પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે હાયર એજ્યુકેશન ફાઇનાન્સિંગ એજન્સી (એચઇએફએ) રચવાની મંજૂરી આપી છે, જે ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધા ઊભી કરવાની કામગીરીને વેગ આપશે.
એચઇએફએ રૂ. 2000 કરોડની અધિકૃત મૂડી સાથે ઓળખ કરાયેલ પ્રમોટર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) દ્વારા સંયુક્તપણે પ્રમોટ કરવામાં આવશે. સરકારી ઇક્વિટી રૂ. 1,000 કરોડ હશે.
એચઇએફએની રચના સરકારી બેંક/સરકારી માલિકીની એનબીએફસી (પ્રમોટર)ની અંદર એસપીવી (સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ) તરીકે થશે. તે આઇઆઇટી/આઇઆઇએમ/એનઆઇટી તથા અન્ય આવી સંસ્થાઓમાં વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધા અને પ્રયોગશાળાઓ વિકસાવવા પ્રોજેક્ટને રૂ. 20,000 કરોડ સુધીની ઇક્વિટી ઊભી કરશે.
એચઇએફએ સરકારી એકમો/કોર્પોરેટ પાસેથી સીએસઆર ફંડ મેળવવામાં પણ સહાય કરશે, જે આ સંસ્થોમાં અનુદાનના આધારે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે તબક્કાવાર રીતે આપવામાં આવશે.
એચઇએફએ 10 વર્ષની લોન મારફતે નાગરિક અને પ્રયોગશાળાના માળખાગત પ્રોજેક્ટ્સને ધિરાણ આપશે. લોનનો મુખ્ય હિસ્સો સંસ્થાની “આંતરિક ઉપજ” (ફી, સંશોધન વગેરેની આવક) મારફતે પુનઃચુકવવામાં આવશે. સરકાર નિયમન યોજનાની સહાય મારફતે વ્યાજનો હિસ્સો ચુકવશે.
કેન્દ્ર સરકારના ફંડથી ચાલતી ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓ એચઇએફએના સભ્યો તરીકે જોડાવાને પાત્ર બનશે. સભ્ય તરીકે જોડાવા સંસ્થાએ 10 વર્ષના ગાળા માટે એચઇએફએને આંતરિક ઉપાર્જનમાંથી ચોક્કસ રકમ એસ્ક્રો તરીકે આપવા સંમત થવું પડશે. ભવિષ્યમાં નાણાંના સુરક્ષિત પ્રવાહની એચઇએફએ દ્વારા બજારમાંથી ભંડોળ ઊભું કરવા સિક્યોરિટાઇઝ કરવામાં આવશે. દરેક સભ્ય સંસ્થા આંતરિક ઉપાર્જનમાંથી એસ્ક્રો તરીકે સંમત થયેલી રકમના આધારે એચઇએફએ દ્વારા નક્કી ધિરાણ મર્યાદા માટે લાયક બનશે.
TR