Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટાઈમ સાથે મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી : સૌ પ્રથમ તો ભારતમાં તમારૂ સ્વાગત છે. ભારતની આ તમારી પ્રથમ મુલાકાત છે. તમારી ભારતની પ્રથમ મુલાકાતમાં જ આપણને મળવાની તક મળી તેનો મને આનંદ છે. હું આશા રાખુ છું કે આ તક, તમારી આ મુલાકાતથી તમને ભારતની ફરી મુલાકાતો લેવાના પ્રસંગો ઉભા થશે.

ટાઈમ : આપનો આભાર, હું પણ એવી જ આશા રાખુ છું, હું તમને વર્ષગાંઠની શુભેચ્છા આપીને વાતચીતની શરૂ કરીશ. તમને સત્તા સંભાળે લગભગ એક વર્ષ પૂરૂ થવામાં છે. હું એ જાણવા આતુર છું કે તમને કઈ બાબતનુ સૌથી વધુ અચરજ થયું છે. તમે ઘણીવાર બહારના (આઉટસાઈડર) હોવાની વાત કરો છો. હાલ તમે મૂળભૂત ઈનસાઈડર બની ગયા છો ત્યારે તમે જે પ્રોગ્રામ અમલમાં મૂકવા માંગો છો તેમાં તમને કેવી તાકાત, તક અને અવરોધનો સામનો કરવો પડયો છે?

મોદી : મને ભારતભરમાં 40 વર્ષથી વધુ સમય પ્રવાસ કરવાનો અવસર અને તક મળી છે. કદાચ એવા 400થી વધુ  જિલ્લા હશે કે જ્યાં મેં રાત્રિ રોકાણ કર્યું છે. આથી હું ભારતની તાકાત અંગે સંપૂર્ણ માહિતગાર છું. અમે જે પડકારોનો સામનો કરી રહયા છીએ તેની મને પૂરી જાણકારી છે. હું તે અંગે અજાણ નથી. મારા માટે પ્રમાણમાં જે નવી બાબત હતી તે છે- ફેડરલ ગવર્નમેન્ટનું માળખું અને પધ્ધતિ. ફેડરલના સ્તરે અમે તેનુ કઈ રીતે સંચાલન કરીએ છીએ તે અંગે વાત કરીશ. હું સરકારમાં પ્રવેશ્યો ત્યાં સુધી મને તેના અંગે જાણકારી ન હતી.

મારા માટે સૌથી મોટો પડકાર એ હતો કે હું ફેડરલ ગવર્નમેન્ટના માળખાથી અજાણ હતો અને એ લોકો મારા માટે નવા હતા, પરંતુ હું તેમના માટે નવો ન હતો. આથી એકબીજાનો દ્રષ્ટિકોણ સમજવાનો સવાલ હતો, પણ ખૂબ જ ટૂંકા ગાળામાં કેન્દ્રિત પ્રયાસો અને એકાગ્રતા વડે મેં એ ઊણપ દૂર કરી દીધી છે. હવે હું તેમને સારી રીતે સમજું છું અને એ લોકો પણ મને સારી રીતે સમજે છે, જેના કારણે ખૂબ જ ટૂંકા ગાળામાં સારા સંબંધો સ્થાપીને અમે સરળ સંબંધોની એક કાર્યપધ્ધતિ નક્કી કરી છે.

હું લાંબા સમય સુધી ગુજરાત રાજ્યનો મુખ્યપ્રધાન હતો. હું સારી રીતે સમજું છું કે કેન્દ્ર સરકાર, ફેડરલ રાજ્ય સરકારો આ અંગે તથા રાજ્ય સરકારો ફેડરલ ગવર્નમેન્ટ અંગે શું વિચારો ધરાવે છે મારી ઈચ્છા મૂળભૂત વિચાર પ્રક્રિયા બદલવાની હતી. મેં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર કેવી રીતે એકબીજાને સમજે છે. મારી ઈચ્છા ફેડરલ સરકાર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે તેવી હતી. હું મૂળભૂત રીતે ફેડરલ ગવર્નમેન્ટના વિચારમાં સંપૂર્ણ પરિવર્તન લાવવા માંગતો હતો. અગાઉ એવી પધ્ધતિ હતી કે જેમાં ફેડરલ ગવર્નમેન્ટ આપનાર હતી અને રાજ્ય સરકારો સ્વિકારનાર હતી. અમે ખૂબ જ ટૂંકાગાળામાં આ ઉદ્દેશ મહદ્દ અંશે પાર કર્યો હતો.

મેં આ માટે એક પરિભાષા પસંદ કરી છે કે જેને હું સહકારી ફેડરાલિઝમ કહું છું. એક કદમ આગળ વધીને મેં તેને સહકારી સ્પર્ધાત્મક ફેડરાલિઝમ એવું નામ આપ્યું છે. આ એક એવો અભિગમ છે કે જેમાં વિવિધ રાજ્યો એકબીજા સાથે સ્પર્ધા કરે અને દેશનો વિકાસ થાય. અમે આ કામગીરી કરી શક્યા છીએ અને તેને દેશમાં એક એક સ્થંભના વિકાસના 30 પિલ્લરની વૃધ્ધિમાં રૂપાંતર કર્યુ છે, જેમાં ભારતના 29 રાજ્યો અને એક ફેડરલ સેન્ટરનો સમાવેશ થાય છે.

સમાન પ્રકારે મારો એ અનુભવ રહ્યો છે કે સરકારના વિવિધ વિભાગો બંધિયાર રીતે કામ કરે છે. દરેક વિભાગ તેમના વિભાગને સરકાર સમજીને કામ કરે છે. આનું કારણ એ છે કે છેલ્લા ત્રણ દાયકાથી કોઈ બહુમતી ધરાવતી સરકાર આવી નથી. આથી સરકારી પધ્ધતિ બંધિયાર રીતે કામ કરતી હતી. મારા પ્રયાસો એવા રહ્યા હતા કે આ કામ કરવાની બંધિયાર પધ્ધતિ દૂર થાય અને ફેડરલ ગવર્નમેન્ટ અંગે એક સામુહિક વિચાર પ્રક્રિયા આકાર પામે. મને લાગે છે કે અમે ખૂબ જ ટૂંકાગાળામાં આ પધ્ધતિ ઘડી કાઢવાનું કામ કર્યું છે. આ એક એવી પધ્ધતિ છે કે જેમાં લોકો સાથે મળીને સામુહિક રીતે વિચારે છે અને દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરે છે. મેં ફેડરલ ગવર્નમેન્ટની વહિવટી પ્રથાને જોમ આપ્યું છે, કે જેથી બંધિયારપણે કામ કરવાને બદલે સમસ્યાઓ હલ કરવા માટે સાથે મળીને કામ કરવાની પધ્ધતિ અપનાવી શકાય. હું ફેડરલ ગવર્નમેન્ટને એવી પધ્ધતિ બનાવવા માંગુ છું કે જેમાં દરેક વ્યક્તિ એકબીજાને સમજે અને સામુહિક રીતે કામ કરીને પોતાની સમસ્યાઓ હલ કરે.

ટાઈમઃ હવે અમેરિકાની એટલે કે ભારત અને અમેરિકાના સંબંધની વાત કરીએ તો પ્રેસિડેન્ટ ઓબામાએ તાજેતરમાં તમારી ખૂબ જ પ્રશંસા કરી છે. તમે ભારતમાં પરિવર્તનનો પ્રયાસ કરી રહ્યા છો, તેમાં તમે કહો છો કે સરકારમાં પરિવર્તન લાવવાનું પણ કામ થઈ રહ્યું છે. અમેરિકાએ આ બાબતને કઈ રીતે જોવી જોઈએ? એક ભાગીદાર તરીકે કે પછી એક આર્થિક સ્પર્ધક તરીકે? ‘મેક ઈન ઈન્ડિયા’ના ઉદાહરણની વાત કરીએ તો શું અમેરિકામાંથી નોકરીઓ ભારતમાં આવશે? આપણે સર્વિસ સેક્ટર અંગે જે ચર્ચા કરી છે તેમાંથી આગળ વધીને મેન્યુફેક્ચરીંગ સેક્ટરની વાત કરીશું. અમેરિકાએ આ બાબતને કેવી રીતે જોવી જોઈએ?

મોદીઃ પ્રેસિડેન્ટ ઓબામાએ ઉદારતાથી અને વિચારપૂર્ણ રીતે મારૂં વર્ણન કર્યું છે તે બદલ હું તેમનો ખૂબ જ આભારી છું. તાજેતરમાં જ તેમણે ટાઈમ મેગેઝીનમાં મારે અંગે જે લખ્યું છે તે બદલ પણ હું તેમનો આભારી છું. જો મારે ભારત- યુએસ સંબંધોનું વર્ણન કરવાનું હોય તો હું એક જ શબ્દમાં કહી શકું. અને હું કહીશ કે અમે કુદરતી સાથીદારો (natural alley) છીએ. હું માનું છે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને બંને દેશો અત્યંત મહત્વના ગણે છે અને દુનિયાભરમાં લોકશાહી મૂલ્યો મજબૂત કરવા માટે મહત્વની ભૂમિકા બજાવવા પ્રયત્નશીલ છે.

ભારત અને અમેરિકા વચ્ચે કેવા સંબંધો હોવા જોઈએ, ભારત અમેરિકા માટે શું કરી શકે? અને અમેરિકા ભારત માટે શું કરી શકે? મને લાગે છે કે આ એક મર્યાદિત દ્રષ્ટિકોણ છે. આપણે કહેવું જોઈએ કે ભારત અને અમેરિકા સાથે મળીને દુનિયા અંગે શું કરી શકે તેમ છે. આ અભિગમથી ભારત અને અમેરિકાના વચ્ચે સંબંધો જાળવીએ છીએ.

ટાઈમઃ આ વર્ષે તમે 16 દેશની મુલાકાત લઈ ચૂક્યા છો. તમે બીજા કયા દેશોને તમારા કુદરતી સાથીદાર ગણો છો?

મોદીઃ પત્રકારના દ્રષ્ટિકોણથી મને આવો સવાલ કરવામાં આવશે જ તેની મને અપેક્ષા હતી. મને લાગે છે કે દરેક દેશનું પોતાનું મહત્વ છે અને દરેક સંબંધોને પોતાના દ્રષ્ટિકોણથી જોવા જોઈએ. દુનિયાના એવા ઘણાં દેશો છે કે જેની સાથે ભારતને વ્યૂહાત્મક સંબંધો છે. એવા અન્ય દેશો પણ છે કે જેની સાથે સંબંધો અન્ય કારણોથી ઘનિષ્ટ છે. એવા કેટલાક દેશ છે કે જે કદાચ કુદરતી સાથીદાર બનવા માટે જ જન્મ્યા છે. આમ છતાં પણ એવી કેટલીક ઊણપો છે કે જેને કારણે કુદરતી સાથીદાર બની શકાય તેમ છે. આથી મને એવું લાગે છે કે દરેક સંબંધોને આપણે એકંદર દ્રષ્ટિકોણથી જોવા જોઈએ અને ભારત દરેક દેશ સાથે કેવો અભિગમ રાખીને કામ કરે છે તે પણ મહત્વનુ છે.

ઉદાહરણ તરીકે તમે ભારત- અમેરિકાના સંબંધો તરફ નજર નાંખો તો જણાશે કે ભારતીય સમુદાયે સંબંધોમાં અત્યંત મહત્વની ભૂમિકા બજાવી છે. હા, આપણે પરસ્પર સમાન લોકશાહી મૂલ્યો ધરાવીએ છીએ, પણ ભારત-અમેરિકા વચ્ચે મૈત્રીનો નાતો મજબૂત કરવામાં ભારતીય સમુદાયે મહત્વની ભૂમિકા બજાવી છે અને સાથે સાથે બંને દેશ વચ્ચેના સંબંધોમાં લોકશાહી મૂલ્યોનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

અમારા વર્લ્ડવ્યૂની વાત કરીએ તો લોકશાહી મૂલ્યો બાબતે દુનિયામાં અલગ સ્થિતિ પ્રવર્તે છે. જો આપણે એક દેશથી બીજા દેશ સાથેના સંબંધો અંગે વાત કરીએ તો હું કહીશ કે ભારતના બંને દેશ વચ્ચેના સંબંધોને વિશ્વની અલગ અલગ પરિસ્થિતિને આધારે જોવા જોઈએ. આથી જો આપણે આ સંબંધોની તુલના અન્ય દેશો સાથે કરીએ તો હું કહીશ કે ભારતના અન્ય દેશો સાથેના સંબંધોને એકબીજાથી સાપેક્ષપણે અને અલગ દ્રષ્ટિકોણથી જોવા જોઈએ.

ટાઈમઃ પ્રધાનમંત્રી, તમે ખૂબ નજીકના સમયમાં ચીનની મુલાકાત લેવાના છો. સાઉથ એશિયા રિજિયન ઉપરાંત ચીન અન્ય દેશો સાથે વધુને વધુ આક્રમક રહ્યું છે. આ અગાઉ ભારત અને ચીન યુધ્ધ થઈ ચૂક્યાં છે અને ઘણીવાર સંબંધો અને વાતાવરણ તંગ થયુ છે. તમારી ચીનની મુલાકાત દરમ્યાન અને ચીનના નેતાઓ સાથેની તમારી બેઠક પછી ચીન સાથે તમારા કેવા સંબંધો સ્થપાશે તે જોવાનું રહેશે. તમને લાગે છે કે તમે ચીનના નેતાઓ સાથે બિઝનેસ કરી શકશો? શું ભારત અને ચીન હંમેશ માટે એકબીજાના મિત્રો રહી શકે?

મોદીઃ ભારત અને ચીન વચ્ચેના 1962ના યુધ્ધ પછી 90ના દાયકાની શરૂઆતમાં ભારત અને ચીન સરહદે શાંતિ જળવાય તેવું એક માળખું ઘડી કાઢવામાં આવ્યુ હતું. આ ઘટનાના ત્રણ દાયકા પછી આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છીએ. મહદ્દ અંશે ભારત અને ચીનની સરહદ ઉપર શાંતિ અને સ્થિરતા જળવાઈ રહી છે. એ અશાંતિ ધરાવતી સરહદ નથી. છેલ્લા 25 વર્ષમાં એક પણ બુલેટ ફાયર કરવામાં આવી નથી. આથી પૂરવાર થાય છે કે આ બંને દેશ ઈતિહાસમાંથી શિખ્યા છે.

જ્યાં સુધી ભારત અને ચીન વચ્ચેના સંબંધોની વાત છે ત્યાં સુધી એ બાબત સાચી છે કે ભારત અને ચીન વચ્ચે મોટી સરહદ છે અને તેનો મોટો હિસ્સો વિવાદીત છે. મને લાગે છે કે બંને દેશોએ છેલ્લા થોડાંક દાયકા દરમ્યાન તેમના સંબંધોમાં પાકટતા દાખવી છે કે જેથી આર્થિક સહયોગ અંગે કટિબધ્ધતા જળવાઈ રહે છે. આવા સંબંધો છેલ્લા 20 થી 30 વર્ષમાં સતત વિકસ્યા છે અને હાલમાં સંબંધો એવા તબક્કે છે કે વ્યાપક વેપાર અને મૂડીરોકાણ પણ થઈ રહ્યું છે. અમે એવા તબક્કે છીએ કે જેમાં ચીનને સહકાર આપીએ છીએ, પણ આંતરરાષ્ટ્રિય સ્તરે વેપાર-વાણિજ્યની વાત આવે ત્યારે ભારત અને ચીન એકબીજા સાથે સ્પર્ધા કરી શકે છે.

તમે ચોક્કસ પ્રદેશ અને દુનિયામાં ચીનના પ્રભાવ અંગે વાત કરી. હું દ્રઢ પણે માનું છું કે એવો એક પણ દેશ નથી કે જેની વસતિ એક મિલિયન કે તેથી વધુ હોય અને આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રભાવ વધે તે માટે કામ કરી રહ્યો હોય. મને લાગે છે કે આંતરરાષ્ટ્રિય સ્તરે પોતાના દેશનો પ્રભાવ વધારવો તે એક કુદરતી વલણ છે. હું દ્રઢપણે માનું છું કે આંતરરાષ્ટ્રિય કાયદાઓ અને નિયમોનું સન્માન જાળવીને અમે માનવ મૂલ્યોનું સંપૂર્ણ રક્ષણ થાય તેવું ઈચ્છીએ છીએ. મને લાગે છે કે આ બંને દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને દરેક દેશને પોતાની હાજરી વધારવાનો હક્ક છે. આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રભાવ અને અસર વધે તેનાથી વૈશ્વિક સમુદાયને લાભ થાય તેમ છે.

ટાઈમઃ હું તમને એક ફોલોઅપ સવાલ કરવા માંગુ છું. તમારી ચીનની મુલાકાતની પૂર્વ સંધ્યાએ તમે પ્રેસિડેન્ટ જિનપિંગને કોઈ ખાસ સંદેશો મોકલવા ઈચ્છો છો? તમે તમારી મુલાકાતની પૂર્વે તમે પ્રેસિડેન્ટ જિનપિંગને કશું કહેવા માંગો છો?

મોદીઃ હું દ્રઢ પણે માનું છું કે બે દેશો વચ્ચેના સંબંધો એટલે કે તમે કહો છો તે મુજબ ભારત-ચીન વચ્ચેના સંબંધો એવા હોવા જોઈએ કે બંને દેશો એકબીજા સાથે સંવાદ કરી શકે. અમારે વાત કરવા માટે કોઈ ત્રીજી શક્તિની હાજરી જરૂરી નથી. આ બાબત દર્શાવે છે કે વર્તમાન સમયમાં અમારી વચ્ચેના સંબંધો કેવા છે.

ટાઈમઃ અમેરિકા ક્રમશઃ અફઘાનિસ્તાનમાંથી પોતાના લશ્કરી દળો પાછા ખેંચી રહ્યું છે. મને અચરજ થાય છે કે તમે આ બાબતે ચિંતિત છો કે તાલિબાનો ફરીથી સત્તામાં આવશે અને આઈએસઆઈએસ (ISIS)ના પણ જોખમો છે. તમે આ બાબતને કઈ રીતે જુઓ છો?

મોદીઃ તમે પૂછેલા સવાલના બે પાસાં છે. હું આ બંને પાસાં અંગે અલગ અલગ જવાબ આપવાનું પસંદ કરીશ. સૌ પ્રથમ તો તમે ભારત- અફઘાનિસ્તાન પ્રત્યેના સંબંધોની વાત કરી. એ બાબત જાણીતી છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પૌરાણિક કાળથી ઘનિષ્ટ સંબંધો છે. આજકાલ લોકો માળખાકીય સુવિધાઓના વિકાસની વાત કરે છે, પરંતુ તમે ઈતિહાસમાં થોડાંક પાછળ જાવ તો જોઈ શકશો કે આ વિસ્તારના અગાઉના રાજા શેર શાહ સુરીએ કોલકત્તા- કાબુલ ગ્રાન્ડ ટ્રન્ક રોડનું નિર્માણ કર્યું હતું. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ઘનિષ્ટ સંબંધો હોય તે નવી વાત નથી. આવા સંબંધો આદિકાળથી ચાલ્યા આવે છે અને ભારત આઝાદ થયું ત્યારથી અમારી વચ્ચે ઘનિષ્ટ સંબંધો છે. અફઘાનિસ્તાનનો વિકાસ અને પ્રગતિ થાય તે માટે અમે ઘણું કામ કર્યું છે અને જે કાંઈ કામ કરવાનું હોય તે ચાલુ રાખીશું.

પ્રેસિડેન્ટ અશરફ ગની ગયા સપ્તાહે અહિંયા હતા. અમારી વચ્ચે ઘનિષ્ટ બેઠક થઈ અને વ્યાપક ચર્ચાઓ પણ થઈ. આ ચર્ચાનો એક મહત્વનો મુદ્દો વિકાસનો રોડમેપ અને અફઘાનિસ્તાનની પ્રગતિ હતો. અમે અગાઉ પણ આ મુદ્દે વ્યાપક કટિબધ્ધતા દાખવી ચૂક્યા છીએ. હકિકતમાં, અફઘાનિસ્તાનને ભારતે આપેલી સહાય આશરે 2.2 અબજ ડોલર જેટલી થાય છે. અને આ સહાય તેમને નવનિર્માણ અને વિકાસ માટે આપવામાં આવી છે. અફઘાનિસ્તાનના વિકાસ માટે અમારે જે કાંઈ કરવાનું હશે તે બાબતે અમે કટિબધ્ધતા દાખવીએ છીએ એટલું જ નહીં, પણ અમે તે કટિબધ્ધતા સાકાર કરવા માટે નક્કર અને ચોક્કસ પગલાં પણ લઈ રહ્યા છીએ.

જ્યાં સુધી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી લશ્કરી દળો પાછા ખેંચી લેવાની વાત છે તે એક એવો મુદ્દો છે કે જેના અંગે મેં અમેરિકાની મુલાકાત લીધી ત્યારે પ્રેસિડેન્ટ ઓબામા સાથે આ અંગે વ્યાપક ચર્ચા કરી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મેં અમેરિકાની મુલાકાત લીધી હતી. મેં તેમને જણાવ્યું હતું કે લશ્કર પાછું ખેંચી લેવાનું પગલું તે અમેરિકન સરકારનો સ્વતંત્ર નિર્ણય છે, પરંતુ અફઘાનિસ્તાનમાં સ્થિર સરકારના હિતમાં અફઘાન સરકાર સાથે ચર્ચા કરવાનું પગલું મહત્વનું બની રહે છે. મેં ઉલ્લેખ કર્યો હતો કે આપણે બધાંએ સાથે મળીને, અમેરિકન સરકારે અફઘાનિસ્તાનમાંથી લશ્કરી દળો પાછા ખેંચ્યા પછીની સ્થિતિ અંગે તેમજ અફઘાનિસ્તાનની સલામતિ અંગે ચર્ચા કરવી જોઈએ, પરંતુ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા જળવાય તે માટે અમારે જે કાંઈ કરવાનું હશે તે અમે કરીશું.

જ્યાં સુધી તાલિબાન અને આઈએસઆઈએસ (ISIS)ની નિસ્બત છે અને તમે તે બાબતે ચિંતા વ્યક્ત કરી છે. હું દ્રઢ પણે માનુ છું કે આ બાબતે એક એવા આંતરરાષ્ટ્રીય સમુદાયની જરૂર છે કે જે સમગ્રપણે કામ કરે અને તે આતંકવાદ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત આત્મમંથન કરે. ઉદાહરણ લઈએ તો વર્ષ 1993 સુધી કેટલાક દેશ આ દૂષણ અંગે ભારપૂર્વક વિચારી પણ શકતા ન હતા. એ લોકો આ બાબતને સંપૂર્ણપણે એ દેશની કાયદા અને વ્યવસ્થાની બાબત ગણતા હતા અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે તેને માત્ર અનિષ્ટના પ્રભાવ તરીકે ગણતા હતા.

તમે જો પરિસ્થિતિનુ ઘનિષ્ઠ વિશ્લેષણ કરશો તો જણા શે કે માનવ મૂલ્યોની જાળવણી કરતા દેશ સાથે મળીને આતંકવાદનો સામનો કરે તે જરૂરી છે. આપણે આતંકવાદને માત્ર નેઈમપ્લેટને આધારે જોવા ન જોઈએ અટલે કે તે કયા ગ્રુપ સાથે સંકળાયેલા છે, તેમનાં નામ, તે કયા ભૌગેલિક સ્થળના લોકો છે, કયા લોકો આતંકવાદનો ભોગ બન્યા છે. મને લાગે છે કે આપણે તેને વ્યક્તિગત રીતે અલગ અલગ ટૂકડામાં જોવાને બદલે આપણે આતંકવાદની વિચારધારા તરફ ઘનિષ્ઠપણે ધ્યાન આપવુ જોઈએ અને તેને માનવ મૂલ્યો સામેની લડત તરીકે જોવો જોઈએ.

આથી જે કોઈ દેશ માનવ મૂલ્યોમાં માનતા હોય તેમણે તેમને તાલિબાન કે આઈએસઆઈએસ કે વ્યક્તિગત જૂથ કે વિવિધ નામ તરીકે નહી જોતાં સંગઠિત થઈને અનિષ્ઠ પરિબળો સામે એક વૈચારિક પરિબળ સામે લડત આપવાની જરૂર છે. વ્યક્તિગત જૂથનાં નામ બદલાતાં રહેશે. આજે તમે તાલિબાન કે આઈએસઆઈએસ સામે લડો છો, કાલે તમારે બીજુ કોઈ નામ ધરાવનાર સામે લડવુ પડશે. આથી દરેક દેશે કોઈ ચોકકસ જૂથનુ વ્યક્તિગત નામ લીધા વગર કે કોઈ ચોકકસ ભૌગોલિક પ્રદેશને ધ્યાનમાં લીધા વગર અને આતંકવાદનો ભોગ બનેલા લોકોનો ઉલ્લેખ કર્યા વગર સંગઠીત થઈને માનવ મૂલ્યો માટે લડત આપતા હો તે રીતે એક સંગઠીત બળ તરીકે લડત આપવાની રહેશે.

ટાઈમ :આથી જો સાથે મળીને કામ કરવાનુ થાય તો આપણે અલગ રીતે શું કરી શકીએ તેમ છીએ. તમે જે રીતે વર્ણન કરો છો અલગ પ્રકારે કામ કરવાથી જોખમને હલ કરવામાં કયા ફેરફાર આવી શકે તેમ છે.

મોદી: હું માનુ છું કે આંતરરાષ્ટ્રીય સમુદાય ચોકકસપણે આંતરરાષ્ટ્રીય આતંકવાદ અંગે યુનાઈટેડ નેશન્સ કોમ્પ્રીહેન્સીવ કન્વેન્શન (ઠરાવ) મંજૂર કરી શકે, એ ઠરાવ યુનાઈટેડ નેશન્સ પાસે ઘણા વર્ષથી પડેલો છે. મને લાગે છે કે આ કદમ સૌ પ્રથમ હાથ ધરવા જેવુ છે. ઓછામાં ઓછુ તેનાથી એટલુ તો સ્પષ્ટ પણે નિશ્ચિત થશે કે તમે કોને આતંકવાદી માનો છો અને કોને આતંકવાદી માનતા નથી આતંકવાદની વ્યાખ્યાનો મુદ્દો હલ થઈ જશે.

બીજુ મહત્વનુ કરવા જેવુ કામ એ છે કે આતંકવાદને માત્ર રાજકીય દ્રષ્ટિકોણથી  વિશ્લેષણ કરવા જેવુ નથી. પરંતુ આતંકવાદ માનવ મૂલ્યો સામે બળ તરીકે તેની પર કેવી રીતે હૂમલો કરે છે, જો તમે સીરીયામાં પ્રવર્તતા આતંકવાદ એક દ્રષ્ટિકોણથી અને સીરીયા બહારના આતંકવાદને અન્ય દ્રષ્ટિકોણથી જોશો તો તેનાથી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જો તમે આતંકવાદને સારો આતંકવાદ કે ખરાબ આતંકવાદ એવી વિવિધ કેટેગરીમાં જોશો તો તેનાથી પણ આગવી સમસ્યાઓ ઉભી થશે. સમાન પ્રકારે જો તમે તાલીબાનોને સારા આતંકવાદ કે ખરાબ આતંકવાદ તરીકે જોશો તો પણ આગવી સમસ્યાઓ ઉભી થશે.

મને લાગે છે કે આપણે આ આતંકવાદની સમસ્યાને વ્યક્તિગતરીતે જોવા જોઈએ નહી આપણે આ સમસ્યાને સમાન અવાજ (વલણ)થી હલ કરવાની છે. અલગ અલગ અવાજ મારફતે નહી. આમ થશે તો તેનુ આતંકવાદનુ આતરરાષ્ટ્રીય ફોકસ વિખેરાઈ જશે.

હું માનુ છું કે આ બાબતે કેન્દ્રિત અભિગમ દાખવીને આતંકવાદ જે તે વિસ્તારમાંથી નાબૂદ થઈ જાય તેવાં પગલાં ભરવાં જોઈએ. હું જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અને આ વર્ષે જાન્યુઆરીમાં પ્રેસિડેન્ટ ઓબામાને મળ્યો ત્યારે ખાસ કરીને જે તે વિસ્તારમાંથી આતંકવાદ નાબૂદ કરવા શું કરવુ જોઈએ તે અંગે વાત થઈ હતી. આતંકવાદને નાબૂદ કરવાના પ્રયાસોનું નેતૃત્વ સંભાળવા જણાવ્યું હતું. મને લાગે છે કે જો આપણે આ સિધ્ધિ હાંસલ કરી શકીએ આ ચોક્કસ અભિગમથી ઈમોશનલ બ્લેકમેઈલીંગનો અંત આવશે. તેનાથી આતંકવાદ અને ધર્મના નામે વાતો કરતા આતંકવાદીઓને અળગા કરી નાંખવાનું શક્ય બનશે.

બીજુ એક પાસુ એવું છે કે જેમાં આતંકવાદ સામે સામુહિક લડત આપવાની થાય છે. તેમાં કોમ્યુનિકેશન ટેકનોલોજીનો સવાલ ઉભો થાય છે. આતંકવાદીઓ કોમ્યુનિકેશનની તથા નાણાં મેળવવાની જે પધ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે અને તે નાણાંની ગેરકાયદે હેરફેર સાથે પણ સંકળાયેલા છે.તે ડર્ટી મની અને ડ્રગ ડીલીંગ તેમજ શસ્ત્રોની હેરફેરનું કામ કરે છે. આપણે આપણી જાતને એ પૂછવાનું રહે છે કે આતંકવાદીઓ શસ્ત્રો ક્યાંથી મેળવે છે અને તેમને કોમ્યુનિકેશન ટેકનોલોજી કોણ આપે છે? તેમને નાણાં ક્યાંથી મળે છે. આ બધા એવા કેટલાક પાસાં છે કે જેના અંગે સમગ્ર આંતરરાષ્ટ્રિય સમુદાયે સંગઠીત બનીને સંપૂર્ણપણે આ ત્રણેય પાસાંનો અંત લાવવો જોઈએ.

આપણે જો આંતરરાષ્ટ્રિય આતંકવાદ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઘનિષ્ઠ ઠરાવ કરીશું અને મેં જણાવ્યા તે મુજબના પગલાં લઈશું તો તેનાથી આંતરરાષ્ટ્રિય સમુદાયને લાભ થશે. અને આંતકવાદનું સમર્થન કરનારા દેશને પણ આપણે સૌ નોંખા પાડી શકીશું.

ટાઈમઃ પ્રધાનમંત્રી, તમે આતંકવાદ અને ધર્મને નોંખા પાડી દેવાની વાત કરી. તમે તાલિબાનો અંગે પણ ઉલ્લેખ કર્યો. આઈએસઆઈએસની પણ વાત કરી. છેલ્લા બે ગ્રુપ દુનિયાભરમાં તેમની પ્રવૃત્તિ દ્વારા ઘણી હેડલાઈન્સ મેળવે છે. આ આતંકી જૂથોમાં આફ્રિકાના બોકોહરામ અને અલ-શબાબનો સમાવેશ થાય છે. આ આતંકવાદી જૂથો એવો દાવો કરી રહ્યા છે કે તે જે કાંઈ કરી રહ્યા છે તે ઈસ્લામને નામે કરી રહ્યા છે. શું તમને લાગે છે કે ઈસ્લામિક વર્લ્ડના નેતાઓએ પોતાના સમુદાયોમાં ઘણું કામ કરવાનું રહેશે અને જે લોકો ઉદ્દામવાદી છે તેમને નરમ બનાવવા પડશે. વધુ કામ શિક્ષણના મોરચે કરવું પડશે. તો શું આતંકવાદ સામેની લડતમાં વધુ સહકાર આપીને લડચ ચાલુ રાખવાની રહેશે?

મોદીઃ તમે શરૂઆતમાં સવાલ પૂછ્યો તેમાં તાલિબાન અને આઈએસઆઈએસનો ઉલ્લેખ કર્યો હતો. આથી મેં મારો જવાબ નક્કી કરીને તેનો પ્રતિભાવ આપ્યો. મૂળભૂત રીતે આપણે વ્યક્તિગત જૂથોથી અળગા રહીને વિચારવું પડશે. હું ખાસ કરીને તાલિબાન અથવા તો આઈએસઆઈએસ અંગે પ્રતિભાવ આપતો નથી, પણ હું આ સમસ્યાને વ્યાપક દ્રષ્ટિકોણથી જોવા માટે આંતરરાષ્ટ્રિય સમુદાયને અનુરોધ કરૂં છું. આ મુદ્દાને વ્યક્તિગત દ્રષ્ટિકોણથી નહી પણ વ્યાપક દ્રષ્ટિકોણથી જોવી જોઈએ મને લાગે છે કે આતંકવાદ એ એક વિચાર પ્રક્રિયા છે. તેમની વિચાર પ્રક્રિયા આંતરરાષ્ટ્રિય સમુદાય માટે મોટા જોખમ જેવી છે. હું તેને કોઈ ચોક્કસ ધર્મ કે ધાર્મિક આગેવાનોની પ્રવૃત્તિ સાથે જોડતો નથી. મેં એવા દેશોનો ઉલ્લેખ કર્યો છે કે જે માનવ મૂલ્યોમાં માનતા હોય તેમણે સંગઠીત થવાની જરૂર છે અને પોતાના વ્યક્તિગત જૂથને અવગણીને સામુહિક લડત આપવાની પણ જરૂર છે. આ બાબતને કેન્દ્રિત અભિગમથી જોવાની જરૂર છે. ખાસ કરીને હું ગયા વર્ષે પ્રેસીડેન્ટ ઓબામાને ગયાવર્ષે સપ્ટેમ્બરમાં અને આ વર્ષે જાન્યુઆરીમાં મળ્યો ત્યારે મે તેમને આતંકવાદને નોખો પાડી દેવાના પ્રયાસ તરીકે આ પરિવર્તનની આગેવાની લેવા વિનંતી કરી હતી. મને લાગે છે કે આપણે જો આ સ્થિતિ હાંસલ કરી શકી શું અને એ માર્ગે આગળ વધીશું તો આ અભિગમમાં થઈ રહેલા ઈમોશનલ બ્લેકમેઈલીગનો અંત આવશે અને આતંકવાદ અને ધર્મનુ નામ આપીને જે કૃત્યો કરવામાં આવે છે તે બંધ થશે. આનાથી આપણને આતંકવાદને સંપૂર્ણ નોખો પાડી દેવામાં સહાય થશે

ટાઈમઃ પ્રધાનમંત્રી, મેં અગાઉ જેનો ઉલ્લેખ કર્યો છે તેવી બે બાબતો અંગે વાત કરીએ તો તમે જણાવ્યું કે દરેક દેશ પોતાનો પ્રભાવ વધારવા માટે પ્રયાસ કરે છે. ઘણી વખત સ્વાભાવિકપણે આ બાબત હકારાત્મક હોતી નથી. આમાંની એક વાત એવી છે કે જે અમેરિકા અને ભારત સાથે મળીને કરી શકે તેમ છે, પરંતુ અમેરિકા હમણાં યુક્રેનમાં રશિયાના પ્રભાવનો સામનો કરવામાં સક્રિય છે. રશિયા સામે જે પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે તેનું તમે સમર્થન કરો છો?

મોદીઃ આ મુદ્દો જી-20 સમીટમાં ઉઠાવવામાં આવ્યો હતો. પ્રેસિડેન્ટ ઓબામા ત્યાં હાજર હતા. પ્રેસિડેન્ટ પુતિન પણ હાજર હતા ત્યારે મેં બંને પ્રેસિડેન્ટની હાજરીમાં મારૂં મંતવ્ય જણાવ્યું હતું. મારો મત એવો હતો કે યુનાઈટેડ નેશન્સની માર્ગરેખાઓ છે. યુનાઈટેડ નેશન્સની કેટલીક જોગવાઈઓ પણ છે. મને લાગે છે કે યુનાઈટેડ નેશન્સના માળખામાં રહીને કામ કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રિય સમુદાયે આ પગલાંને અનુસરવું જોઈએ.

ટાઈમઃ વધુ એક આંતરરાષ્ટ્રિય મુદ્દો ઉભરી આવવાનો છે તે છે- આ વર્ષની પેરિસ ક્લાયમેટ સમિટ. શું ભારત દૂષિત વાયુ છોડવાના મુદ્દે અથવા તો એની ઉપર મર્યાદા લાદવા માટે સંમત થશે?

મોદીઃ સમગ્ર દુનિયામાં, જો તમે વિવિધ દેશનો સાંસ્કૃતિક ઈતિહાસ તપાસશો તો જણાશે કે એ લોકો દાયકાઓથી જે જીવનશૈલીને અનુસરી રહ્યા છે તે તમને દુનિયાના આ ભાગમાં એટલે કે ખાસ કરીને ભારતમાં જોવા મળશે. ભારતે ઘનિષ્ટ સંબંધો જાળવીને આર્થિક વૃધ્ધિના સહઅસ્તિત્વનો આગ્રહ રાખ્યો છે. આ પ્રણાલિને ભારતમાં હજારો વર્ષોથી અનુસરાઈ રહી છે. દુનિયાના આ ભાગમાં એટલે ખાસ કરીને ભારતમાં કુદરતી સ્રોતોનો દુરૂપયોગ કરવો તેને એક ગુનો ગણવામાં આવે છે. આપણે અત્યંત જરૂરી હોય તેવી જ ચીજો કુદરત પાસેથી મેળવવી જોઈએ અને એથી વધારે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

જો હું હળવાશથી ભારતના સાંસ્કૃતિક માળખામાં અનુસરાઈ રહેલી પધ્ધતિ અંગે વાત કરૂં તો જ્યારે વ્યક્તિ સવારે ઉઠીને પથારીમાંથી ઉભો થાય છે ત્યારે ધરતીમાતા ઉપર પ્રથમ કદમ મૂકે છે ત્યારે તેને દુઃખ થાય છે. આપણે બાળકોને પણ શિખવવું જોઈએ કે ધરતી તેમની માતા છે અને તે આપણને ઘણું બધુ આપી રહી છે. આથી સવારે ઉઠીને પગ મૂકીને તેમને દર્દ આપતાં પહેલાં સૌ પ્રથમ ધરતીમાતાની માફી માંગવી જોઈએ.

અમે સાંસ્કૃતિક ઈતિહાસ પણ ભણાવીએ છીએ, જેમાં સમગ્ર વિશ્વને એક પરિવાર ગણવામાં આવે છે. સૂઈ જવાના સમયે બાળકોને કહેવામાં આવતી વાર્તાઓ તેમજ શાળાના પુસ્તકોમાં સમાવાયેલી વાર્તાઓમાં ચંદ્રને મામા ગણવામાં આવ્યા છે અને સૂર્યને દાદા તરીકે સંબોધવામાં આવે છે ત્યારે આપણે આ પાસાંને પરિવારના દ્રષ્ટિકોણથી જોઈશું તો આપણું કુદરત સાથેનું જોડાણ ઘણું ઊંડુ અને નોખા પ્રકારનું ગણાશે. જ્યાં સુધી COP21ને સંબંધ છે ત્યાં મને લાગે છે કે તેમાં તમારે દુનિયા અંગે તથા જલવાયુ પરિવર્તન અંગે વિચારવું જોઈએ. દુનિયાનો કોઈ ભાગ જો આ મુદ્દે ચોક્કસ ઉદ્દેશથી નેતૃત્વ લેવા માંગતો હોય તો તે દુનિયાના આ હિસ્સામાં બની શકે છે. જ્યાં સુધી મારી ચોક્કસ ભૂમિકા અને જવાબદારીની વાત આવે છે, હું આ મુદ્દે સતત સભાન અને જાગૃત છું. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મારી સરકાર દુનિયાની ચોથા નંબરની એવી સરકાર હતી કે જેણે પોતાના રાજ્યમાં જલવાયુ પરિવર્તનનો વિભાગ શરૂ કર્યો હતો. અમે તેને વિકાસની નીતિ સાથે જોડીને અમલ શરૂ કર્યો હતો.

ભવિષ્યમાં પણ અમે જે કોઈ પ્રયાસો કરવાના છીએ તેમાં ઊર્જાના વપરાશ ઉપર ભારપૂર્વક ધ્યાન આપવામાં આવશે અને એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલીની નીતિને અનુસરવામાં આવશે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો અમે રિન્યુએબલ સ્રોતોમાંથી 175 GW વિજળી પેદા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાં 100 GW વિજળી સોલાર અને 75 GW વિજળી પવન ક્ષેત્રમાંથી પેદા કરાશે. મારી સરકારનો સાચા અર્થમાં આ મોટો પ્રયાસ છે.

મેં મિશન મોડમાં વધુ એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેને અમે ક્લિન ગંગા મિશન તરીકે ઓળખીએ છીએ. આ પગલું મુખ્યત્વે ગંગા નદીને જોમ બક્ષવાનું છે. ગંગા નદીનો આશરે 2500 કિ.મી. લાંબો પ્રવાહ છે. અંદાજે 40 ટકા ભારતીય વસતિ સીધી કે આડકતરી રીતે ગંગા નદી સાથે જોડાયેલી છે. આ પ્રયાસ માત્ર ગંગા નદીને શુધ્ધ કરવાનો જ નહીં, પણ વાસ્તવમાં વિકાસનો એક મહત્વનો મુદ્દો છે કે જેમાં મુખ્યત્વે વિકાસ અને પર્યાવરણલક્ષિતા ઉપર ભાર મૂકવામાં આવે છે.

હકિકતમાં, હું સમગ્ર આંતરરાષ્ટ્રિય સમુદાયને કહેવા માંગુ છું કે જે લોકો પોતાના દેશમાં એન્વાર્મેન્ટ ફ્રેન્ડલી વિકાસમાં માનતા હોય તેમને હું ગંગા નદીને સ્વચ્છ કરવાના પ્રયાસમાં જોડાવા માટે આમંત્રણ આપું છું. મેં અગાઉ કહ્યું તે મુજબ આ પગલું એન્વાર્મેન્ટ ફ્રેન્ડલી વિકાસ માટેનું અને પર્યાવરણને જાળવવા માટેનું મોડલ બની રહેશે.

છેલ્લા થોડાંક વર્ષોથી મેં આ પ્રવૃત્તિ મિશન મોડમાં હાથ ધરી છે અને તેના એક સ્તરમાં ઊર્જા બચાવવાની વાત છે. અમે એલઈડી બલ્બ વહેંચીને લોકપ્રિય બનાવવાની રાષ્ટ્ર વ્યાપી ઝૂંબેશ હાથ ધરી છે. આ એવી બાબત છે કે જેનાથી રાષ્ટ્રિય સ્તરે ઊર્જા વપરાશને કારણે થતું કાર્બન એમિશન અને કાર્બનનો વ્યાપ ઘટશે.

ભારતના ખેડૂતો માટે મેં સોઈલ હેલ્થ કાર્ડ આપવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ એક એવી પધ્ધતિ છે કે જેની મારફતે આપણાં ખેડૂતો જે જમીનમાં ખેતી કરે છે તે જમીનમાં ઝેરી તત્વો હશે તો તેની જાણ થશે. આ વિચાર પાછળ વૈજ્ઞાનિક અભિગમથી કામ કરવાનો અને તે પછીના કદમમાં કેમિકલ ફર્ટિલાઈઝરનો ઉપયોગ ઘટાડવાનું કહેવામાં આવે છે. આ કારણે ઓર્ગેનિક ફર્ટિલાઈઝરનો વપરાશ વધશે અને તેમની જમીનની જાળવણી થશે. કુદરતી રીતે આ કામગીરીથી વાવેતરમાં પર્યાવરણ પરનો બોજો ઘટશે. ભારતના હિમાલય પ્રદેશને હું ઓર્ગેનિક ખેતીમાં રૂપાંતરિત કરવા માંગુ છું અને તે સમગ્ર વિશ્વનું ઓર્ગેનિક ખેતીની રાજધાની સમાન બની રહેશે.

હવે હું વધુ એક પગલાં અંગે વાત કરીશ, જે એક નાનું પગલું જણાશે પરંતુ તેની પર્યાવરણ પર થતી અસર ખૂબ મોટી છે. ભારતમાં અમે કેટલાક પરિવારોને રસોઈ માટે સબસીડીથી એલપીજી ગેસ સિલિન્ડર આપીએ છીએ. થોડાંક સમય પહેલાં મેં સમૃધ્ધ પરિવારોને ગેસની સબસીડી ત્યજી દેવા જણાવ્યું હતું અને રાંધણ ગેસના સિલિન્ડરોને મુક્ત કરવા જણાવ્યું હતું. ખૂબ જ ટૂંકા સમયમાં આશરે 400,000 પરિવારોએ ગેસ સિલિન્ડરની મળતી સબસીડી ત્યજી દીધી હતી. મારો ઉદ્દેશ સબસિડી મુક્ત થયેલા ગેસ સિલિન્ડર ગરીબ પરિવારોને આપવાનો હતો. આવું કરવાથી ત્રણ ઉદ્દેશ હલ થતા હતા. પ્રથમ તો લોકો રસોઈ માટે જંગલના લાકડાંનો ઉપયોગ કરવાનું બંધ કરે અને તેનાથી જંગલો નાબૂદ થવાનું અટકે. બીજુ, વ્યાપકપણે કાર્બનનો વ્યાપ વધારતા જંગલના લાકડાં વાપરવાથી થતા કાર્બનનું એમિશન ઘટશે. ત્રીજુ, આ પગલાંથી ગરીબ પરિવારોમાં આરોગ્ય અંગેની સમસ્યાઓ ઘટશે. આ રીતે અમે આ ત્રણેય ઉદ્દેશ હલ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં કાર્બનનો વ્યાપ ઘટાડવાનો, જંગલોનું ધોવાણ ઘટાડવાનો અને સરળ એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી પગલાંને કારણે ગરીબ પરિવારોનું આરોગ્ય સુધારવાનો સમાવેશ થાય છે.

તાજેતરમાં અમે બીજો એક નિર્ણય લીધો છે, જેમાં બે અભિગમને જોડ્યા છે. તેનાથી ગામડાંમાં રોજગારી વધવા ઉપરાંત હરિયાળા આવરણમાં પણ વધારો થશે. અમે ગામડામાં રૂ.40,000 કરોડ (અંદાજે 6.7 અબજ ડોલર)ની જમીન ગ્રીન કવર માટે પૂરી પાડી છે. આ રકમમાંથી ગ્રામ વિસ્તારમાં વૃક્ષો વાવવામાં આવશે અને ગ્રામ વિસ્તારમાં રોજગારીમાં વધારો થવા ઉપરાંત પર્યાવરણની જાળવણીનું પણ કામ થશે.

અમે લીધેલું બીજુ એક પગલું- ભારતના 50 શહેરોમાં મેટ્રો જાહેર પરીવહન સુવિધાનું નિર્માણ કરવાનો છે. અમે વ્યાપકપણે દૂષિત પાણીને શુધ્ધ કરવાનો અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના આયોજનો હાથ ધર્યા છે. અમારો વિચાર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનો ઉપયોગ કરીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નિવડે તેવી પ્રવૃત્તિ હાથ ધરવાનો છે. મેં જે કોઈ પગલાંનું વર્ણન કર્યું છે તે છેલ્લા 10 માસમાં ભરવામાં આવ્યા છે અને તેનો મુખ્ય ઉદ્દેશ અમારો આર્થિક વિકાસ એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી બની રહે તેની ખાત્રી રાખવાનો છે.

બીજું એક પાસુ- હું આંતરરાષ્ટ્રિય સમુદાયને જણાવતો રહું છું તે અંગે ધ્યાન આપવા આ સમુદાય સજ્જ નથી અથવા તો તેની ઉપર ધ્યાન અપાતું નથી. આ મુદ્દો જીવનશૈલી બદલવાનો છે. વસ્તુઓ વાપરીને ફેંકી દેવાની ડિસ્પોઝેબલ્સની સંસ્કૃતિ પર્યાવરણ ઉપર મોટા બોજા સમાન છે. પૃથ્વી પરની ચીજોનું રિસાયક્લીંગ અને ફેરઉપયોગ કરવો તે એક મહત્વનું પાસું છે. આપણી રોજબરોજની જીવનશૈલીમાં એને અનુસરવાનું રહેશે. મને લાગે છે કે જીવનશૈલી બદલવાની વાત ખૂબ જ મહત્વની છે.

ટાઈમઃ પ્રધાનમંત્રી તમે ભારતમાં અમલમાં મૂકેલા આર્થિક અને વિકાસલક્ષી સુધારાઓ અંગે વાત કરી, પરંતુ પ્રગતિના અન્ય માપદંડ પણ છે. અગાઉ પ્રેસિડેન્ટ ઓબામાએ જણાવ્યું હતું કે મહત્વના આ મુદ્દાઓ ઉપર ભારત સફળ થશે તો, ભારતના ધર્મની લાઈન ઉપર ભાગલા પડશે નહીં. પ્રેસિડેન્ટ ઓબામાની ટિપ્પણી અંગે તમારે શું કહેવાનું છે?

મોદીઃ ભારત એ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતો સાંસ્કૃતિક સમુદાય છે. જો તમે ભારતના ઈતિહાસનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરશો તો તમને એવો એક પણ કિસ્સો જોવા મળશે નહીં કે જેમાં ભારતે અન્ય દેશ ઉપર આક્રમણ કર્યું હોય. સમાન પ્રકારે ઈતિહાસમાં તમને એવો કોઈ સંદર્ભ જોવા નહીં મળે કે જેમાં અમે નૈતિક અથવા તો આર્થિક મુદ્દાને કેન્દ્રમાં રાખીને યુધ્ધ છેડ્યું હોય. ભારતની સંસ્કૃતિમાં જે વિવિધતા છે તે હકિકતમાં એક સુંદર બાબત છે અને તેનું અમને ખૂબ જ ગૌરવ છે. જીવન અંગેની અમારી વિચારધારા કે જેને અમે હજારો વર્ષોથી અનુસરીએ છીએ તેનું પ્રતિબિંબ અમારા બંધારણમાં જોવા મળે છે. અમારૂં બંધારણ કોઈ સાંસ્કૃતિક વિચારધારાથી પ્રેરિત નથી. તે તમામ ધર્મોને એક સરખું સન્માન આપવામાં માને છે. ભારતીય ધર્મગ્રંથોમાં જણાવાયું છે કે ‘સત્ય એક જ છે, પણ સંતો તેને અલગ અલગ નામથી ઓળખે છે’. શિકાગોમાં સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં ગયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે વિવિધ ધર્મોને સન્માન આપવું તેમાં સાર્વત્રિક સહનશક્તિનો સવાલ નથી, પરંતુ તે તમામ ધર્મો સાચા છે તેવું માનવાની વલણ છે. ભારત અને ભારતીય સંસ્કૃતિ ધર્મ પ્રત્યે કેવું હકારાત્મક વલણ ધરાવે છે તેનું ઉદાહરણ છે. તમે દુનિયાની એક નાના લઘુમતિ એવા પારસી સમુદાય ઉપર ધ્યાન આપશો તમને જણાશે કે તેણે ભારતમાં મહત્તમ વિકાસ કર્યો છે. અમારા ચીફ ઓફ આર્મી સ્ટાફ પારસી સમુદાયમાંથી આવતા હતા. અમારા સૌથી મોટા ઉદ્યોગપતિ પણ પારસી સમુદાયમાંથી આવે છે. સુપ્રિમ કોર્ટના એક ચીફ જસ્ટીસ પણ આ નાની લઘુમતિમાંથી આવતા હતા. આ રીતે તમામ ધર્મોનો સ્વિકાર કરવો તે અમારા લોહીમાં છે. અમારી સંસ્કૃતિ સાથે મળીને કામ કરવામાં માને છે અને તમામ ધર્મોને સાથે લઈને ચાલે છે.

મારી વિચારધારા, મારા પક્ષની વિચારધારા અને મારી સરકારની વિચારધારા કે જેને હું ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ તરીકે ઓળખાવું છું. ‘અમે તમામ લોકોની પ્રગતિ માટે સૌનો સાથ લઈને કામ કરીએ છીએ.’ આથી આ સૂત્ર પાછળની વિચારધારાનો ચોક્કસ ઉદ્દેશ છે. અમે બધાં સાથે મળીને સમાવેશી વૃધ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ.

 

ટાઈમઃ અમે અમેરિકામાં રાજકિય ઝૂંબેશ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે અમેરિકાના ઘણાં રાજકિય નેતાઓ તેમનો ધર્મ જે ભૂમિકા બજાવે છે તે અંગે વાત કરે છે અને નેતા તરીકે પોતાના મંતવ્ય અંગે વાત કરે છે. તમે મને જણાવશો ભારતના નેતા તરીકે હિંદુત્વમાં તમારી શ્રધ્ધા કઈ રીતે જાળવી રાખો છો?

મોદીઃ ધર્મ અને શ્રધ્ધા બંને ખૂબ જ વ્યક્તિગત બાબતો છે. જ્યાં સુધી સરકારને સંબંધ છે તેમનું એક જ પુસ્તક પવિત્ર છે અને તે છે ભારતનું બંધારણ.

હકિકતમાં, હું જ્યારે હિંદુત્વની વ્યાખ્યા અંગે વાત કરૂં છું ત્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે તેની સુંદર વ્યાખ્યા કરી છે અને તે કહે છે કે વાસ્તવમાં હિંદુત્વ એ ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની એક પધ્ધતિ છે.

જો કોઈ વ્યક્તિ મારી પોતાની માન્યતા અંગે વિચારે તો અગાઉ જેની વાત કરી છે તેવા મૂલ્યો વચ્ચે હું મોટો થયો છું, એટલે કે ધર્મ એ જીવન જીવવાનો એક માર્ગ છે. અમે ‘વસુધૈવ કુટુંબકમ’નો અર્થ એ થાય છે કે સમગ્ર વિશ્વ એ એક પરિવાર છે અને તેથી તમામ ધર્મોને સન્માન આપો. હું આવા મૂલ્યો વચ્ચે મોટો થયો છું.

ભારતીય વિચારધારાનો આ સારાંશ છે. હિંદુ વિચારધારામાં કહેવામાં આવ્યું છે કે બધા લોકો આનંદી હોવા જોઈએ, તમામ લોકો તંદુરસ્ત હોવા જોઈએ અને તમામ લોકોએ જીવનને સંપૂર્ણપણે માણવું જોઈએ. આમાં કોઈ ચોક્કસ ધર્મ અંગે કે કોઈ ચોક્કસ પંથ અંગે કહેવાયું નથી. આ એક વિચારધારા છે અને તમામ સમાજને આવરી લઈ જીવવામાં આવતી જીવનશૈલી છે.

હિંદુત્વ એવો ધર્મ છે કે જે અપાર, ઊંડાણ અને વ્યાપક વૈવિધ્ય ધરાવે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ મૂર્તિ પૂજામાં માનતો ના હોય અને મૂર્તિઓને ધિક્કારતો હોય તો પણ તે હિંદુ હોઈ શકે છે.

ટાઈમઃ પ્રધાનમંત્રીશ્રી તમારા પક્ષના કેટલાક સભ્યોએ ભારતના લઘુમતિ ધર્મો અંગે વિપરીત નિવેદનો કર્યા છે અને અમે એવું સમજીએ છીએ કે આ નિવેદનો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે છે. કેટલાક લોકો ભારતમાં ધર્મપાલનના ભાવિ અંગે ચિંતા અનુભવે છે. અમે એ સમજવા પ્રયાસ કરીએ છીએ કે શું તમારા નેતૃત્વ હેઠળ તેમણે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર છે?

મોદીઃ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને મારી સરકારને સંબંધ છે ત્યાં સુધી અમે આ પ્રકારની વિચારધારામાં માનતા નથી અને જ્યાં પણ ચોક્કસ ધાર્મિક લઘુમતિ અંગે કોઈ વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત થાય છે ત્યારે અમે તાત્કાલિક તેને વખોડી કાઢીએ છીએ. ભાજપ અને મારી સરકારને સંબંધ છે ત્યાં સુધી, મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તે મુજબ અમારો એક જ ધર્મગ્રંથ છે અને તે છે- ભારતનું બંધારણ. અમારા માટે એકતા અને દેશની અખંડતા મહત્વની છે. આ બંને બાબતોને અમે ઉચ્ચ અગ્રતા આપીએ છીએ. તમામ ધર્મો તથા તમામ સમુદાયોને સમાન હક્ક છે અને તેમને સંપૂર્ણ રક્ષણ આપવાની મારી જવાબદારી છે. મારી સરકાર ધર્મ, જાતિ કે પંથના મુદ્દે થતા ભેદભાવને સહન કરશે નહીં. આથી આવો ભારતની લઘુમતિઓના હક્કો અંગેનો સંદેહ એક કાલ્પનિક બાબત બની જાય છે.

ટાઈમઃ પ્રધાનમંત્રી, હું ભૂતકાળમાં જઈને ગયા વર્ષની ચૂંટણીઓની વાત કરૂં તો સૌથી મહત્વની બાબત અર્થતંત્રની છે અને તેને અંગે ઘણી વાતો પણ થઈ છે, પરંતુ ઘણાં રોકાણકારોએ સુધારાની ગતિ અંગે સવાલો કર્યા છે. તેમનું કહેવું છે કે સુધારા માટે ગતિ પૂરતી નથી. અર્થતંત્ર મૂળભૂત રીતે ઓઈલના ભાવ ઉપર આધાર રાખે છે. બીજા વર્ષ તરફ આગળ વધી રહ્યા છો ત્યારે તમે સુધારાનું કેવું આયોજન ધરાવો છો?

મોદીઃ જો તમે વર્ષ 2014ના માર્ચથી મે સુધીના એટલે કે ગયા વર્ષના અખબારો તપાસશો અને વાંચશો તો તમને મહત્વના પાસાં અંગે સાચો સંદર્ભ સમજાશે. તે સમયે અમે ચૂંટણીઓની નજીક હતા. એક મુદ્દો એ હતો કે સરકારમાં કશું થતું નથી. તે સમયે પોલિસી પેરાલિસીસ થયો હોય તેવી સ્થિતિ હતી. બીજુ, સમગ્ર પધ્ધતિમાં ભ્રષ્ટાચાર ફેલાયેલો હતો. નેતૃત્વ જેવું કશું હતું નહીં. કેન્દ્રમાં એક નબળી સરકાર હતી. એ સ્થિતિ અને પશ્ચાદ્દભૂમિકાને કારણે હું ચૂંટાઈ આવ્યો. મારી ચૂંટણી પછી, મારી સરકાર વર્ષ 2014માં ગયા વર્ષે સત્તામાં આવી. આ ઘટનાને છેલ્લા 10 વર્ષની એટલે કે વર્ષ 2014 પહેલાંની ગતિવિધીઓના સંદર્ભમાં જોવી જોઈએ. એટલે તમારે છેલ્લી સરકારના 10 વર્ષ વિરૂધ્ધ, મારી સરકારના 10 માસ સાથે તુલના કરવી જોઈએ.

હકીકતમાં આ બાબત તમે આંતરરાષ્ટ્રિય સંદર્ભમાં પણ જોઈ શકશો. સમગ્ર દુનિયા ફરી એક વખત ભારત માટે ઉત્સાહ દાખવતી થઈ છે અને ભારતને જે તકો મળી છે તે મુજબ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઘટનાને બીજી એક રીતે પણ જોઈ શકાય અને તે છે 21મી સદીનો પ્રારંભ. ચાર ઉભરતા અર્થતંત્રોના સંદર્ભમાં બ્રીક શબ્દ પસંદ કરવામાં આવ્યો હતો. આકલન એવું કરવામાં આવ્યું હતું કે બ્રીક દેશો આંતરરાષ્ટ્રિય અર્થતંત્રની વૃધ્ધિને વેગ આપશે. વર્ષ 2014 પહેલાંના 6 થી 7 વર્ષ અંગે એક એવો મત વ્યક્ત થયો હતો કે હું અને બ્રીક કદાચ ઓછી સુસંગત હોઈ શકે અથવા તો બ્રીક દેશોના ગ્રુપ અંગે સંકટ ઉભુ થયું હતું.

છેલ્લા 10 વર્ષમાં મેં બ્રીક્સની સ્થિતિ પુનઃસ્થાપિત કરી છે. આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે આઈએમએફ, વર્લ્ડ બેંક કે મૂડીઝ કે પછી અન્ય કોઈ ક્રેડિટ એજન્સી હોય, આ બધા એક જ અવાજે કહેતા હતા કે ભારતનું આર્થિક ભાવિ ખૂબ ઉજળું છે, તે ઝડપી ગતિથી પ્રગતિ કરી રહ્યું છે અને ફરી એક વખત તે આંતરરાષ્ટ્રિય આર્થિક પધ્ધતિ માટે વૃધ્ધિ અને સ્થિરતાનું પરિબળ બન્યું છે. ભારતની ગણના હવે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં થાય છે. ભારતનો સમાવેશ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં થયો છે. લોકોની અપેક્ષાની વાત કરીએ તો છેલ્લા 10 માસમાં સ્પષ્ટપણે પૂરવાર થયું છે કે દેશમાં અને આંતરરાષ્ટ્રિય સ્તરે ભારત માટેની અપેક્ષામાં વૃધ્ધિ થઈ છે તથા આ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અમે ઘણાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ.

અમે આગામી પાંચ વર્ષમાં જે કાંઈ કામગીરી કરવાના છીએ તેની ખૂબ જ સ્પષ્ટ રૂપરેખા અને માળખું મારા દિમાગમાં છે. અમે છેલ્લા એક વર્ષમાં જે કામ કર્યું છે તે બધુ આયોજન મુજબ થયું છે અને આગામી ચાર વર્ષમાં અમે આગળ ધપીશું તેમ ક્રમશઃ અમારી કામગીરી દેખાતી રહેશે. છેલ્લા 11 માસની સુધારાની પ્રક્રિયાને સંબંધ છે ત્યાં સુધી તે માત્ર સાદો નીતિ વિષયક સુધારાનો વિષય નથી. હવે પછીના ચાર વર્ષમાં ક્રમશઃ અમે કામગીરી કરતાં રહીશું તેમ તેમ સુધારાની પ્રક્રિયાના પરિણામો જોવા મળશે. અમે ખૂબ જ કેન્દ્રિત સ્વરૂપે વહિવટી સુધારા હાથ ધર્યા છે, જેમાં (1) બિઝનેસ કરવામાં આસાની (2) સરકારને વધુ જવાબદેહી બનાવવી (3) ટેકનોલોજી અને શાસનના સ્તરે સુધારા (4) લોકલ ગવર્નમેન્ટ અથવા તો રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારમાં તમામ સ્તરે સુધારા કરવા માંગીએ છીએ. અમે ખાસ કરીને સુધારાની સમગ્ર પ્રક્રિયાને અલગ સ્તરે લઈ ગયા છીએ. ફેડરલ અને રાજ્ય એમ બંને સ્તરે નીતિ આધારિત અને વહિવટી સુધારાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કરવેરાના મુદ્દે ભારતની આઝાદી પછી સૌથી મોટી સુધારાની પ્રક્રિયા અમલી બની છે અને તે જીએસટી તરીકે બહાર આવી છે. અમારી અપેક્ષા છે કે અમે નાણાંકિય વર્ષ 2016થી તેનો અમલ શરૂ કરી દઈશું.

બીજુ ઉદાહરણ ખાસ કરીને વીમા ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણની મર્યાદા વધારવાનું છે અને તેને 49 ટકા સુધી લઈ જવાશે. આ મુદ્દો છેલ્લા 7-8 વર્ષથી અટવાયેલો હતો અને કોઈ પ્રગતિ થતી ન હતી. અમે ખાત્રી રાખી કે આ ઠરાવ સરકારના પ્રથમ વર્ષમાં જ સંસદની મંજૂરી મેળવી લેશે તેની અમે ખાત્રી રાખીશું.

ટાઈમઃ પ્રધાનમંત્રીશ્રી, જ્યારે કેટલાક લોકો ચીન અને ભારતના આર્થિક વિકાસની તુલના કરે છે ત્યારે કેટલાક લોકો એવું કહે છે કે ચીન વધુ ઝડપી અને વધુ સફળ છે, કારણ કે ત્યાં એક જ પક્ષ ધરાવતી સત્તા છે, કે જેમાં મુખ્યત્વે પક્ષના આગેવાન જે કામગીરી હાથ ધરવાની હોય ત્યારે પોતાની અને કેબિનેટની પોલિસી માટે આદેશ કરી શકે છે. ભારત એક લોકશાહી દેશ છે. સંસદના નીચલા ગૃહની તમારે મંજૂરી લેવી પડે છે. તમારી પાસે ઉપલા ગૃહમાં બહુમતી નથી. ઉદાહરણ તરીકે જમીન સંપાદન ધારાની વાત કરીએ તો ભારતમાં જે શાસન પધ્ધતિ અમલમાં છે તેના કારણે આ કાયદાને નડતર ઉભુ થઈ શકે છે. તમને ક્યારેય એવું લાગે છે કે તમારી પાસે પ્રેસિડેન્ટ જિનપિંગ જેવી સત્તાઓ હોત તો ઘણી બાબતો આગળ વધારી શકાત.

મોદીઃ ભારત એક લોકશાહી દેશ છે. માત્ર બંધારણને કારણે જ ભારત લોકશાહી ન ગણાય. લોકશાહી અમારા ડીએનએમાં છે. જ્યાં સુધી ભારતના વિવિધ રાજકિય પક્ષોને સંબંધ છે ત્યાં સુધી હું દ્રઢપણે માનું છું કે તેમની પાસે નિર્ણય લેવા અંગેની પાકટતા અને ડહાપણ છે અને તે રાષ્ટ્રના શ્રેષ્ઠ હિતમાં નિર્ણયો લે છે. હું દ્રઢપણે માનું છું કે લોકશાહી અને તેના મૂલ્યોમાં માનું છું. આ અમારા માટે શ્રધ્ધાનો વિષય છે. આ મૂલ્યો દેશના તમામ રાજકિય પક્ષોમાં પ્રસરેલા છે. એ વાત સાચી છે કે ઉપલા ગૃહમાં અમારી પાસે બહુમતિ નથી. આ સ્થિતિ છતાં, સંસદમાં થયેલી કામગીરી તરફ તમે નજર નાંખો તો અમારી સરકાર હેઠળ જે કામ થયા છે તે એક સિધ્ધિ સમાન છે. લોકસભામાં, સંસદના નીચલા ગૃહમાં 124 ટકા જેટલી ઉત્પાદકતા રહી છે. જ્યારે ઉપલા ગૃહની ઉત્પાદકતા 107 ટકા જેવી રહી છે. એકંદરે તે કાયદો ઘડનાર સમુદાયની કામગીરી અંગે ખૂબ જ હકારાત્મક સંદેશો આપે છે. એકંદરે સંસદમાં 40 વિધેયકો મંજૂર કરાયા છે. આથી જો મને પૂછવામાં આવે કે તમને ભારતનું શાસન ચલાવવા સરમુખત્યારશાહી જોઈએ કે પછી તેની જરૂર નથી. શું તમને દેશ ચલાવવા માટે સરમુખત્યારશાહીની જરૂર છે? ના નથી. તમને એવી શક્તિશાળી વ્યક્તિની જરૂર છે કે જે એક જ સ્થળે સત્તા કેન્દ્રિત થાય તે જરૂરી માને છે. ના, આવું નથી. ભારતને આગળ ધપાવવા માટે જો કશું જરૂરી હોય તો લોકશાહી અને લોકશાહીના મૂલ્યોમાં સહજપણે રહેલી માન્યતા મહત્વની છે. મને લાગે છે કે અમને આ સ્થિતિની જરૂરિયાત છે અને તેવી સ્થિતિ અમારી પાસે છે. તમે વ્યક્તિગત રીતે મને એક તરફ લોકશાહી મૂલ્યો અને બીજી તરફ સંપત્તિ, સત્તા, સમૃધ્ધિ અને કીર્તિમાંથી પસંદગી કરવાની હોય તો હું આસાનીથી અને કોઈપણ અવઢવ વગર લોકશાહી અને લોકશાહી મૂલ્યોમાં માનવાનું પસંદ કરીશ.

ટાઈમઃ વાણી સ્વાતંત્ર્ય એ લોકશાહીનું એક પાસું અને લોકશાહીનો સ્તંભ છે. આ અગાઉ ભારત સરકારે બળાત્કારના એક ભયંકર કેસ અંગેની દસ્તાવેજી ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઘટના ડિસેમ્બર, 2012માં બની હતી. શાસકોએ શા માટે આવું કરવું પડ્યું અને તમારા મતે વાણી સ્વાતંત્ર્યની કોઈ મર્યાદા છે ખરી? તમને લાગે છે કે મુક્ત વાણીને પણ કેટલીક મર્યાદાઓ હોવી જોઈએ?

મોદીઃ પ્રશ્નમાં આવરી લેવાયેલી આ બંને અલગ અલગ બાબતો છે. હું તે બંને અંગે વાત કરીશ. પ્રથમ વાત હું હળવાશથી કરીશ. તમે જો ગેલેલિયો અંગેના પ્રસિધ્ધ એપિસોડને યાદ કરી જુઓ. તેણે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે તેવી આગાહી કરી હતી, પરંતુ સમાજમાં એ સમયે આનાથી અલગ માન્યતા હતી. બાઈબલમાં જે કાંઈ લખેલું છે તેની તુલનામાં આ સિધ્ધાંતો અલગ હતા. આથી ગેલેલિયોને એ સમયે જેલમાં પૂરી દેવાનો નિર્ણય લેવાયો હતો.

હવે ભારત એ એક એવી સંસ્કૃતિ છે કે જ્યાં ત્યાગ કરવાનો સિધ્ધાંત ઉછેરની સાથે સાથે અમલી બનતો હોય છે. આ સ્થિતિની પશ્ચાદ્દભૂમિકા તપાસશો તો તમારે ઈતિહાસ તરફ નજર માંડવી પડશે. તે સમયે વધુ એક મહાન વિચારક ચાર્વાક હતા. તેમણે અત્યંત સુખવાદની થિયરી આગળ ધપાવી હતી, જે ભારતીય નીતિમત્તાની વિરૂધ્ધ હતી. તેમણે આવશ્યકપણે કહ્યું હતું કે તમારે આવતીકાલની ચિંતા કરવાની જરૂર નથી- ખાવ, પીઓ અને મજા કરો. પરંતુ આ પ્રકારના અંતિમવાદી વિચારો ભારતીય નીતિની બિલકુલ વિરૂધ્ધ હતા. આ વિચારકને ભારતીય સમાજમાં પ્રવર્તતી માન્યતા વિરૂધ્ધના વિચારો વ્યક્ત કરવાની છૂટ હતી. જ્યાં સુધી વાણી સ્વાતંત્ર્યને સંબંધ છે ત્યાં સુધી આપણી કટિબધ્ધતા અને માન્યતાઓ બાબતે સહેજ પણ વિવાદ નથી

તમે જેનો ઉલ્લેખ કર્યો છે તે ડોક્યુમેન્ટ્રી ટેલિકાસ્ટ કરવાનો મુદ્દો તે વાણી સ્વાતંત્ર્યનો મુદ્દો નથી. ખાસ કરીને આ કાનૂની મુદ્દો છે અને તેના બે થી ત્રણ પાસાં છે. એક પાસું એ છે કે- બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ જાહેર થવી જોઈએ નહીં. જો એવું થયું હોત તો આ ઈન્ટરવ્યુ પણ ટેલિકાસ્ટ કરવાની છૂટ મળી હોત. બીજુ- આ કેસ હજુ પણ ન્યાયપાલિકાને આધીન છે. એમાં એક વ્યક્તિ સાથેની મુલાકાતની વાત છે કે જે વ્યક્તિએ અપરાધ કર્યો છે તેવો દાવો થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુ પ્રસિધ્ધ થયો હોત તો ન્યાયની પ્રક્રિયાને અસર થાત. ત્રીજું- ભોગ બનેલી વ્યક્તિની સુરક્ષાની પણ આપણી જવાબદારી હોય છે. જો અમે આવું થવા દેવાની છૂટ આપી હોત તો અપરાધનો ભોગ બનેલ વ્યક્તિ માટે આત્મગૌરવનો સવાલ ઉભો થાત. આથી હું માનું છું કે આ કેસમાં વાણી સ્વાતંત્ર્યનો સવાલ નથી. તે વિશેષ કરીને કાનૂની બાબત અને ભોગ બનેલી વ્યક્તિ તેમજ ન્યાયની પ્રક્રિયાને સન્માન આપવાનો સવાલ હતો. જ્યાં સુધી વાણી સ્વાતંત્ર્યને સંબંધ છે ત્યાં સુધી મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તે મુજબ આ કોઈ વિવાદી મુદ્દો નથી. અમે જેને અત્યંત સન્માન આપીએ છીએ તે લોકશાહી મૂલ્યોનો સવાલ છે.

ટાઈમઃ આપણે પીટર તરફ આગળ વધીએ તે પહેલાં હવે હું તમને એક છેલ્લો સવાલ પૂછીશ. પીટર ખૂબ જ આતુર છે. આપણે પ્રભાવ અને ટાઈમ 100 અંગે વાત કરી. આ લોકો હાલમાં દુનિયામાં ભારે પ્રભાવ ધરાવે છે. તમે મને કહી શકો કે તમને સૌથી વધુ કોણે પ્રભાવિત કર્યા છે?

મોદીઃ તમે મને જે સવાલ કર્યો છે તે હકિકતમાં મારા હૃદયને સ્પર્શી ગયો છે. મારો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. બાળપણમાં હું રેલવેના કોચમાં ચા વેચતો હતો. આજીવિકા માટે મારી માતા અન્ય લોકોના ઘરમાં વાસણો ધોવાનું તેમ જ અન્ય નાના કામ કરતી હતી.

મેં ગરીબીને નજીકથી જોઈ છે. હું ગરીબીમાં જીવ્યો છું. મારૂં સમગ્ર બાળપણ ગરીબીમાં વિત્યું છે. મારા માટે ગરીબી એ મારા જીવનની સૌથી મોટી પ્રેરણા અને ગરીબો માટે કશુંક કરવાની ઈચ્છા છે. મેં નક્કી કર્યું છે કે હું મારા માટે નહીં, પણ અન્ય લોકો માટે જીવીશ અને તેમના માટે કામ કરીશ. ગરીબીમાં જીવવાના મારા અનુભવને કારણે મારા બાળપણને ઊંડી અસર થઈ છે. 12-13 વર્ષની ઉંમરે હું સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચતો થયો હતો અને તેનાથી મને હિંમત અને વિઝન પ્રાપ્ત થયું હતુ તેનાથી મારી સંવેદના ધારદાર અને ઊંડી બની રહી અને મને જીવન જીવવાનો નવો દ્રષ્ટિકોણ અને દિશા પ્રાપ્ત થઈ. 15 થી 16 વર્ષની ઉંમરે મેં અન્યને માટે સમર્પિત થવાનો નિર્ણય કર્યો અને આજ સુધી તે સ્થિતિ ચાલુ રાખી રહ્યો છું અને નિર્ણય પાળી રહ્યો છું.