Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડ, કોલકતાને બંધ કરવાને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે કંપનીઓના કાયદા 1956/2013, ઔદ્યોગિક વિવાદ ધારા 1847 અને અન્ય સંબંધિત કાયદાઓની જોગવાઈઓ હેઠળ હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડ, કોલકતાને બંધ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કર્મચારીઓને 2007ના અનુમાનિત પે સ્કેલ હેઠળ વીઆરએસ/વીએસએસ પેકેજ આપવામાં આવશે. આ ઉપરાંત એપ્રિલ 2015થી શરૂ કરીને તેમને છૂટા કરવામાં આવે ત્યાં સુધીની કંપનીના કર્મચારીઓની વેતન અને ભથ્થા અંગેની સંકળાયેલી જવાબદારીઓ સારી રીતે સરભર કરવામાં આવશે. કંપનીની અસ્કયામતોનું જાહેર સાહસોના વિભાગ દ્વારા માંદા અને ખોટ કરતા એકમોનું તથા સ્થાવર અને જંગમ મિલકતો (CPSE)ના નિકાલ અંગેની માર્ગદર્શિકા હેઠળ સમયબધ્ધ નિકાલ કરવામાં આવશે.
કંપની બંધ કરવા માટે 1309.90 કરોડની રોકડ રકમ નાખવામાં આવશે જ્યારે નોન-કેશ રકમ રૂ.3467.15 કરોડ જેટલી રહેશે. જેમાં તા. 30-9- 2016ના રોજ બાકી રહેતા લેણાનું ભારત સરકારની લોન (વ્યાજ સહિત)માં રૂપાંતર કરવાનો સમાવેશ થાય છે.

આ યોજનાને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળના કોન્સોર્ટીયમ એચસીએલ, કોલકતાના સિક્યોર્ડ ક્રેડીટર્સ દ્વારા ઉદાર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. વન ટાઈમ સેટલમેન્ટ(OTC)ની શરતોમાં મુદ્દલ ઉપરનું વ્યાજ સંપૂર્ણપણે જતું કરવાનો તથા તેમની પાસે રહેલા અધિકારોનું સમાન ધોરણે સેટલમેન્ટ કરવામાં રૂ.305.63 કરોડની મૂળ રકમનો સમાવેશ થાય છે.

કંપનીમાં છેક જાન્યુઆરી 2003થી કોઈ ઉત્પાદનની પ્રવૃત્તિ થતી ન હતી. કંપનીના કર્મચારીઓને 1997ના ધોરણ મુજબ પગાર મળતો હતો. વેતન તથા પગાર નહીં ચૂકવવાને કારણે કર્મચારીઓ માટે જીવન ટકાવવાનું તથા પોતાની તાકીદની નાણાંકીય જરૂરિયાતો પૂર્ણ કરવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. તેમને અપાયેલા વીઆરએસ/વીએસએસ પેકેજ તથા લ્હેણી જવાબદારીઓ ચૂકવાતા કર્મચારીઓ તેમની હાલની નાણાંકીય કટોકટીમાંથી બહાર આવશે. આ રકમથી કર્મચારીઓને નિવૃત્તિ પછી પુનર્વસનમાં સહાય થશે. હાલમાં કંપનીને સમયબધ્ધ બંધ કરવાને કારણે કંપની પાસે ઉપલબ્ધ મૂલ્યવાન અસ્કયામતોમાંથી મહત્તમ રકમ મેળવી શકાશે.

પશ્ચાદ્દ ભૂમિકા

એચસીએલની સ્થાપના વર્ષ 1952માં કરવામાં આવી હતી. તેના 4 એકમો રૂપનારાયણપુર (પશ્ચિમ બંગાળ), હૈદરાબાદ (તેલંગણા), નૈની (યુ.પી.) અને નરેન્દ્રપુર (પશ્ચિમ બંગાળ) ખાતે આવેલા છે. કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ કોલકત્તામાં આવેલી છે. આ કંપનીની સ્થાપના સરકારી માલિકીની ટેલિકોમ કંપનીઓ બીએસએનએલ અને એમટીએનએલ માટે ટેલિકોમ કેબલના ઉત્પાદન માટે કરાઈ હતી. ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજીમાં ઝડપથી થયેલા ફેરફારો (વાયર-લાઈન થી વાયરલેસ) ને કારણે ટેલિકોમ કેબલની માગમાં ભારે ઘટાડો થયો હતો. ભારે ઉદ્યોગોના મંત્રાલય દ્વારા આ કંપનીને પુનર્જીવિત કરવા પ્રયાસો થયા હતા, પણ તે નિષ્ફળ નિવડ્યા હતા. એચસીએલના એકમો સંરક્ષણ મંત્રાલય/સંરક્ષણ ઉત્પાદન વિભાગને તબદીલ કરવા માટેના પ્રયાસો થયા હતા, પણ તેના કોઈ પરિણામો મળ્યા ન હતા. બાયફર અને બીઆરપીએસઈની ભલામણો અનુસાર કંપનીને સમેટી લેવાની દરખાસ્ત કરાઈ હતી અને તેના રોડ મેપને 29-12-2014ના રોજ સીસીઈએ દ્વારા માંદા સીપીએસઈ એકમોને પૂરા પડાતા નોન-પ્લાન અંદાજપત્રિય સપોર્ટને આધારે તબક્કાવાર બંધ કરવા મંજૂરી મળી હતી.
આ કંપની છેક 2002થી બાયફર સમક્ષ લઈ જવામાં આવી હતી. આ કંપનીને બંધ કરવાના ભારત સરકારના નિર્ણયની બાયફરને મંજૂરી મેળવવા માટે જાણ કરાઈ હતી. કંપનીના કર્મચારીઓને આકર્ષક વીઆરએસ/વીએસએસ આપવામાં આવશે, ઔદ્યોગિક વિવાદ ધારા 1947 હેઠળ છટણીની પ્રક્રિયા હાથ ધરાશે, સિક્યોર્ડ ક્રેડિટરને આપવાનું થતું વન ટાઈમ સેટલમેન્ટ કંપનીની જમીનો મુક્ત કરીને મેળવાશે. કંપનીની અન્ય જવાબદારીઓમાં કંપની બંધ કરવાની પ્રક્રિયામાં સંકળાયેલી વૈધાનિક જવાબદારીઓની કાયદાની જોગવાઈઓ હેઠળ તથા જાહેર સાહસોના વિભાગની ઉપર દર્શાવેલી માર્ગરેખાઓ અનુસાર કાળજી લેવાશે.

AP/JKhunt/TR/GP