Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે પેરિસ સંધિની બહાલીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે પેરિસ સંધિ (આબોહવા પરિવર્તન અંગે)ને બીજી ઓક્ટોબર, 2016, ગાંધીજયંતીના રોજ બહાલી આપવા માટે મંજૂરી આપી છે.

ગયા વર્ષે 12મી ડિસેમ્બર, 2015ના રોજ પેરિસ સંધિ 185 દેશોએ સ્વીકારી હતી અને ભારતે ચાલુ વર્ષે 22મી એપ્રિલ, 2016ના રોજ ન્યુ યૉર્ક ખાતે પેરિસ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. અત્યાર સુધીમાં કુલ 191 દેશોએ પેરિસ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. પેરિસ સંધિની જોગવાઈઓ અનુસાર, કુલ વૈશ્વિક ઉત્સર્જનમાં 55 ટકા ફાળો નોંધાવતા 55 દેશો આ સંધિને બહાલી આપશે ત્યારે આ સંધિ અમલમાં આવશે. અત્યાર સુધીમાં 61 દેશોએ બહાલી, સ્વીકાર કે મંજૂરીને લગતા તેમના સાધનો જમા કરાવ્યા છે, જે કુલ વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના 47.79 ટકા થાય છે.

પેરિસ સંધિને ભારતની બહાલીના નિર્ણયને પગલે સંધિને બહાલી આપનાર દેશોના ઉત્સર્જનના એકત્રિત સ્તરનો આંકડો વધીને 51.89 ટકા થશે. અન્ય કેટલાક દેશોએ પણ આ વર્ષ પૂરું થાય તે પહેલા સાથે જોડાવા અને સંધિને બહાલી આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેથી સંધિ ટૂંક સમયમાં જ અમલી બનશે અને આબોહવા પરિવર્તનના મુદ્દે ઝડપભેર વૈશ્વિક પગલા લેવાશે તેવું અનુમાન છે.

સંધિને બહાલી આપવાના નિર્ણયને પગલે ભારત, પેરિસ એગ્રીમેન્ટ અમલી બનાવવામાં મહત્ત્વના દેશોમાંનો એક હશે. પેરિસ સંધિ પર આંતરરાષ્ટ્રીય સહમતિ સુનિશ્ચિત કરવામાં ભારતે ભજવેલી મહત્ત્વની ભૂમિકાને કારણે આજના નિર્ણયને પગલે પર્યાવરણના રક્ષણ અને આબોહવા ન્યાયના વૈશ્વિક મુદ્દા માટે પ્રતિબદ્ધ દેશોમાં ભારતનું જવાબદાર નેતૃત્ત્વ વધુ સુનિશ્ચિત થશે.

પેરિસ સંધિને બહાલીને મંજૂરી આપવાની સાથે કેન્દ્રીય મંત્રીમંડળે એમ પણ નક્કી કર્યું છે કે ભારતે એવું જાહેર કરવું જોઈએ કે ભારત તેના રાષ્ટ્રીય કાયદા, તેના વિકાસના એજન્ડા, અમલીકરણના સાધનોની ઉપલબ્ધિ, આબોહવા પરિવર્તન સામે લડવાની વૈશ્વિક પ્રતિબદ્ધતાની તેની આકારણી અને સંધિને જેમાં બહાલી અપાઈ રહી છે, તે સંદર્ભ તરીકે ઊર્જાના સ્વચ્છ સ્ત્રોત પરવડે તે રીતે ઉપલબ્ધ કરાવશે.

પેરિસ સંધિ વર્ષ 2020 પછીના આબોહવા અંગેના પગલાઓને અનુલક્ષીને છે. 2020 પહેલાના સમયગાળામાં વિકસિત દેશોએ ક્યોટો પ્રોટોકોલ અનુસાર કાર્ય કરવાનું રહેશે અને કેટલાક વિકાસશીલ દેશોએ સ્વૈચ્છિક પ્રતિજ્ઞા લીધી છે.

AP/JKhunt/TR/GP