવાની છે. પહેલી વખત એ કાયદેસર કરવામાં આવ્યું છે. એ તેનો લાભ હું સમજું છું કે આગામી દિવસોમાં આપણ ટેક્સ વસૂલવાની રીત, આપણું જે નાણા ભંડોળ છે. તે ભંડોળના ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવાની દિશામાં અને જવાબદારી વધશે. માહોલ બદલાશે. એવો મારો પૂરો વિશ્વાસ છે. આ બાબત સાચી છે કે દેશ આઝાદ થયો. આજ સુધી આપણે ગરીબી સાથે લડી રહ્યા છીએ. અને જ્યારે કોઇ કહે છે કે 65 ટકા લોકો ગરીબીની નીચે છે, આ વિરાસત આપણને મળી છે. આપણને ખબર છે. પરંતુ કંઇક સારું મળે છે તો કંઇક ઓછું મળે છે બંને સ્વીકાર કરવું પડે છે. હવે આપણા ભાગ્યમાં દેશની ગરીબી આપણા નસીબમાં આવી કેવી રીતે. પરંતુ ગરીબીની સામે લડવાની ઇચ્છા આપણી સહુની છે અહીં બેસેલા, આ પાર હોય કે પેલે પાર, તમામની છે. રીતો અલગ – અલગ હોઇ શકે છે. આપણો પ્રયત્ન છે કે આર્થિક સશક્તિકરણની ફોજ તૈયાર કરી શકીએ છીએ. જે સ્વંય ગરીબીને સમાપ્ત કરીને વિજયી થવા માટે માથું ઊંચું કરી શકે. અને એટલા માટે જીએસટીનો આ માહોલ તૈયાર કરવામાં એક મોટું પ્લેટફોર્મ બની શકે છે. અને જેના માટે ગરીબીની સામે લડવા માટે પણ આપણા કામમાં આવી શકે છે. આપણે જાણીએ છીએ કે નાના ઉદ્યમકાર બેન્કોમાં લોન લેવા માટે આવે છે તો કેટલી મુશ્કેલી પડે છે. આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ આ જૂની આદતોમાં ફેરફાર લાવવા માટે. પરંતુ હવે આટલા વર્ષોની આદતો કેવી રીતે બદલાશે, મહેનત તો કરી રહ્યા છીએ. પરંતુ એ સચ્ચાઇ છે કે ઘણી ખરાબ આદતો પડી ગઇ છે. નાના ઉદ્યમકારો બેન્કમાં જો લોન લેશે તો પચાસ કાગળ માંગશે કે કાગળ અંગે પ્રશ્નાર્થ કરશે, પ્રશ્નો કરીને તેને નકારી દેશે, અને તેના પસંદગીના લોકોને તે પૈસા આપશે. જીએસટીના કારણે દરેક વ્યક્તિનો આર્થિક કારોબારનું માળખું પ્રમાણિત રૂપમાં દરેક મિનિટે ઉપલબ્ધ રહેશે. તે જ્યારે બેન્કને તે માળખામાં રાખશે, કોઇ બેન્કની પાસે ભેદભાવ કરવાની કોઇ તાકાત રહેશે નહીં. જેણે લોન લેવી છે તે લોન લે. ગરીબથી ગરીબ વ્યક્તિની પાસે પણ એક એવો પુરાવો, સામાન્ય માનવીના હાથમાં આવવાનો છે. જે પુરાવાના માધ્યમથી તે સામાન્ય કારોબાર કરનારી વ્યક્તિ પણ, દૂધ વેચનારો હોય, ચા વેચનારો હોય, વાળંદ હોય, અખબાર વેચનારો હોય, નાની વ્યક્તિ પણ હોય. પોતાની ચીજોને લઇને તે કામ કરી શકે છે અને એટલા માટે જીએસટીમાં સૌથી મોટી તાકાત છે. ટેક્નોલોજી અને તેના કારણે વાસ્તવિક સમયની માહિતી ઉપલબ્ધ થશે. અને જ્યારે વાસ્તવિક સમયની માહિતી ઉપલબ્ધ થાય છે તો વ્યક્તિઓને પોતાની તાકાત, પોતાની ક્ષમતા તેને પુરાવાના રૂપમાં પ્રસ્તુત કરવામાં કોઇ પરેશાની થતી નથી. અને તેના કારણે તેને એ ચીજોનો લાભ મળે છે.
તેના કારણે સહજ રૂપથી જ્યારે ધનની ઉપલબ્ધિ થાય છે, તો એક પ્રતિસ્પર્ધા પણ આવે છે. ઉત્પાદનની પ્રતિસ્પર્ધાની સંભાવના વધે છે. અને ઉત્પાદનની પ્રતિસ્પર્ધા વધે છે ત્યારે અર્થ રચનાને ગતિ મળે છે. નવા લોકો માટે રોજગાર ઉત્પન્ન થાય છે. અને આ વ્યવસ્થાના કારણે નાણા પ્રવાહ વધવાના કારણે રોજગારની સંભાવનાઓ પણ વધવાના કારણે આ વ્યવસ્થા અંતર્ગત પૂરતી તક મળવાની છે. આપણા દેશમાં રોકાણ વધારવાની દ્રષ્ટિથી જીએસડીપી રેશિયો હંમેશા એક પ્રશ્નાર્થની સાથે ચાલતો રહ્યો છે. આ નવી વ્યવસ્થાના કારણે તે પ્રશ્નાર્થ હંમેશા – હંમેશા માટે પૂરો થઇ જશે.
અને એના કારણે રાજ્ય પણ પોતાનો નિર્ણય કરીને વિકાસના માળખામાં, સામાજિક ક્ષેત્રની મદદ કરીને, તમામ બાબતોને ઝડપી ગતિથી આગળ વધારી શકે છે. અને હું સમજુ છું કે તેને વધારી શકશે.
ક્યારેક ક્યારેક આપણે લોકો ભ્રષ્ટાચારની સામે ઘણું બધું કહીએ છીએ પરંતુ ભ્રષ્ટાચારને પૂરો કરવા માટે વ્યવસ્થાઓને પણ એટલી જ મજબૂત કરવી પડે છે. વ્યક્તિ સારું જ કરશે આ વિશ્વાસની સાથે એટલી મોટી બાબતો ચાલી નથી શકતી. જો વ્યવસ્થાઓ સારી હશે તો ખોટો માણસ પણ વ્યવસ્થિત રહેવા માટે મજબૂર થશે.
આ જીએસટીના કારણે જે ટેક્સ ચોરી કરવાની વાત આવતી હતી. આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં કાચું બીલ અને પાક્કું બીલ આ શબ્દ વેપારીઓમાં લોકપ્રિય છે. કાચું બીલ અને પાકું બીલ. જીએસટીના કારણે વેપારી સ્વયં પ્રેરિત થશે, પાક્કા બીલ માટે. એટલા માટે જેમ કે માનો કે આપણો આરોગ્ય વિમો છે. જો આરોગ્ય વિમો છે, તો આપણે શું કરીએ છીએ. આપણા બધા મેડિકલ બીલ બરાબર સંભાળીને રાખીએ છીએ. ક્યાંક અહીં તહીં ન જાય, કારણ કે આપણને ખબર છે કે તે હશે તો જ આપણે ક્લેમ કરી શકીશું. ત્યારે જઇને મને પૈસા મળશે. જીએસટીમાં જે વ્યવસ્થા છે જે પણ વ્યક્તિ છે તે પોતાના બીલ પ્રસ્તુત કરશે. તેની ખરીદીની જેટલી ચીજો હતી તેનું રીફંડ મળી જશે. અને એટલા માટે આ જે જૂની ચીજો છે કાચ્ચા – પાક્કાની દુનિયા એક પ્રકારથી કાળા નાણાને પણ લાભ આપે છે. તેની પર તેણે સમગ્ર રીતે રોક લગાવી દીધી છે. સમગ્ર રીતે તે બંધ થઇ જશે. આ એક પ્રકારે ભ્રષ્ટાચારથી કાળું ધન સમાપ્ત કરવામાં આ વ્યવસ્થા કામમાં આવશે. અને તેની દિશામાં અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અને હું સમજું છું કે તેનો લાભ મળશે.
આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં ટેક્સની ઉઘરાણી માટે ખૂબ જ મોટી ફોજ છે. ઉપરથી નીચે સુધી ઉઘરાણીનો ખર્ચ પણ વધી રહ્યો છે. આ વ્યવસ્થાના કારણે બધું ઓનલાઇન થવાના લીધે ટેક્નોલોજી આધારિત થવાથી આપણા ઉઘરાણીના ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે. જે પૈસા દેશના ગરીબ વ્યક્તિના વિકાસ, ભલાઇના કામમાં લાગશે. એ પ્રકારે જ્યાં પણ સરકારી વ્યવસ્થાઓની દખલ જોવા મળે છે ત્યાં ક્યાંકને ક્યાંકથી તો ભ્રષ્ટાચારની ગંધ આવવાની શરૂ જ થઇ જાય છે.
આ એક એવી વ્યવસ્થા વિકસીત થઇ રહી છે જે વ્યવસ્થાના કારણે ભ્રષ્ટાચારની આ આખી ઉઘરાણી પ્રક્રિયામાં ઝીરો તરફ જશે. અને તેના કારણે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની દિશામાં આપણને તક મળશે. અહીં ડેટા એકીકરણ થવાનું છે એટલે કે કાચા માલથી લઇને અંતિમ વસ્તુ સુધી દરેક જગ્યાએ ક્યાંકને ક્યાંક તે ઓનલાઇન રજિસ્ટર થઇને જવાનું છે. અને એટલા માટે નેચરલ ક્રોસ ચેકિંગની વ્યવસ્થા છે. અને ક્રોસ ચેકિંગની વ્યવસ્થા હોવાના કારણે ક્યાંય પણ ચોરી તરત જ પકડી શકાય છે. ક્યાંય પણ કંઇ ખોટું થયું છે, ભૂલ થઇ છે, પકડાઇ જાય છે. અને તેના કારણે એક પ્રકારની નિરંતર વ્યવસ્થા. તે વ્યવસ્થા આપણને લાભ કરશે. એક એવી વ્યવસ્થા વિકસીત થઇ રહી છે. જેમાં ટેક્સ ચૂકવનાર અને ટેક્સ લેનારની વચ્ચે એક માનવ દખલ લગભગ લગભગ શૂન્ય થઇ જશે. તેના કારણે આટલું આપશો તો તમારું કામ પૂરું થઇ જશે. આટલું કરશો તો પૂરું થઇ જશે. તે આવશે તો આ થશે, આ તમામ ચીજોથી ભારતનો સામાન્ય માનવી મુક્ત બની જશે. અને તેની દિશામાં, હું સમજું છું કે આપણને ખૂબ જ મોટો લાભ મળવાનો છે. જીએસટીના કારણે એક પ્રકારથી ટેક્સ ચૂકવનારની વ્યવસ્થા જ એવી બની રહી છે કે જેમાં તેમને ઇમાનદારીથી લાભ થાય છે. જેટલું તે આપશે તેને ખબર પડશે કે મને આટલું મળવાનું છે. અને તેના કારણે આ ચીજોનું આપણે કાળું નાણું રોકવામાં પણ સફળ થઇશું.
રાજ્ય અને કેન્દ્રના ટેક્સના આંકડા એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે અને રજિસ્ટ્રેશન હોય, રિટર્ન હોય, ટેક્સ પેમેન્ટની ડિઝિટલ વ્યવસ્થા હોય. આ તમામ ચીજો. ઓનલાઇન થવાના કારણે પારદર્શકતા માટે એક ખૂબ જ મોટું પ્લેટફોર્મ આપણે તેમાં મેળવી શકીએ છીએ અને મેળવીશું.
આગળની દ્રષ્ટિ અરુણજી આપણી સામે મુકશે. આપણા માટે આજે જે અહીં મતદાન કરે છે આ પવિત્ર કાર્યને પૂરું કરશે. પરંતુ 16થી વધારે રાજ્ય જેટલું જલદી તેને પારિત કરશે. એ જરૂરી હશે. તે બાદ પણ ઘણા સંવૈધાનિક વ્યવસ્થાઓ આપણે પૂરી કરવી પડશે. અને ઘણા કાયદા સેન્ટ્રલ જીએસટી છે. ઇન્ટીગ્રેટેડ જીએસટી છે, સ્ટેટ જીએસટી છે. આ તમામ કાયદા આપણે પારિત કરવાના રહેશે. પરંતુ આ તમામ પ્રક્રિયાઓ માટે આજે એક દરવાજો ખુલ્યો છે. અને આપણે એક શુભ શરૂઆતની સાથે આગળ વધી રહ્યા છીએ. અને તેનું પરિણામ હું સમજુ છું કે આગામી દિવસોમાં આપણને મળવાનું છે.
એ પણ સાચું છે કે આપણે લોકોને, કારણ કે નવો વિષય હોય છે તો લોકોને શિક્ષાની પણ જરૂર હોય છે. આઇટીની તૈયારીની જરૂર હોય છે. કાયદાની તૈયારીની જરૂર હોય છે. ટેક્સ ઓથોરિટી ઓફિસર્સની તૈયારીની જરૂર હોય છે. ગ્રાહકની તૈયારીની પણ જરૂર માટે આપણે કામ કરવું પડશે અને ત્યારે જઇને આપણે આ કામને કરી શકીશું.
મારું કહેવાનું તાત્પર્ય એ છે કે દુનિયામાં લોકતંત્રના જે મોટા તજજ્ઞ દેશ માનવામાં આવે છે. લોકતંત્રની દ્રષ્ટિથી દુનિયાને ઉપદેશ આપવાનું જે સામર્થ્ય ધરાવે છે. એવા દેશોમાં પણ ફાઇનાન્સ બીલ જેવી મહત્વપૂર્ણ બાબતો પણ ક્યારેક – ક્યારેક કરાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ હિન્દુસ્તાન છે. આ ભારતનું લોકતંત્ર છે. આ ભારતના લોકોની પરિપક્વતા છે. આ ભારતના રાજકારણીઓની દૂરદ્રષ્ટિ છે કે આજે આપણે વૈચારિક વિરોધી અને રાજકીય માતૃભૂમિ અલગ હોવા છતાં પણ આ મહાન કાર્યને એક સ્વરમાં કરી રહ્યા છીએ. સાથે મળીને કરી રહ્યા છીએ. આ પોતનામાં જ એક ભારતની લોકશાહીની એક ખૂબ જ મોટી તાકાત છે. એક અનૂભુતિ જે પણ બહાર આવતી હોય. પરંતુ આજે હું આ ગૃહની સામે ખૂબ જ ગર્વની સાથે નમ્રતાની સાથે અને તમામ રાજકીય પક્ષોનું સન્માન કરતા ગૌરવ સાથે આ ગૃહમાં જ્યાં પણ બેઠા છો. તમે સામે બેઠા હોવ, નેચરલ બેઠા હોવ પરંતુ આપણે તે વાત માટે ગર્વ કરી શકીએ છીએ કે આ સરકારને લગભગ સો અઠવડિયાથી વધારેનો સમય થયો છે. પરંતુ આ સો અઠવાડિયાથી વધારે સમયમાં આ ગૃહે સોથી વધારે કાયદા પારિત કર્યા છે. સદી ફટકારી દીધી છે. આ જ તો આ ગૃહની તાકાત છે. અને આ દેશના લોકોમાં એક નવો વિશ્વાસ પેદા કરે છે. અને આ કામ માટે તમારા સહુની સકારાત્મક ભૂમિકા રહી છે.
તમામ લોકો અભિનંદનના હકદાર છે. અને મેં જ્યારે ઓલ પાર્ટી મિટિંગ થઇ હતી ત્યારે પણ કહ્યું હતું કે તેનો યશ તમને સહુને જાય છે. તમામ સભ્યોને જાય છે. તમામ રાજકીય પક્ષોને જાય છે. સતત જે – જે લોકોએ પ્રયાસ કર્યો છે. તે તમામને જાય છે અને મને મારા પોતાના વિચાર રાખવાની તક મળી છે. હું અધ્યક્ષ મહોદયા જીનો, ગૃહનો હ્દય પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું. અને આપણે સહુ મળીને આ પગલા તરફ આગળ વધીએ. એવી શુભકામનાઓ આપું છું. ખૂબ – ખૂબ ધન્યવાદ.
AP/J.Khunt/TR/DK
Today is 8th August. Under the leadership of Mahatma Gandhi, the Quit India movement began: PM @narendramodi in the Lok Sabha
— PMO India (@PMOIndia) August 8, 2016
Today, an important move to free the nation from tax terrorism has begun: PM @narendramodi in the Lok Sabha
— PMO India (@PMOIndia) August 8, 2016
Want to thank all parties, state governments. We are taking a decision which RS, LS, States have thought about in great detail: PM in LS
— PMO India (@PMOIndia) August 8, 2016
This can't be seen as a victory of a party or government, it is a win for the democratic ethos of India & a victory for everyone: PM in LS
— PMO India (@PMOIndia) August 8, 2016
Great Step by Team India, Great Step towards Transformation, Great Steps towards Transparency, this is GST: PM @narendramodi in Lok Sabha
— PMO India (@PMOIndia) August 8, 2016
Having been a CM, now it became easier for me to address issues that CMs could have faced with the GST: PM @narendramodi in the Lok Sabha
— PMO India (@PMOIndia) August 8, 2016
Lot of flaws have been overcome as far as the GST is concerned: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 8, 2016
Had met both Sonia ji and Manmohan ji. One is a LS MP and other RS MP. Question of treating LS as junior house does not arise: PM in LS
— PMO India (@PMOIndia) August 8, 2016
Rashtraneeti is bigger than Rajneeti: PM @narendramodi in the Lok Sabha #TransformingIndia
— PMO India (@PMOIndia) August 8, 2016
Consumer & small businesses will gain tremendously. Small business will feel more secure with this. Small business is our strength: PM in LS
— PMO India (@PMOIndia) August 8, 2016
Economic and educational empowerment of the poor is what we are focusing on, so that we can mitigate poverty: PM @narendramodi in Lok Sabha
— PMO India (@PMOIndia) August 8, 2016