Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વર્ષ 2020, 2024 અને 2028માં યોજાનારી આગામી ત્રણ ઓલિમ્પિકસ માટે ટાસ્ક ફોર્સ રચવાની પ્રધાનમંત્રી દ્વારા જાહેરાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાન મંડળની બેઠકમાં આજે એવી જાહેરાત કરી હતી કે વર્ષ 2020, 2024 અને 2028માં યોજાનારી આગામી ત્રણ ઓલિમ્પિકસ રમતોમાં ભારતીય રમતવીરો અસરકારક રીતે સામેલ થઈ શકે તે માટે એક ઘનિષ્ઠ એકશન પ્લાન ઘડી કાઢવા માટે આવશે.

આ ટાસ્ક ફોર્સ રમતગમતની સુવિધાઓ,તાલીમ, પસંદગી પધ્ધતિ અને અન્ય સંબંધિત બાબતો અંગે એકંદર વ્યૂહરચના તૈયાર કરશે. આ ટાસ્કફોર્સમાં અંદરના તથા બહારના નિષ્ણાતોને સામેલ કરાશે. પ્રધાનમંત્રીએ કહ્યુંકે આ ટાસ્કફોર્સની આગામી થોડા દિવસોમાં રચના કરાશે.

TR