Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગોવામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કર્યું

પ્રધાનમંત્રીએ ગોવામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં મોપા એરપોર્ટના ભૂમિપૂજનની ઉજવણીની અને શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં એક સમારંભ દરમિયાન મોપા એરપોર્ટ પર તુઆમમાં ઇલેક્ટ્રોનિક સિટીના ભૂમિપૂજનની ઉજવણીની તકતીનું અનાવરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ માઇન કાઉન્ટર મેઝર વેસલ્સના નિર્માણ માટે માળખાગત સુવિધાના ઉદ્ઘાટનની તકતીનું અનાવરણ અને પાંચ તટરક્ષ દળ ઓફશોર પેટ્રોલ વેસલ્સના નિર્માણની શરૂઆતનું ઉદ્ઘાટનની તકતીનું અનાવરણ પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગની શરૂઆત થોડા અઠવાડિયા અગાઉ બ્રિક સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ભારતને સક્ષમ બનાવનારી ટીમને અભિનંદન આપવાની સાથે કરી હતી. પ્રધાનમંત્રીએ ગોવાની પ્રગતિ પર પ્રશંસા પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ એરપોર્ટ પ્રોજેક્ટ વિશે કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ આપેલા વચનને પૂર્ણ કરવાની તેમને ખુશી છે. તેમણે જણાવ્યું હતું કે, આ એરપોર્ટ પ્રોજેક્ટથી ગોવાને ફાયદો થશે અને રાજ્યમાં પ્રવાસનને વધુ વેગ મળશે.

તેમણે ઇલેક્ટ્રોનિક સિટી પ્રોજેક્ટના સંબંધમાં કહ્યું હતું કે, ડિજિટલ રીતે તાલીમબદ્ધ, આધુનિક અને યુવા પેઢી દ્વારા સંચાલિત ગોવા આજે પ્રગતિના માર્ગે અગ્રેસર છે, જે ભારતની કાયાપલટને સક્ષમ બનાવવા માટે પ્રદાન કરવા માટે સક્ષમ છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ આ નિર્ણય વિશે જણાવ્યું હતું કે, ભારતમાં આઠમી નવેમ્બરના રોજ ઘણા લોકો શાંતિથી ઊંઘ લઈ શક્યા હતા, જ્યારે કેટલાંકની ઊંઘ હજુ પણ હરામ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ભારતના પ્રામાણિક નાગરિકોને મદદ કરવા મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે, જેનો ઉદ્દેશ કાળા નાણાંના વિષચક્રમાંથી દેશને મુક્ત કરવાનો છે. પ્રધાનમંત્રીએ ચલણી નોટો પરત ખેંચવાના આ નિર્ણયના સફળતાપૂર્વક અમલને સુનિશ્ચિત કરવા બદલ તમામ નાગરિકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય લેતા મને પણ દુઃખ થયું છે અને આ પ્રકારનું પગલું અહંકારનું પ્રદર્શન નથી. તેમણે જણાવ્યું હતું કે, તેમણે ગરીબી જોઈ છે અને લોકોની સમસ્યાને સમજે છે.

તેમણે યાદ કરાવ્યું હતું કે, વર્ષ 2014માં લોકોએ દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટે મત આપ્યા હતા. તેમણે કેન્દ્ર સરકારે કાળું નાણું નિયંત્રણમાં લેવા માટે અત્યાર સુધી હાથ ધરેલા વિવિધ પગલાંનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો ભારતમાં કોઈ પણ નાણાં લૂંટીને ભારતની બહાર મોકલે, તો તેને શોધવાની આપણી ફરજ છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનો જન્મ પ્રધાનમંત્રી બનવા માટે થયો નહોતો. તેમણે ઉમેર્યું હતું કે, તેમની પાસે જે કંઈ હતું એ તમામનો દેશની સેવા માટે ત્યાગ કર્યો હતો.

TR