પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે સીઈઆરટી-ઈન તા. 20મી મે, 2016નારોજ ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) અને મિન્સ્ટ્રી ઓફ કેબિનેટ ઓફિસ, યુકે (CERT UKનું પ્રતિનિધિત્વ ધરાવતી કેબિનેટ ઓફિસ ઓન સાયબર સિક્યોરિટી)વચ્ચે થયેલા કરાર અંગે કેબિનેટને માહિતગાર કરી હતી.
આ સમજૂતિના કરારનો ઈરાદો ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે માહિતી, તપાસના અનુભવ, ઠરાવો અને સલામતિ સંબંધિત ઘટનાઓના આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે.
માનનિય પ્રધાનમંત્રીશ્રીની નવેમ્બર, 2015માં યોજાયેલી યુકેની મુલાકાત દરમિયાન સાયબર સિક્યોરિટી ચર્ચાના મુખ્ય વિષયોમાં સમાવેશ પામતી હતી. આ સમજૂતિના કરાર થવાને કારણે એમાં સામેલ થયેલા દેશો સાયબર એટેક્સ અંગેની ટેકનિકલ માહિતી અને સાયબર સિકોયોરિટીની ઘટનાઓના પ્રતિભાવનું આદાન-પ્રદાન કરી શકશે અને સાયબર એટેક્સ ખાળવાના ઉપાયો શોધી કાઢશે. તે સાયબર સિક્યોરિટી અંગેની પ્રવર્તમાન નીતિઓની અને ઉત્તમ પ્રણાલીઓની આપ-લે પણ કરશે. આ સમજૂતિના કરારથી બંને દેશોનું સાયબર ક્ષેત્ર મજબૂત થશે, ક્ષમતા નિર્માણ થશે અને બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે.
આ અગાઉ CERT-In દ્વારા કોરીયા, કેનેડા, મલેશીયા, સિંગાપુર, જાપાન, અને ઉઝબેકિસ્તાન જેવા અંદાજે 7 સાથી દેશો/સમાન પ્રકારની સંસ્થાઓ સાથે સમજૂતિના કરાર કરવામાં આવ્યા હતા. ભારત સરકારના વિદેશ વિભાગે શાંગહાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સાથે પણ વિવિધ ક્ષેત્રોમાંના એક ક્ષેત્ર તરીકે સાયબર સિક્યોરિટી ક્ષેત્રે કરાર કર્યા છે.
AP/TR/GP