Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના કર્મચારીઓ માટે વયનિવૃત્તિના લાભોના ભાગરૂપે પેન્શનની નવી યોજના અને નિવૃત્તિ પછીની મેડિકલ સ્કીમ્સ દાખલ કરવા મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એફસીઆઈ)ના કર્મચારીઓ માટે જાહેર એકમોના વિભાગ (ડીપીઈ)ની માર્ગદર્શિકાઓ અનુસાર વયનિવૃત્તિના લાભોના ભાગરૂપે પેન્શનની નવી યોજના અને નિવૃત્તિ પછીની મેડિકલ સ્કીમ્સ દાખલ કરવા મંજૂરી આપી છે.

કર્મચરીઓના પ્રવર્તમાન પગાર ધોરણોને આધારે બંને યોજનાઓને પગલે દર વર્ષે સંયુક્ત કુલ આશરે 134.4 કરોડની નાણાંકીય બોજો પડશે.

એફસીઆઈના કર્મચારીઓ માટે પેન્શનની નવી યોજનાની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે –

1. આવરી લીધેલ ક્ષેત્ર – કોર્પોરેશનના પે રોલ પર 01.12.2008ના રોજ અથવા તે પછી નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓ. (શ્રેણી 1, 2, 3 અને 4)ને આ યોજના હેઠળ આવરી લેવાયા છે.

2. યોગ્યતા – મૃત્યુ સિવાયના કિસ્સામાં વયનિવૃત્તિ પહેલા ઓછામાં ઓછા 15 વર્ષની સેવા

3. અમલીકરણ માટે લાગુ પડતી તારીખ – 01.12.2008 (વેતન સુધારેલા ભથ્થાની અસરકારક તારીખ મુજબ)

4. નોકરીદાતાનો ફાળો – 01.12.2008ના રોજના કે તે પછી નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓ માટે દર મહિને બેઝિક પગાર અને ડીએના 10 ટકા

5. કર્મચારીઓનો ફરજિયાત ફાળો – દર મહિને બેઝિક પગાર વત્તા ડીએના બે ટકા. કર્મચારીઓનો સ્વૈચ્છિક ફાળો – દર મહિને બેઝિક પગાર વત્તા ડીએના 25 ટકા સુધી

6. લાભ – વયનિવૃત્તિ સમયે પેન્શન (વાર્ષિકી) અને મૃત્યુ કવર.

એફસીઆઈના કર્મચારીઓ માટે નિવૃત્તિ પછીની નવી મેડિકલ સ્કીમ્સના મુખ્ય મુદ્દા –

1. લાગુ પડવું – નિવૃત્ત કર્મચારીઓ માટે હાલમાં કર્મચારીઓના ભંડોળથી ચાલતી મેડિકલ હેલ્થ સ્કીમના સભ્યો એવા નિવૃત્ત કર્મચારીઓ સહિત કોર્પોરેશનના શ્રેણી 1, 2, 3 અને 4ના તમામ કર્મચારીઓ

2. યોગ્યતા – મૃત્યુ સિવાયના કિસ્સામાં વયનિવૃત્તિ પહેલા ઓછામાં ઓછા 15 વર્ષની સેવા

3. નોકરીદાતાનો ફાળો – 01.04.2016ની અસરથી બેઝિક વત્તા ડીએના 3.83 ટકા

4. કર્મચારીનો ફાળો – નિવૃત્તિ સમયે અથવા સેવા દરમિયાન મૃત્યુ સમયે (પતિ કે પત્ની માટે) છેલ્લો મેળવેલો બેઝિક પગાર અને ડીએ, ઓછામાં ઓછો ફાળો 10,000 હોવો જોઈએ.

5. આવરી લીધેલ ક્ષેત્ર – આ યોજના નિવૃત્ત સભ્ય, તેના પતિ કે પત્ની અને આશ્રિત અક્ષમ બાળકનો ભારતની કોઈ પણ હોસ્પિટલનો ખર્ચ એકંદર વાર્ષિક મર્યાદા સાથે આવરી લે છે.

પશ્ચાદ્ ભૂમિકાઃ

ફૂડ કોર્પોરેશન્સ એક્ટ, 1964 હેઠળ વર્ષ 1965માં અનાજ અને અન્ય ખાદ્યસામગ્રીની ખરીદી, સંગ્રહ, વિતરણ અને વેચાણના હેતુથી એફસીઆઈની સ્થાપના કરાઈ હતી. આટલા વર્ષોમાં તેણે દેશમાં ખાદ્ય સુરક્ષાના ધ્યેયને હાંસલ કરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેના વ્યૂહાત્મક મહત્ત્વ, કામકાજના કદ તેમજ અન્ય માપદંડોને કારણે એફસીઆઈ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈસીઝ (સીપીએસઈઝ)માં શિડ્યુલ ‘એ’માં સ્થાન મેળવે છે.

AP/J.Khunt/TR/GP