Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે એરપોર્ટસ ઓથોરિટી ઑફ ઈન્ડિયાની જમીન આસામ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોર્ડોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સેન્ટર ફોર પેરિશેબલ કાર્ગો માટે લીઝ પર આપવા મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે એએઆઈની 4050 ચોરસ મીટર જમીન, આસામ સરકારના એકમ આસામ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એઆઈડીસી)ને લીઝ પર આપવા મંજૂરી આપી છે. આ જમીન સેન્ટર ફોર પેરિશેબલ કાર્ગો (સીપીસી) સ્થાપવા માટે વપરાશે અને ભવિષ્યમાં ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોર્ડોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એલજીબીઆઈ એરપોર્ટ) ખાતે તેનું વિસ્તરણ કરાશે.

લીઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા બાદ એએઆઈ આ જમીન પેટે સાત વર્ષના ગાળા માટે વાર્ષિક એક રૂપિયાની ટોકન લાયસન્સ ફી વસૂલ કરશે. શરૂઆતનો સાત વર્ષનો સમયગાળો પૂરો થયા પછી નવો લીઝ સમયગાળો એએઆઈની તત્કાલીન નીતિ મુજબ લાગુ કરાશે.

પશ્ચાદ્ભૂમિકાઃ

ભારતમાં ઉત્તર પૂર્વનો પ્રદેશ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ છે. કૃષિ અને બાગાયત ચીજોની કમાણીને પગલે ઉત્તર પૂર્વના રાજ્યોની આર્થિક પરિસ્થિતિ સુધરશે. આ પ્રદેશમાં નાશવંત ચીજવસ્તુઓની કાર્ગો નિકાસોને પ્રોત્સાહન આપવાની જરૂર છે, જેનાથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે રોજગારની તકો સર્જાશે. ગુવાહાટીથી નાશવંત ચીજો (પેરિશેબલ)ના કાર્ગો હવાઈ માર્ગે લઈ જવાની સવલતો વધુ અસરકારક હોવી જરૂરી છે. એટલા માટે સીપીસી સ્થાપવા અને ગુવાહાટી ખાતે એલજીબીઆઈ એરપોર્ટ ખાતેના ભાવિ વિસ્તરણ માટે એએઆઈની 4050 ચોરસ મીટર જમીન એઆઈડીસીને લીઝ પર આપવાનું નક્કી કરાયું છે.

TR