પીએમઇન્ડિયા
તમામ વરિષ્ઠ મહાનુભાવ,
આજે જે લોકોને એવોર્ડ મળ્યો છે. તે તમામને મારા તરફથી ખૂબ – ખૂબ અભિનંદન. અને ઘણા લોકો એવા હશે જેઓ કદાચ એવોર્ડ સુધી પહોંચી શક્યા નથી પરંતુ ખૂબ જ નજીક હશે. હું તેમને પણ અભિનંદન આપું છું. જેથી આ પરંપરા ચાલતી રહે. દરેક કોઇને કલમ, દરેક કોઇના વિચાર અને તેમની મહેનત દેશને આગળ વધારવામાં કોઇને કોઇ પ્રકારે યોગદાન આપે છે.
ઘણા લોકો હોય છે જે પોતાના જીવનકાળમાં પોતાના ક્ષેત્રમાં જગ્યા બનાવે છે. અમુક લોકો હોય છે, જે પોતાના જીવનકારળમાં પોતાના કાર્ય ક્ષેત્રની બહાર પણ પોતાની જગ્યા બનાવે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો હોય છે, જે પોતાના જીવનકાળ બાદ પણ પોતાના ક્ષેત્રમાં, પોતાના ક્ષેત્રની પરિધીમાં પોતાનું સ્થાન બનાવે છે અમરત્વને પ્રાપ્ત કરે છે. અને તે નામ છે રામનાથ ગોયનકાજીનું .
આ મારું સૌભાગ્ય રહ્યું છે કે મને રામનાથજીના દર્શન કરવાની તક મળી હતી. તે ગુજરાત આવ્યા હતા. હવે તે જે સ્થાન પર હતા, તો સ્વભાવિક છે કે તેમને મળનાર કોઇ રાજકિય પાર્ટીના અધ્યક્ષ હોઇ શકે અથવા મુખ્યમંત્રી હોઇ શકે કે મીડિયાના લાગ્યું હોય કે ભવિષ્યમાં આ કોઇ મોટા એડિટર બની શકે છે. હું કંઇ જ નહોતો. કદાચ તે શહેરના કોઇ એડિટર પાસે મેં સમય માંગયો હોત તો એમણે પણ મહિના સુધી ટાઇમ ન આપ્યો હોત. પરંતુ રામનાથજીના દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જયપ્રકાશજીના આંદોલનનો તે સમય હતો. અને રામનાથજીની અંદર જે આગ હતી. તે આગનો અનુભવ કરી શકતા હતા. અને તે ઇન્ડિયન એક્સપ્રેસ એક અખબાર અને તેના માટે હતું તેમ નહોતું. તેમને જે અખબારના માધ્યમથી જે અભિવ્યક્ત થતું હતું, તેનાથી પણ સંતોષ થતો નહોતો. તેમની ભાવનાઓ માટે અખબાર નાનું પડતું હતું. અને એટલા માટે તે અખબારની પરિધી બહાર પણ કંઇક કરવા માગતા હતા અને કરતા રહેતા હતા. અને જયપ્રકાશજીની પાછળ એક તાકાત બનીને ઉભા રહેવાનું કામ જો કોઇએ તે સમયે કર્યું હોય તો તે ગોયનકાજીએ કર્યું હતું. પોતાના સિદ્ધાંતોના એટલા પાક્કા રહ્યા હતા, એ હદમાં રહ્યા હતા કે જે પરિવારના સંબંધ અંગે તમામ લોકો જાણે છે. તેમની સાથે જો નિકટ સંબંધ હોય તો ખબર નહીં ક્યાંથી ક્યાં તે વ્યક્તિને પહોંચાડી દે. કેટકેટલું મેળવી લે છે, તે પરિવારની કૃપા માટે પ્રયત્ન કરનારાઓની કોઇ કમી રહી નથી. સિદ્ધાંતોના આધારે આ પરિવાર સાથે નિકટતા હતા. પરંતુ સિદ્ધાંતોના આધાર પર પરિવાર સાથે સંબંધ તોડવાનું સાહસ કોઇએ દર્શાવ્યું હોય તો તે શ્રીમાન ગોયનકાજીએ દર્શાવ્યું હતું અને સિદ્ધાંતો તથા આદર્શો પર.
અને એટલા માટે પત્રકારત્વ કલમના માધ્યમથી જે પ્રગટ થાય છે. જે બીજા દિવસે અખબારમાં જે લોકો વાંચે છે. ત્યાં સુધી સીમિત નથી રહ્યું. અને ભારતનો સમગ્ર ઇતિહાસ જોઇએ, મને ખબર નથી કે આજે પત્રકારત્વના વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્રમ શું હોય છે. પરંતુ જો આપણે ભારતના પત્રકારત્વના ઇતિહાસને જોઇએ. તેની આખી વિકાસ યાત્રા આઝાદીના આંદોલનની વિકાસ યાત્રા સાથે જોડાયેલી હતી. આ દેશનું આઝાદીનું કોઇ આંદોલન એવું નહોતું, જે કોઇને કોઇ અખબાર સાથે જોડાયું ન હોય. અને દરેક કોઇને લાગતું હતું કે અંગ્રેજ હુકુમતની સામ લડવું છે તો મારી પાસે આ પણ એક સાધન છે, તે લડતા હતા. અને મોટાભાગે પત્રકારત્વના ક્ષેત્ર દ્વારા સેવાના ભાવથી દેશનું આઝાદીનું આંદોલનને ચલાવનારા લોકોને ઘણા વર્ષો સુધી જેલમાં જિંદગી પસાર કરવી પડી હતી. પરંતુ તેમણે લડત છોડી નહોતી. અને આપમે દેશના દરેક મોટા વ્યક્તિના નામ ભલે તિલકજી લઇએ, ગાંધીજી લઇએ, દરેક કોઇનું નામ, શ્રી અરવિંદો, દરેક કોઇ પોતાના જીવનના તે સમયમાં અખબારના માધ્યમથી આઝાદીના આંદોલનમાં ખૂબ જ મોટી તાકાત બન્યા હતા. હિન્દુસ્તાનની વધુ એક વિશેષતા આપણે અનુભવ કરીએ છીએ કે આપણા જે માતા સરસ્વતીના સંતાન છે. કવિતા જેમની સહજ હોય છે, સાહિત્યની રચના સરળ હોય છે. માતા સરસ્વતીના આશીર્વાદ વિરાજમાન રહે છે. પરંતુ એક સમય એવો હતો કે ભારતના લગભગ લગભગ તમામ મોટા સાહિત્યકાર પત્રકારત્વ સાથે જોડાવાનું પસંદ કરતા હતા. અને પત્રકારત્વ શીખી શકાતું નથી. તે કવિતાથી ભાવને જગાડતા હતા, પરંતુ પત્રકારત્વથી જે જોશ ભરતા હતા, આંદોલન માટે પ્રેરિત કરતા હતા, કવિતાની તાકાતથી વધારે તેમને તે સમયે પત્રકારત્વની તાકાતની અનૂભુતિ થતી હતી. અને એનાથી કવિતાનો માર્ગ પોતાના આનંદ માટે. પરંતુ રાષ્ટ્ર કલ્યાણ માટે પત્રકારત્વનો માર્ગ આ સાહિત્યિક જીવનની આખી પેઢી આપણા માટે પડી છે. એટલે કે એક પ્રકારથી ભારતની યાત્રા છે. અને અંગ્રેજ હુકુમતે પણ જે સંકટના અમુક ક્ષેત્ર જોયા હતા. તેમાં એક ક્ષેત્ર હતું. આ લખતા વાંચતા લોકો. અને તેમને લાગતું હતું કે આ છે તેમની સામે કોઇને કોઇ વ્યવસ્થા કરવી જોઇએ, લડાઇ કરવી જોઇએ.
દેશ આઝાદ થયો, આઝાદી બાદ ભારતના લોકતંત્રને મજબૂત બનાવવામાં, લોકતંત્રને યોગ્ય દિશામાં ચલાવવા માટે ભારતના પત્રકારત્વની મહત્વની ભૂમિકા રહેલી છે. કોઇની ટીકા માટે નહીં. કોઇને ખરાબ કહેવા માટે નહીં. પરંતુ આપણે જાણીએ છીએ કે માની લો કે કોઇ મોટો રોગચાળો આવી ગયો. બીમારી આવી ગઇ, તો દરેક કોઇ પહેલા આવેલી મોટી બીમારીને યાદ કરે છે કોઇ તે સમયે એવું થયું હતું. કારણ કે જાણથી અજાણ સુધી જવાનું સરળ હોય છે. અને એટલા માટે લોકતંત્ર પર શું ખતરા આવી શકે છે અને કેવું મહત્વ ધરાવે છે. એન સમજવા માટે ભારતમાં ઇમરજન્સીનો સમય ખૂબ જ ઉપયોગી રહ્યો છે. જો ઇમરજન્સીની વાત કરીએ તો લોકોને ખોટું લાગે છે. તેમને રાજકિય ત્રાજવામાં મૂકીને જોવામાં આવે છે. હું સમજું છું કે રાજકારણની રમત સમાપ્ત થઇ ગઇ છે. આજે નિષ્પક્ષ ભાવથી તેની વિમાનસા, હું આલોચના શબ્દનો ઉપયોગ નથી કરી રહ્યો, વિમાનસા શબ્દનો ઉપયોગ કરું છું. આ દરેક પેઢીમાં થતું રહેવું જોઇએ જેથી આ દેશમાં એવો રાજપુરુષ ક્યારેય પેદાન ન થાય કે જેને આ પ્રકારનું પાપ કરવાની ઇચ્છા સુદ્ધા પેદા થાય. આ આપણે લોકોને, આપણે જે બિરાદરીના લોકો છીએ. તેમણે પણ વારંવાર સચેત રહેવા માટે કટોકટી યાદ રખાવવી ખૂબ જ જરૂરી છે. એ પણ સાચું છે કે તે સમયે જે મીડિયાથી દુનિયા ઉભી હતી તેમ કહેવાય છે. જ્યારે મીડિયાની સામર્થ્યની ચર્ચા થતી હતી. પરંતુ તે સમયે દેખાડી દીધું હતું કે નહીં આ જે સાંભળતા હતા, જોતા હતા તેમ નથી. કંઇક બીજું જ છે. ખૂબ જ ઓછા વિરલા નીકળ્યા હતા, ખૂબ જ ઓછા. જેમણે ઇમરજન્સીને પડકારવાનો રસ્તો અપનાવ્યો હતો. અને તેનું નેતૃત્વ રામનાથ ગોયનકાજીએ કર્યું હતું , ઇન્ડિયન એક્સપ્રેસે કર્યું હતું અને મુક્તમને કર્યું હતું. હું સમજું છું કે આ ઇતિહાસના પન્નામાં લોકશાહીની જરૂરિયાત માટે જરૂરી છે. લોકશાહીન દરેક સમયે, દરેક યુગમાં ધારદાર કરવાની જરૂરીયાત હોય છે.
આજે પોતપોતાની જગ્યા પર હું સમજું છું કે કદાચ છેલ્લી આખી શતાબ્દીમાં મીડિયાન જે પડકારો નહોતા મળ્યા. તે પડકારો આજે મળ્યા છે. કદાચ છેલ્લી આખી શતાબ્દી કોઇની નહોતી. અને તેનું મૂળ કારણ ટેક્નોલોજી છે. ટેક્નોલોજીએ ખૂબ જ મોટા પડકાર ખાસ કરીને મીડિયા માટે પેદા કર્યા છે. પહેલા સમાચાર 24 કલાક બાદ પણ આવતા હતા તો સમાચાર લાગતા હતા. આજે 24 સેકન્ડ પણ વિતી જાય, તો સારું – સારું તને ખબર નથી. અરે, આવું થઇ ગયું, તેના હાથમાં ટેલિફોનમાં મોબાઇલ ફોનમાં છે. દુનિયાના કોઇખૂણાની ખબર હોય છે કે અા ક્યારે આવ્યું છે. હું નથી માનતો. જ્યારે ટીવી મીડિયા આવ્યું. તો સરકારો ખૂબ જ પરેશાન હતી કે એક જગ્યા પર ટીવી પર સમાચાર આવ્યા. સરકારને પ્રતિભાવનો સમય જોઇએ. માનો રોગચાળો આવ્યો તો લોકોને સારવાર આપવી. ક્યાંય કોઇ તોફાન થયું તો પોલીસને મોકલવી પડશે. મીડિયા એટલો સમય આપતું નથી. તેના માટે તો ખબર – ખબર છે. બ્રેકિંગ ન્યૂઝ. શું ખબર, નહીં. પરંતુ તેને પણ કવર કરવા માટે સરકારનું સામર્થ્ય ન બન્યું તે પહેલા તો સોશિયલ મીડિયા આવી ગયું. જે સેકન્ડના પણ અંશમાં …. પહેલા પત્રકારત્વ કોઇ અભ્યાસ કરીને આવેલા લોકો, કોઇ વ્યવસ્થામાં જોડાયેલા લોકો. આજે કંઇ નહીં સાહેબ ગામનો માણસ પણ તેને યોગ્ય લાગે તો ફોટો ખેંચી લે છે. અને તેના કારણે લોકોની પાસે સમાચાર ખૂબ જ હોય છે. અને તેને આ સ્થિતિમાં વિશ્વસનીયતા મોટી વાત છે. આદત પ્રમાણે દરરોજ સવારે લોકો અખબાર ઉઠાવે છે. આ આદત જેમ ચા પીવાની છે તેવી જ આ આદત છે. તેઓ કેટલા પણ ટીવી પર સમાચાર જુએ છે પરંતુ એક વખત તો અખબાર ઉઠાવી જ લે છે. પરંતુ હવે સમાચાર વાંચતા નથી. તે ચકાસે છે કે કાલે મોબાઇલમાં જોયા હતા તે આવ્યા છે કે કોઇ બીજા છે. અને પછી તે હિસાબ લગાવે છે કે સારું છે ભાઇ ચલો બે રૂપિયા ગયા આજના અને અેટલા માટે હું સમજું છું કે પડકાર મોટા છે. અને આ પડકારનો આપણે કેવી રીતે સામનો કરીએ. પરંતુ એની સાથે સાથે આપણને અનુભવ પણ થાય છે તે દેશમાં કેવી કેવી પ્રતિભા છે. કેવી કેવી સંવેદનાઓથી ભરેલો માનવસમૂહ છે. દરેક નાની ચીજને કેટલી બારીકાઇથી તે વિશ્લેષણ કરીને જુએ છે.
મને ચોક્કસ ખબર છે. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, તો ક્યારેક – ક્યારેક નેતા લોકોની વાત તો અખબારમાં છપાતી રહે છે. દરેક કોઇની છપાય છે, કોઇની વર્ષમાં એક વાર તો કોઇની વર્ષમાં બે વખત છપાય છે. આ વીઆઇપી પદ્ધતિ એટલી ગાડીઓ લઇને જાય છે, ફલાણો વિષય ખૂબ જ રસપ્રદ છે, કંઇ ખબર ન હોય તો તૈયાર તો મળી જ જાય છે. અમે પણ વાંચતા હતા. હું પણ અમારા ઓફિસરોને કહેતો હતો કે શું યાર, આ કઇ ચીજ લઇને ચાલો છો. બોલતા હતા કે, નહીં સાહેબ આ બ્લૂ બુકમાં લખ્યું છે કે, આપણે પણ તેમાં બાંધછોડ ન કરી શકીએ. અમે પણ તેમને સમજાવી શકતા નહોતા. પરંતુ એક વખત હું જ્યારે અમદાવાદથી, મારા કાફલા સાથે પસાર થઇ રહ્યો હતો, સાંજનો સમય હતો, કોઇ યુવાને પોતાના મોબાઇલમાં રેકોર્ડિંગ ચાલું કરી દીધું. અને જેવી ગાડીઓ જઇ રહી હતી, એક – બે – ત્રણ ગણતો રહેતો હતો, ગાડીઓ પસાર થતી રહેતી હતી. અને તેને અપલોડ કરી. હું પોતે સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય હતો, તો બે – ત્રણ કલાકમાં જ તે મારી પાસે આવી ગયું. અખબારોમાં ટીકા થઇને જે પ્રભાવ થયો હતો, તેનાથી વધારે મને થયો હતો. એક યુવાને જે અપલોડ કર્યું હતું તેનો પ્રભાવ પડ્યો હતો. હું પોતાની વાત અેટલા માટે જણાવી રહ્યો છું કે કેટલી તાકાત થઇ ગઇ છે એની. લોકોનું સશક્તિકરણ સારી બાબત છે, અને એવા સમયે વિશ્વસનીયતાને જાળવી રાખવી, તે હું સમજું છું કે સમયની ખૂબ જ મોટી માગ છે.
બે ચીજો એવી છે, જોકે આ એવો વર્ગ છે અને આ ક્ષેત્ર એવું છે જેને કહેવાનો તમામ પાસે હક છે. કોઇને તે અંગે કહેવાનો કોઇ હક નથી. અને કહી દીધું તો પછી શું થશે. તે પણ હું જાણું છું, તમે પણ યોગ્ય રીતે જાણો છો. જોકે હું મીડિયાનો જીવનભર આભારી રહીશં, નહીં તો મને કોણ જાણતું હતું. આઝાદી બાદ જો કોઇ પણ રાજનેતાને એવું સૌભાગ્ય મળ્યું હોય તો હું એકલો છું. એટલા માટે બે ચીજો હંમેશાં મારા મનમાં રહે છે, અને હું ઇચ્છીશ કે કોઇ વિચારે. જુઓ, દુનિયા બદલાઇ ચૂકી છે. ફક્ત અર્થતંત્ર વૈશ્વિક બને તેમ નથી, સમગ્ર જિંદગી વૈશ્વિક બની ગઇ છે. સમગ્ર દુનિયા આંતરિક જોડાયેલી છે. આંતરિક આધારિત છે. શું કારણ છે કે સમગ્ર દુનિયાનું જે મીડિયા વર્લ્ડ છે, તેમાં ભારતીય મૂળનું કોઇ સ્થાન નથી. આજે પણ અમુક લોકો મળે છે. અને મેં બીબીસીમાં સાંભળ્યું, હવે અલ ઝઝીરા સુધી મામલો પહોંચ્યો છે, સીએનએન, બીબીસી, અલઝઝીરા. આ ક્ષેત્રના લોકોએ આજે પડકારને સમજવો જોઇએ. ભારતીય મૂળનું અને એક વિશ્વસ્તરનું અને આપણે દુનિયામાં જો કોઇ પ્લેયર છે, તો આપણે દરેક મુદ્દાનો પ્રભાવ વિશ્વમાં પેદા થવો જોઇએ, સપનું હોવું જોઇએ, કોઇને ખરાબ લાગે કે ન લાગે મને નથી લાગતું. મને લાગે છે કે મારા દેશનો પ્રભાવ હોવો જ જોઇએ. આપણે અહીં ખૂબ જ મોટી તાકાત છે, જેમ કે મેં હાલમાં જ પર્યાવરણ પર એવોર્ડ મળ્યા હતા, તો વિવેકને પૂછ્યું. મેં કહ્યું વિવેક આ પ્રદુષણ પર રીપોર્ટિંગ છે કે પર્યાવરણ પર. એવું હું મજાકમાં પૂછી રહ્યો હતો.
આજે સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની ચર્ચા કરે છે. ભારતની નસોમાં પ્રકૃતિની સાથે કેવી રીતે જીવવું, પ્રકૃતિનું મહત્વ શું છે, પ્રકૃતિના સામર્થ્યને સ્વીકારવું તે આપણી નસોમાં છે. જો આપણી પાસે આ સ્તરનું કોઇ મીડિયા હોત તો વિશ્વને સમજાવી શકીએ છીએ કે બરબાદીનું કારણ તમે છો, બચાવવા માટે આપણે પોતાને બરબાદ કરી દીધા છે. આપણે પોતાને જ નુકસાન પહોંચાડ્યું છે. આ તો મહાત્મા ગાંધી સાબરમતીના તટ પર રહેતા હતા, નદી તે સમયે પાણીથી ભરેલી રહેતી હતી, 1930માં. પરંતુ સાથે ગાંધીજીને પાણીનો ગ્લાસ આપતું હતું, તો તે કહેતા હતા કે ભાઇ અડધો લાવો, અડધો તે માટલામાં પાછો નાંખો. પાણી વેડફશો નહીં. નદી વહેતી હતી, નદીના કિનારા પર બેસતા હતા. પ્રાકૃતિક સંસાધનોની ચર્ચા આ આપણી નસોમાં છે. આ દેશ એવો છે કે જે બાળપણમાં બાળકોન શીખવે છે કે દીકરા પથારીમાંથી પગ નીચે રાખતી વખતે પૃથ્વી માતાની ક્ષમા માગો કે તું પોતાનો પગ પૃથ્વી પર રાખી રહ્યો છે. આ આપણે અહીં નસોમાં ભર્યું છે. દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે આપણી પાસે કેમ પત્રકારત્વની તાકાત ન હોય, આપણી પાસે કોઇ વૈશ્વિક સંસ્થા હોય. આપણે દુનિયાને કહીએ કે ભાઇ આ સાચો રસ્તો છે. પરંતુ આ ખૂબ જ મુશ્કેલ છે. તે દિશામાં આપણે કંઇક કરી શકીએ છીએ કે કેમ.
અને હું માનું છું કે કદાચ કોઇને કોઇ રસ્તો તો નીકળશે જ અને આ સરકારની ન હોવો જોઇએ. સરકાર તો બિલકુલ ન હોવી જોઇએ. અને જેમ કે વિનોવાજી કહી રહ્યા હતા કે હંમેશાં જે મંત્ર મને સારો લાગ્યો. વિનોવાજી શબ્દોની રમત રમવામાં માહેર હતા. અને વિનોવાજીને વાંચવા મને ખૂબ જ સારું લાગતું હતું. તેમણે એક જગ્યાએ લખ્યું હતું કે અ-સરકારી, અસરકારી શબ્દ એ જ છે, અ-સરકારી – અસરકારી (ઇફેક્ટીવ) , એવું આપણું એક સપનું હોવું જોઇએ કે દુનિયામાં આપણે પણ તે સ્તરના મીડિયા વર્લ્ડમાં જગ્યા મેળવીએ. અને કદાચ જે મીડિયા વર્લ્ડના જે લોકો રીસર્ચ કરતા હશે તેમને ખબર હશે કે દુનિયાના જે તમામ ટોચના દેશો છે, તે આજકાલ એક કામમાં લાગ્યા છે, ફાઇનાન્સ, બજેટ, વ્યવસ્થા કરતી તે સ્તરની કમ્યુનિકેશન એજન્સી કેવી રીતે તૈયાર થાય. સરકારની સરકાર તેમાં લાગી છે. દરેકને લાગે છે કે ભાઇ આ વૈશ્વિક અર્થતંત્ર, ફક્ત નથી, આ તમામ દુનિયા આ પ્રકારથી આકાર લઇ રહી છે. તેમાં આપણું સ્થાન ખૂબ જ જરૂરી છે. એક અવસર પણ છે, પડકાર પણ છે. તે અંગે આપણે વિચારવું જોઇએ.
બીજુ સરકારની ટીકા જેટલી હોય તેટલું સારું છે, તો તેમાં મને કોઇ આપત્તિ નથી. તો કોઇ રિપોર્ટિંગમાં ભૂલ ન કરતાં. પરંતુ ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. વિશેષતાઓથી ભરેલો દેશ છે. દેશની એકતા તમારા માટે ખબર છે અને છાપવાના તરત જ બાદ તમે બીજી ખબરની શોધમાં નીકળી પડો છો. પરંતુ ક્યારેક ક્યારેક તે એવા ઊંડા ઘા આપે છે. તેનો મતલબ એ નથી કે આ પાપ બીજા લોકો નથી કરતા. બની શકે છે કે તમારા લોકોથી વધાર અમે કરીઅે છીએ. અમારી બિરાદરીવાળા. પરંતુ આ ચિંતોનો વિષય છે કે આપણે દેશની એકતાને વધારનારી ચીજો પર ભાર આપીએ. હું ઉદાહરણ આપું છું. અને હું ખોટો હોઉં તો અહીં તો ઘણા લોકો બેઠા છે. અત્યારે તો કહેશે નહીં. પરંતુ મહિના બાદ કહેશે. પહેલા કોઇ અકસ્માત થતો હતો તો સમાચાર આવતા હતા કે ફલાણા ગામમાં અકસ્માત થયો, એક ટ્રક તથા સાઇકલ વચ્ચે, સાઇકલવાળો ઘવાયો છે, મૃત્યું પામ્યો છે. ધીરે – ધીરે ફેરફાર આવ્યો. ફેરફાર એ આવ્યો કે ફલાણા ગામમાં દિવસમાં ઝડપી ડ્રાઇવિંગ દ્વારા, દારૂ પીધેલા ડ્રાઇવરે, નિર્દોષ માણસને કચડી દીધો. ધીરે – ધીરે રિપોર્ટિંગ બદલાયું. બીએમડબ્લ્યુ કારે એક દલિતને કચડી દીધો. સાહેબ મને માફ કરો, તે બીએમડબ્લ્યુવાળાને નહોતી ખબર કે તે દલિત હતો. પરંતુ આપણે આગ લગાવી દઇએ છીએ. અકસ્માતનું રિપોર્ટિંગ થવું જોઇએ ? થવું જોઇએ. જો હેડલાઇન બનાવવા જેવું હોય તો હેડલાઇન બનાવી દો.
બજેટ આવે છે. બજેટનું રિપોર્ટિંગ કરવું છે કે ભાઇ સરકારનું બજેટ આવ્યું છે. ખાધ છે કે નથી. બે હજાર કરોડનો ટેક્સ લગાવ્યો, હજાર કરોડનો લગાવ્યો. આ ન્યૂઝ છે. પરંતુ આપણને સમાચાર વાંચવા ન મળ્યા. સમાચાર મળે છે તો મોદી સરકારનું કમરતોડ બજેટ ! મોદી સરકારનું ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ. ખેર, આ બાબતો તો તમે પણ સમજો જ છો, હું પણ સમજું જ છું. પરંતુ આ કોઇ ટીકા માટે નથી. અમારા માટે ખૂબ જ જરૂરી છે.
આટલા મોટા દેશને સરકારથી નથી ચાલતું. જેટલી સંસ્થાઅો દેશને એકજૂટ રાખી શકે છે. જેટલી સંસ્થાઓ દેશને આગળ વધારી શકે છે. અાપણે સહું મળીને કરીશું. કોઇ કારણ નથી. આપણો દેશ પાછળ રહી શકે છે. કોઇ કારણ નથી કે દુનિયાને આપણે કંઇ ન આપી શકીએ. અને એવા યુવાન જેમણે પત્રકારત્વને પોતાનો ધર્મ માનીને ઉત્તમથી ઉત્તમ પ્રકારે પોતાના જીવનની શરૂઆત કરી. મારી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને તેમની પાસેથી પ્રેરણા લઇને નવી પેઢી તૈયાર થશે. તેમને પણ મારી શુભકામનાઓ. ભાઇ વિવેકે મને બોલાવ્યો. પરિવારજનો સાથે મારો જૂનો સંબંધ છે. પરંતુ આજે આ પ્રસંગે આવવાની તક મળી. હું પરિવારનો ખૂબ – ખૂબ આભારી છું. ધન્યવાદ.
Ramnath ji was always committed to his ideals: PM @narendramodi #PMatRNGAwards
— PMO India (@PMOIndia) 2 November 2016
During the freedom struggle, the newspapers became a very strong medium of expression: PM @narendramodi #PMatRNGAwards
— PMO India (@PMOIndia) 2 November 2016
The colonial rulers were scared of those who wrote and expressed themselves through the papers: PM @narendramodi
— PMO India (@PMOIndia) 2 November 2016
There were few in the media who challenged the Emergency and this was led by Ramnath Ji and the @IndianExpress: PM @narendramodi
— PMO India (@PMOIndia) 2 November 2016
Technology poses a challenge to the media. News that could earlier be disseminated in 24 hours now happens in 24 seconds: PM #PMatRNGAwards
— PMO India (@PMOIndia) 2 November 2016
I congratulate all those who have been awarded today: PM @narendramodi #PMatRNGAwards
— PMO India (@PMOIndia) 2 November 2016
Gave the Ramnath Goenka Excellence in Journalism Awards. Congratulations to the award winners.
— Narendra Modi (@narendramodi) 2 November 2016
Here is my speech at the Ramnath Goenka Excellence in Journalism Awards. https://t.co/2hk9CJzcer
— Narendra Modi (@narendramodi) 2 November 2016