Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દેહાંત અંગે શોક વ્યક્ત કર્યો છે, તેઓ આવતીકાલે સાળંગપુર ખાતે સ્વામીજીનાં અંતિમ દર્શન માટે જશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના બ્રહ્મલીન થવા અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથેની પોતાની વાતચીત યાદ કરતા જણાવ્યું હતું કે સ્વામીજી મારા માર્ગદર્શક હતા અને તેમણે સમાજ માટે કરેલી સેવાઓ હંમેશા યાદગાર રહેશે.

આવતીકાલે સવારે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યા બાદ તેઓ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનાં અંતિમ દર્શન માટે ગુજરાતમાં સાળંગપુર ખાતે જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવા નિષ્ઠાવાન આગેવાન હતા, જેમણે માનવીમાં કરુણા અને માનવતા અંકિત કર્યાં. તેમણે સમાજ માટે કરેલી સેવાઓ હંમેશા યાદગાર રહેશે.”