Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સૂરજકુંડમાં રેલ વિકાસ શિબિર સંબોધી

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સૂરજકુંડમાં રેલ વિકાસ શિબિર સંબોધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સુરજકૂંડમાં રેલ વિકાસ શિબિરને સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ટેકનોલોજીથી સંચાલિત સદી છે, તેમાં નવીનતા આવશ્યકતા છે અને રેલવેની ગતિ (speed) અને પ્રગતિ (progress) બંને કરવી પડશે.

તેમણે જણાવ્યું હતું કે, દરેક અધિકારી પોતાનું કામ સારી રીતે કરે છે, પણ આપણે ખભેખભો મિલાવીને કામ કરવું પડશે અને આપણે કેવી રેલવે ઇચ્છીએ છીએ એ વિચારવું પડશે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, ભારતીય રેલવેએ વિકાસ કરવો પડશે અને નાણાકીય રીતે મજબૂત થવું પડશે. તેમણે કહ્યું હતું કે, તેનાથી ભારતને અને ખાસ કરીને રેલવે માટે કામ કરતા લોકોને લાભ થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકારનું રેલવે બજેટ ક્યારેય રાજકીય રહ્યું નથી અને સરકાર રેલવેની કાયાપલટ કરવા માટે કામ કરશે. સદી બદલાઈ ગઈ છે અને તેની સાથે આપણે આપણી રેલવેને બદલવી જોઈએ તેવી વાત પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, તેમને ખાતરી છે કે અમારી પાસે રહેલી ટીમ આ સિદ્ધિ મેળવી શકે છે.

રેલવે પ્લેટફોર્મ પર પસાર કરેલા પોતાના બાળપણને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રેલવે સાથે તેમનું જોડાણ મજબૂત છે અને આ જ કારણે તેઓ રેલવેની કાયાપલટ કરવા ઇચ્છે છે.

TR