Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે આદાનપ્રદાન કર્યું

પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે આદાનપ્રદાન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મારફતે તેમના ચૌદમા આદાનપ્રદાનની અધ્યક્ષતા કરી હતી. પ્રગતિ એ સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.

પ્રધાનમંત્રીએ શાળા શિક્ષણ અને સાક્ષરતા સાથે સંબંધિત ફરિયાદોના સંચાલન અને નિવારણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકોમાં હવે અપેક્ષા છે કે સરકાર તેમની ફરિયાદોનું નિવારણ કરવા સક્ષમ છે. પ્રધાનમંત્રીએ ખાસ કરીને સંબંધિત અધિકારીઓને વિદ્યાર્થીઓની ફરિયાદોનું નિવારણ કરવા તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાંઓને વ્યવસ્થિત કરવા જણાવ્યું હતું. તેમણે અધિકારીઓને શાળાના બાળકોને પ્રતિકૂળતાનો સામનો ન કરવો પડે તેવી સુનિશ્ચિતતા કરવા ઉપલબ્ધ તમામ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેનાથી વિદ્યાર્થીઓને ઉપયોગમાં ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે એ માટે પરીક્ષા કેન્દ્રોના યોગ્ય સ્થળ નક્કી કરવામાં મદદ મળી શકે છે.

સુગમ્ય ભારત અભિયાનની પ્રગતિની સમીક્ષા કરતા પ્રધાનમંત્રીએ શાળાઓ, સરકારી ઇમારતો અને રેલવે સ્ટેશનો વગેરેમાં સુલભતા વધારવામાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ વિભાગો દ્વારા આ સંબંધમાં દાખવવામાં આવેલી સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી.

આધાર નોંધણીની પ્રગતિની પ્રશંસા દરમિયાન તે નોંધવામાં આવ્યું હતું કે, આધાર હેઠળ કુલ નોંધણી 150 કરોડ થઈ છે અને વિશેષ ધ્યાન ઉત્તર-પૂર્વના રાજ્યોને આપવામાં આવે છે, જે આ બાબતે પાછળ છે. પ્રધાનમંત્રીએ રાજ્યોને 5થી 18 વર્ષની વયજૂથના બાળકોમાં નોંધણીની પ્રક્રિયાને વેગ આપવા વિનંતી કરી હતી, જેથી તેમને શિષ્યાવૃત્તિઓ અને અન્ય શૈક્ષણિક ફાયદા મળે.

પ્રધાનમંત્રીએ પંજાબ, હિમાચલપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, સિક્કિમ અને મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં પથરાયેલા માર્ગ, રેલવે અને વીજ ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા પણ કરી હતી. સમીક્ષા થયેલા પ્રોજેક્ટ્સમાં નાંગલ ડેમ – તલવાડા રેલવે લાઇન સામેલ હતી, જે સૌપ્રથમ 1981-82માં મંજૂર કરવામાં આવી હતી અને ત્યારથી વિલંબિત હતી. પ્રધાનમંત્રી મોદી હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્ય સચિવોની કામગીરીથી પ્રભાવિત થયા હતા. તેમણે આ પ્રોજેક્ટ વધુ વિલંબ ટાળવા મૂળભૂત સ્તરે કાર્યો સુલભ કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.