પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટે નાણાંકીય વર્ષ 2015-16 માટે રેલવેના બોનસપાત્ર નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસના વેતન જેટલું ઉત્પાદકતા સાથે સંકલિત બોનસ (પીએલબી) આપવાને મંજૂરી આપી છે( જેમાં આરપીએફ, આરપીએફએસ કર્મચારીઓનો સમાવેશ થતો નથી). આ મંજૂરીને કારણે અંદાજે રૂ.2090.96 કરોડની નાણાંકીય અસર થશે.
ઉત્પાદકતા સાથે સંકલિત બોનસને કારણે મોટી સંખ્યા ધરાવતા રેલવેના કર્મચારીઓને ઔદ્યોગિક શાંતિ જાળવવા સાથે રેલવેમાં તેમની કામગીરી સુધારવાનું પ્રોત્સાહન પ્રાપ્ત થશે.
આ બોનસની ચૂકવણી બોનસ મળવાપાત્ર કર્મચારીઓને દશેરા/ પૂજાના તહેવાર પહેલા થઈ જશે.
AP/JKhunt/TR/GP