Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની મુલાકાત


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના પ્રથમ 10 મહિના અનેક ઘટનાઓથી સભર રહ્યા છે. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને ચીનના શી જિનપિંગ દ્વારા ભારતની ઉચ્ચ-પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી-મુલાકાતો, મોદીની અમેરિકા અને G20 સમિટની પોતાની મુલાકાતો અને સાર્ક સુધી તેમની પહોંચ દ્વારા તેઓને નોંધવામાં આવ્યા છે. ગૃહમાં પણ, સંસદ ભવનમાં તોફાની સત્રો રહ્યા છે, નવી સરકારનું પ્રથમ સંપૂર્ણ બજેટ છે અને રાજ્ય તેમજ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં તેમના પક્ષ માટે મિશ્ર પરિણામો છે. મોદી સરકાર પાસેથી અપેક્ષાઓ વધી રહી છે અને, તાજેતરના અઠવાડિયામાં, ખાસ કરીને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં, આ સરકાર પોતાના વચનોને પૂર્ણ કરવામાં સક્ષમ છે કે કેમ તે અંગે અસંતોષનો અવાજ સંભળાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી બન્યા પછી ભારતીય મીડિયાને આપેલી તેમની પ્રથમ મુલાકાતમાં મોદીએ એડિટર-ઇન-ચીફ સંજય નારાયણ અને એક્ઝિક્યુટિવ એડિટર શિશિર ગુપ્તા સાથે વાતચીત કરી હતી.

  1. સત્તામાં આવ્યાના દસ મહિના પછી, તમે તમારી મુખ્ય સિદ્ધિઓ કઈ ગણશો?
  1. સિદ્ધિઓને ભૂતકાળના સંદર્ભમાં જોવી જોઈએ. કઈ પરિસ્થિતિમાં જનતા અમને સત્તા પર લાવી છે? અને વર્તમાન સમયમાં શું સ્થિતિ છે? શું હજુ પણ નીતિઓમાં પંગુતા છે?  ના. શું પારદર્શિતાનો કોઈ મુદ્દો છે? ના. શું શાસનમાં બંધિયારપણું છે? ના. તેના બદલે, ગતિશીલતા છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની ઉભરતી અર્થવ્યવસ્થાઓ)માંથી ‘I’ અક્ષરને પડતો મૂકવો પડશે. હવે, વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે – શાસન, આર્થિક પ્રગતિ અને વૈશ્વિક ગૌરવમાં ગતિ છે. તમે આ જોઈ શકો છો.

અમારું વિઝન અને પ્રતિબદ્ધતા એ દેશની પ્રગતિ, વિશ્વમાં તેનું સ્થાન અને તેના લોકોની ખુશી તરફ છે. અમે શ્રેણીબદ્ધ એવા અનેક પગલાં લીધાં છે જેણે પારદર્શિતા, કાર્યક્ષમતા અને ઝડપ સાથે કામ કરવાની અમારી ક્ષમતામાં ફરીથી વિશ્વાસ સ્થાપિત કર્યો છે. અમે દેશના ગરીબોના હિત અને તેમના સશક્તિકરણની દિશામાં જોઈ રહ્યા છીએ. જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન અને જમીન આરોગ્ય કાર્ડ્સ જેવી પહેલોનો ઉદ્દેશ્ય સામાન્ય માણસને વધુ આવક અને જીવનની સારી ગુણવત્તા આપવાનો તેમજ આપણા દેશ વિશેની ધારણાઓને બદલવાનો પણ છે. દીકરી બચાવો અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન પર અમારું ધ્યાન એ હકીકતનું પ્રદર્શન છે કે અમે માત્ર વર્તમાનની જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ વિષે પણ ચિંતા કરીએ છીએ.  અમારી સરકારની દિશા તાજેતરના સક્ષમ કેન્દ્રીય બજેટ, ભાવિ રેલ્વે બજેટ, અટવાયેલા ઊર્જા પ્લાન્ટ્સ અને ખાતર પ્લાન્ટ માટે ગેસના એકત્રીકરણમાં પ્રતિબિંબિત થઇ છે. તે એક સમૃદ્ધ અને શક્તિશાળી ભારત પ્રત્યેની અમારી દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સારા ઇરાદા સાથેનું સુશાસન એ અમારી સરકારની ઓળખ છે. પ્રામાણિકતા સાથે અમલીકરણ એ અમારો મુખ્ય જુસ્સો છે. અમે વારસામાંથી જન્મેલી કેટલીક પ્રતિકૂળતાઓને તકોમાં રૂપાંતરિત કરી છે. કોલસા અને સ્પેક્ટ્રમની હરાજીના તાજેતરના નિષ્કર્ષ એ બાબતની સાબિતી આપે છે કે કરે છે કે જો રાજકીય ઇચ્છાશક્તિ હોય તો કૌભાંડ અને ભ્રષ્ટાચારનો અભિશાપ ટાળી શકાય તેમ છે અને પારદર્શિતા લાવી શકાય છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ સબસિડીમાં લીકેજની વાત કરતા રહ્યા છે. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા એલપીજી સબસિડીના વિતરણની અમારી પહેલ એ ગરીબો અને સીમાંત લોકોને મદદ કરવા માટેની અમારી નક્કર વ્યૂહરચનાનું તેજસ્વી ઉદાહરણ છે. સૌ પ્રથમ વખત, અમે નબળા વર્ગો માટે એક મજબૂત સામાજિક સુરક્ષા છત્ર લઈને આવ્યા છીએ. મેક ઈન ઈન્ડિયા ઝુંબેશ શરૂ થઈ ગઈ છે અને તેને કૌશલ્ય વિકાસ સાથે ટેકો આપવામાં આવ્યો છે. તે યુવાનોની રોજગારી માટે નવા રસ્તા ખોલવા જઈ રહી છે.

અમે ભારતની રાજનીતિ, શાસન અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં તેની વૈશ્વિક વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરી છે. આ એટલા માટે શક્ય બન્યું છે કારણ કે અર્થવ્યવસ્થાનો વિકાસ પુનઃસ્થાપિત થયો છે. જીડીપી ગ્રોથના મામલામાં આપણે ચીન જેવા દેશોને પાછળ છોડી દીધા છે. આપણે સ્ટીલ ઉત્પાદનની બાબતમાં અમેરિકાને પાછળ છોડી દીધું છે. ચાલુ ખાતાની ખાધ ઘટી છે. IMF, OECD અને અન્ય જેવી વૈશ્વિક સંસ્થાઓ આગામી મહિનાઓ અને વર્ષોમાં વધુ સારી વૃદ્ધિની સંભાવનાની આગાહી કરી રહી છે. આ રીતે, ભારત ફરી એકવાર વૈશ્વિક રડાર પર છે.

 

PM's swearing-in ceremony
Hindustan Times front page on May 27, 2014. The 63-year-old Modi was sworn in by President Pranab Mukherjee 10 days after leading the NDA to a landslide win in the world’s biggest election.

 

  1. કાર્યકાળનો એક મહિનો પૂરો થયા પછી, તમે કહ્યું હતું કે તમે દિલ્હીમાં નવા છો અને દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તમારા ઇરાદાઓ અને ઇમાનદારી લોકો સુધી પહોંચાડવા માટે સંઘર્ષ કરી રહ્યા છો. શું તમે હજી પણ તે પડકારનો સામનો કરી રહ્યા છો? શું તમે દિલ્હીને બદલ્યું છે કે પછી દિલ્હીએ તમને બદલી નાખ્યા છે?
  1. જ્યારે મેં આ કહ્યું ત્યારે મારો મતલબ કેન્દ્ર સરકાર વિષે હતો. હું માનું છું કે તે ઝડપથી બદલાઈ રહ્યું છે. કારણ કે હું એક રાજ્યમાંથી આવ્યો છું, એટલે મારી પાસે મુદ્દાઓને જોવાની પ્રામાણિકતા અને નિખાલસતા હતી. મેં દેશના એક સામાન્ય માણસના પરિપ્રેક્ષ્યનો ઉપયોગ કર્યો કે જેણે અમને સત્તામાં આવવા માટે મત આપ્યો હતો. અમે સખત મહેનત કરી છે અને વારંવાર સાથે બેસીને સિલોઝ, અવરોધો અને અડચણો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીથી આગળ પણ ઘણું મોટું હિન્દુસ્તાન રહેલું છે. દિલ્હીમાં એ જણાવવામાં બહુ મહેનત ન પડી કે ભારત ગામડાઓ અને નગરોમાં રહે છે તેમજ દેશની વિશાળ લંબાઈ અને પહોળાઈમાં ફેલાયેલા ઘરો અને ઝૂંપડીઓમાં રહે છે. અને અમે તેમના માટે ઊભા છીએ અને તેમના થકી અસ્તિત્વમાં છીએ. વિભાગો, તેમની કચેરીઓ, તેમની નીતિઓ અને પ્રક્રિયાઓ આ બધાને અનુરૂપ અને તેમને સેવા આપવા માટે તૈયાર હોવા જોઈએ. ઉપરાંત, હવે કેન્દ્ર અને રાજ્ય સરકારો લેવડ દેવડના વ્યવહારની જગ્યાએ સહકારની ભાવનાથી સાથે મળીને કામ કરી રહી છે. રાષ્ટ્રીય વિકાસ માટે સાચી ભાગીદારી ઊભી થઈ છે. અમે કાર્ય સંસ્કૃતિને બદલીને તેને પ્રો-એક્ટિવ અને વ્યવસાયિક બનાવવામાં ઘણી હદ સુધી સફળ રહ્યા છીએ. મારો અનુભવ એવો છે કે દિલ્હી તેના નેતૃત્વ દ્વારા નિર્ધારિત પદ્ધતિઓ વડે કાર્ય કરે છે. હું બંને એટલે કે દિલ્હી (કેન્દ્ર સરકાર) બદલવાની દિશામાં અને દિલ્હી દ્વારા દેશને બદલવાની દિશામાં અસાધારણ પરિણામોની આશા રાખું છું.
  1. તમે નોકરશાહીને સશક્ત કરી છે. તમે તેમને રાજ્યોમાં જઈને પોતાનું મૂલ્યાંકન જાતે કરવા કહ્યું છે. શું તમને લાગે છે કે અમલદારશાહી કાર્ય કરી રહી છે?
  1. જુઓ, તે મીડિયા જે ગતિએ કામ કરે છે તેના જેવું છે – એક એવી ગતિ કે જે ખરેખર કોઈ સત્તાવાળાઓ દ્વારા રાખી શકાતી નથી. જુઓ હું તમને સમજાવું: જો રસ્તા પર કોઈ ખાડો પડ્યો હોય, તો મીડિયાએ માત્ર એક ફોટો અથવા વિડિયો લઈને તેને મૂકી દેવાનો છે બસ. તેમાં માત્ર બે મિનિટનો સમય લાગશે. પરંતુ જે વ્યક્તિએ તે ખાડાને ભરવાનો છે અને સમારકામ કરવાનું છે તેને ઓછામાં ઓછા 24 કલાક લાગશે. પહેલા આટલો સમય તો આપવો પડશે ને, (નોકરશાહીને થોડી શ્વાસ લેવાની જગ્યા તો આપવી પડશે ને). સામાન્ય રીતે, હું તેમના પ્રદર્શનથી સંતુષ્ટ છું.
  1. વેપારી સમુદાય નારાજ છે કે વેપાર કરવાની સરળતા અને તેઓને ટેક્સ નોટિસના ગાળા તરીકે જે દેખાય છે તેના સંદર્ભમાં કંઈ ખાસ બદલાયું નથી. શું તમને લાગે છે કે તમારી સરકાર કોઈ ફરક લાવવામાં સફળ રહી છે?
  1. સૌથી પહેલા તમારે સમજવું પડશે કે મારી સરકાર સામાન્ય માણસ માટે કામ કરી રહી છે. અમારી પ્રાથમિકતા દેશના ગરીબો છે. અમે ગતિશીલ અને અખંડ સરકાર દ્વારા સુશાસન ઈચ્છીએ છીએ. તમામ ક્ષેત્રોમાં પરિણામ જોવા મળી રહ્યા છે. અમે જે પ્રક્રિયા શરૂ કરી છે તેનો લાભ લેવા માટે ઉદ્યોગોએ આગળ આવવું પડશે.

હું મીડિયાને વિનંતી કરીશ કે બે બાબતોનો એકસાથે સામસામે લાવો: અમારા કૉંગ્રેસના મિત્રોએ અમારા પર લગાવેલા આક્ષેપો અને વેપારીઓની ફરિયાદો. કોંગ્રેસ કહે છે કે અમે ઉદ્યોગપતિઓની સરકાર છીએ અને ઉદ્યોગપતિઓ કહે છે કે અમે તેમના માટે કંઈ કરતા નથી!

સરકારનું કામ દરેક માટે સુશાસનનું છે. મારી સરકાર નીતિઓ બનાવશે, જો તમે તેમાં ફિટ થાવ છો તો સાથે આવી જાઓ અને નહિ તો પછી જ્યાં છો ત્યાં જ રહી શકો છો. મારું કામ કોઈને ચમચીથી ખવડાવવાનું નથી. દેશનું ખાનગી ક્ષેત્ર હજુ પણ શાસનના વારસાના મુદ્દાઓ સાથે અટવાયેલું છે – તેમાં કર, આતંકવાદ, ફરજ વ્યુત્ક્રમ અને પસંદગીયુક્ત મુક્તિનો સમાવેશ થાય છે. આ જ કારણસર અમે 2015-16 ના બજેટ દરમિયાન આવા ઘણા મુદ્દાઓને ઉકેલવાનો અને સમગ્ર બોર્ડમાં તેમને સુધારવાનો પ્રયાસ કર્યો છે. અમે જાણીએ છીએ કે લાખો ભારતીયો માટે નોકરીઓ અને રોજગારની તકો ઊભી કરવા માટે આવા પગલાં લેવા મહત્વપૂર્ણ છે. હું બધાને ફરી એકવાર મારા તરફથી ખાતરી આપું છું: જો તમે એક પગલું ભરશો; અમે તમારા માટે બે ડગલાં ચાલીશું.

  1. સંસદના સત્રમાં તમારી અને કોંગ્રેસ વચ્ચે ગરીબ તરફી દેખાવાની તીવ્ર સ્પર્ધા જોવા મળી. બાબતે તમારી કોઈ ટિપ્પણીઓ?
  1. કોંગ્રેસના 60 વર્ષના શાસનકાળ દરમિયાન આ દેશના ગરીબો કાંતો ગરીબ રહ્યા છે અથવા તો વધુ ગરીબ બન્યા છે. દુનિયાના ઘણા દેશોએ ગરીબી નાબૂદી સહિત તમામ બાબતોમાં આપણને પાછળ છોડી દીધા છે. કોંગ્રેસે આ મુદ્દાને આગામી ચૂંટણીઓ માટે સુસંગત રાખીને વધારાનું કામ કર્યું છે. અને પછી, જ્યારે ચૂંટણીઓ નજીક આવવાની હોય ત્યારે તેઓ કેટલાક નાટકીય કાયદા લાવે છે, અને પછી એવો દેખાડો કરે છે કે જાણે તેઓ ગરીબ તરફી છે. જ્યારે અમે એવા પગલાં લઈએ છીએ કે જે દેશને ઐતિહાસિક સમસ્યામાંથી બહાર કાઢતા હોય, જ્યારે અમે અમારા પાંચ વર્ષના કાર્યકાળની શરૂઆતમાં જ ગરીબીને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે પોતાની જાતને સમર્પિત કરીએ છીએ, ત્યારે એ લોકોને ગરીબ તરફી પહેલનો અર્થ સમજમાં આવતો નથી.

કોલસા અને સ્પેક્ટ્રમ કૌભાંડોથી ગરીબોને કોઈ જ ફાયદો થયો નથી. તેમ જ કોમનવેલ્થ ગેમ્સનો ફિયાસ્કો અને લૂંટફાટથી પણ તેમને કંઈ ખાસ મળ્યું નથી. દરેક વ્યક્તિ જાણે છે કે તેના લાભાર્થીઓ કોણ હતા. કોંગ્રેસની કહેવાતી ગરીબ તરફી રાજનીતિ અને 60 વર્ષના શાસનનું પરિણામ એ છે કે સંપૂર્ણ ગરીબી એ હજુ પણ આપણા માટે સૌથી મોટો પડકાર છે. એક ચતુર્થાંશ પરિવારો આશ્રય વિનાના છે. આ દેશના મોટી સંખ્યામાં નાગરિકો એવા છે કે જેમની માટે આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી અને રસ્તાઓ હજી પણ સૌથી મોટા ક્યારેય પુરા ના થયેલા સપનાઓ છે.

​​પહેલાની ગતિએ જો કામ કરીએ તો તમામ શાળાઓમાં શૌચાલય ઉભા કરવાનું કાર્ય પૂર્ણ કરવામાં હજુ 50 વર્ષનો સમય લાગી જશે. અમે તેને શરૂઆતના ચાર મહિનામાં ઉપાડ્યું હતું અને આગામી થોડા મહિનામાં આ કાર્ય પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. શું ગરીબોના બાળકો આ સરકારી શાળાઓમાં ભણતા નથી?

કહેવાતા ગરીબ તરફી લોકો માત્ર રટણ જ કરી રહ્યા છે કે સબસિડીમાં લીકેજ છે. એલપીજી સબસિડી સીધી લક્ષ્યાંકિત વ્યક્તિ સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે અમે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો; અમે છ કરોડ નાના વેપારીઓ અને વ્યવસાયોને ધિરાણ આપવા માટે મુદ્રા બેંક શરૂ કરી છે, જેમાંથી 61% અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતીના લોકો છે. અમે ગરીબો અને સીમાંત, વૃદ્ધો અને ઓછી આવક ધરાવતા લોકો માટે વ્યાપક સામાજિક સુરક્ષા યોજના લઈને આવ્યા છીએ. અમે યુવાનો કે જેમને અમે મેક ઇન ઈન્ડિયા જેવી પહેલ દ્વારા નોકરીઓ આપવા માટે પ્રતિબદ્ધ છીએ તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે કૌશલ્ય વિકાસ મંત્રાલયની સ્થાપના કરી છે, . ભૂતકાળમાં, દેશમાં બેરોજગારી અને નીચી વૃદ્ધિવાળી અર્થવ્યવસ્થા જોવા મળી હતી.

આ તો માત્ર થોડાક જ ઉદાહરણો છે. પાછલા 60 વર્ષોમાં આ વસ્તુઓ કેમ કરવામાં નહોતી આવી? તેમને કોણે રોક્યા હતા? તદુપરાંત, જો કોંગ્રેસ દ્વારા ચૂંટણીની પૂર્વસંધ્યાએ આ કામ કરવામાં આવ્યું હોત તો તેને ગરીબ તરફી કહેવામાં આવ્યું હોત. અને કારણ કે અમે ‘યોગ્ય સમય’ ની ગણતરી કર્યા વિના શરૂઆતમાં જ તે બરાબર રીતે કરી નાખ્યું છે તો તેની કોઈ નોંધ જ લેવામાં આવતી નથી.

વિપક્ષની, ખાસ કરીને કોંગ્રેસની ચિંતા એ નથી કે અમે ગરીબ તરફી નથી. તેમની ચિંતા એ છે કે તેઓ ખુલ્લા પડી રહ્યા છે. લોકો તેમને પૂછે છે કે, “જો મોદી સરકાર 6-9 મહિનામાં આ વિચારી અને કરી શકતી હોય, તો તમે 60 વર્ષમાં કેમ વિચારી અને કરી શક્યા નહિ?” કારણ સાવ સરળ છે – તેઓએ આ દરેક નાનામાં નાના કામ માટે પણ ચૂંટણીની રાહ જોઈ હશે.

PM meets NRIs in New York
Hindustan Times front page on September 29, 2014. PM Narendra Modi received a rapturous welcome from thousands of Indian-Americans at New York’s Madison Square Garden on his visit to the US.

 

  1. રાજ્યસભામાં તમે જે અવરોધોનો સામનો કર્યો છે તેનું શું? તમને શું લાગે છે કે તમારી સરકાર અડચણનો ઉકેલ કેવી રીતે શોધી શકશે?

સંસદના ચાર અર્થપૂર્ણ સત્રો માટે હું તમામ પક્ષો અને સંસદના સભ્યોનો આભાર માનું છું. સંસદના બંને ગૃહો દ્વારા કુલ 36 બિલ પસાર કરવામાં આવ્યા છે. એકંદરે, બંને ગૃહોની ઉત્પાદકતા સારી હતી. લોકસભાએ નિર્ધારિત સમયના 123.45% કામ કર્યું છે, જ્યારે રાજ્યસભાની ઉત્પાદકતા 106.79% રહી છે.

મે, 2014માં અમે કાર્યભાર સંભાળ્યા પછીના સંસદના ચાર સત્રોમાંથી આ બજેટ સત્ર ઘણી બધી બાબતોમાં સૌથી મહત્વપૂર્ણ અને લાભદાયી રહ્યું છે. પક્ષો અને સંસદના સભ્યોના સમર્થનથી સરકારે એ બાબત દર્શાવી છે કે અમે ખુલ્લા અને નીતિ આધારિત શાસન તરફ આગળ વધી રહ્યા છીએ. કોલસા અને અન્ય ખનિજ ક્ષેત્રોમાં વટહુકમોને બદલવા માટેના બે ખરડા પસાર થવા એ બજેટ સત્રનું એકમાત્ર અને નોંધપાત્ર પરિણામ છે. આ સાથે જ, કોલસા અને બિન-કોલસા ખનિજોની ફાળવણીમાં સરકારની ‘કુખ્યાત વિવેકબુદ્ધિ’ કે જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ તરફ દોરી જતી હતી તેનો અંત આવ્યો છે. અમારા પ્રામાણિક ઈરાદાઓને સમર્થન આપવા બદલ અમે પક્ષકારોનો આભાર માનીએ છીએ.

આ બંને કાયદાઓ પારદર્શક શાસન અને મહત્વના કુદરતી સંસાધનોની કાર્યક્ષમ ફાળવણીના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે, અને તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે ખાસ કરીને જયારે દેશ ઝડપી આર્થિક વિકાસ કરવાની ઈચ્છા ધરાવે છે ત્યારે. વીમા કાયદા (સુધારા) બિલ પસાર થવું એ સત્રના આ ભાગનું અન્ય એક મહત્ત્વનું પરિણામ હતું. આખરે, મૂડી-ભૂખ્યા વીમા ક્ષેત્રમાં એફડીઆઈમાં વધારાને સક્ષમ કરતો આ મહત્વપૂર્ણ કાયદો સાત વર્ષના લાંબા વિલંબ પછી મંજૂર કરવામાં આવ્યો છે. અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ (કર અમલીકરણ) બિલ, 2015 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે, જે કાળા નાણાને કાબૂમાં લેવા અને પુનઃપ્રાપ્ત કરવા માટે લેવામાં આવેલ અન્ય એક ઐતિહાસિક પહેલ છે.

  1. જ્યારે હું મારા આંતરરાષ્ટ્રીય પ્રવાસો પર જાઉં છું ત્યારે વધુ કામ એક સાથે કરવા માટે મને એક કરતાં વધુ સ્થળોની મુલાકાતો સાથે રાખવાનું ગમે છે. હું અમદાવાદનો છું અને અમારે ત્યાં એક કહેવત છે, ‘એક ભાડું, બે મુસાફરી’. આ ત્રણેય દેશો એવા મુખ્ય અર્થતંત્રો છે કે જેમનુ આપણી વિકાસ પ્રક્રિયા અને વૃદ્ધિમાં ઘણું મહત્વ છે. તેમના પ્રત્યેક આપણને મૂડી પ્રવાહ, ટેક્નોલોજી અને શ્રેષ્ઠ વ્યવહારોના સંદર્ભમાં યોગદાન આપી શકે એમ છે. કેનેડા એ હાઇડ્રોકાર્બન અને અન્ય કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે. એક ભારતીય પ્રધાનમંત્રી લાંબા સમય બાદ કેનેડાની મુલાકાતે જશે. ફ્રાન્સ અને જર્મની પાસે ઉત્પાદન અને કૌશલ્યનો આધાર છે જે આપણી માટે ઉપયોગી છે. ફ્રાન્સ એ આપણું ભરોસાપાત્ર વ્યૂહાત્મક ભાગીદાર છે. જર્મનીમાં, હું પ્રતિષ્ઠિત હેનોવર મેળામાં ભાગ લઈ રહ્યો છું કે જ્યાં ભારત ભાગીદાર દેશ હશે. મને આશા છે કે મારી મુલાકાત આપણી મેક ઇન ઇન્ડિયા પહેલને આગળ વધારવામાં મદદરૂપ થશે. મુક્ત વેપાર કરારની ચર્ચાઓ ચાલી રહી છે અને મારી મુલાકાતોમાં તે પ્રતિબિંબિત થશે.
  1. તમે તમારા શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીને આમંત્રણ આપ્યું હતું. જોકે તે પછીથી ભારતપાકિસ્તાનના સંબંધોમાં વધારે કડવાશ આવી ગઈ છે. અમે ક્યારે દ્વિપક્ષીય સંવાદ ફરી શરૂ થવાની અપેક્ષા રાખી શકીએ? શું તેમાં કોઈ પૂર્વ શરતો હશે?
  1. અમે દક્ષિણ એશિયામાં શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે સાર્કનો વિકાસ થાય. પ્રાદેશિક સહકાર અને જોડાણની આ દ્રષ્ટિએ મને પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને અન્ય સાર્ક નેતાઓને અમારા શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવાની પ્રેરણા આપી હતી. આ અમારી વિદેશ નીતિમાં માર્ગદર્શક પરિબળ બની રહે છે. નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સાથેના સંબંધોમાં જોવા મળતા સુધારામાં આ લાભ સ્પષ્ટ રૂપે દેખાય છે. પરંતુ શાંતિ અને આતંકવાદ એક સાથે રહી શકતા નથી, સાચી વાત છે કે નહિ? જ્યારે આબોહવા યોગ્ય હોય ત્યારે જ શાંતિ ખીલી શકે છે. અમે આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં બાકીના તમામ મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરવા માટે તૈયાર છીએ. શિમલા કરાર અને લાહોર ઘોષણા પત્ર એ આગળ વધવા માટેનો આધાર હોવો જોઈએ.

 

  1.  આ મિત્રતા પરસ્પર આદર અને પરસ્પર હિત પર આધારિત છે. રાષ્ટ્રપતિ ઓબામા સાથેની મારી ઘનિષ્ઠ      ચર્ચાઓ પરથી એ સ્પષ્ટ થાય છે કે અમેરિકાની ભૌગોલિક-રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક વિચારસરણીમાં ભારત નોંધપાત્ર રીતે સ્થાન ધરાવે છે. ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આપણા પ્રતિભાશાળી યુવાનો સાથે મળીને, આ તાકાત, અમેરિકા કે જે સૌથી જૂની લોકશાહી છે અને જે માનવ પ્રતિભાનું સન્માન કરે છે, તેની સાથે મળીને કામ કરવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરના ભૂતકાળની ઘટનાઓએ મારી માન્યતાને વધુ મજબૂત કરી છે, કે જે અમેરિકાના વડાએ પણ શેર કરી છે. આપણે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ છીએ અને એકબીજા માટે ઘણું બધું કરી શકીએ તેમ છીએ. અમારા હિતોમાં રહેલ એકરૂપતા મજબૂત છે અને તે આપણા સંબંધોના વધુ આગળ વિકાસ માટે માર્ગદર્શન આપશે.

હું આપણા ખેતરોમાં રહેતા મારા ભાઈઓ અને બહેનોને ખાતરી આપવા માંગુ છું કે મારી સરકાર જરૂરિયાતની આ ઘડીમાં શક્ય તમામ મદદ કરશે. કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ પહેલાથી જ જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા બહાર નીકળી ગયા છે. મેં વિડીયો કોન્ફરન્સ દ્વારા અને રાજ્યોમાં મારી મુલાકાતો દરમિયાન પણ આ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અનાજ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોનો સંતોષકારક પુરવઠો મળી રહે તેની ખાતરી કરવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરશે. હાલમાં, માંગના સંદર્ભમાં પુરવઠાની બાજુ સંતોષકારક છે. આમ છતાં, સંગ્રહખોરી, વચેટિયા લોકો દ્વારા અતિશય નફો મેળવવો અને સટ્ટાકીય વર્તણુક એ ગંભીર મુદ્દાઓ છે. રાજ્ય સરકારોને સંગ્રહખોરો અને કાળાબજાર કરનારાઓ સામે કડક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. મને પૂરો વિશ્વાસ છે કે રાજ્યો અને કેન્દ્રના સંયુક્ત પ્રયાસો પરિણામ લાવશે.

  1. તમે સમૃદ્ધ ભારતીયોને તેમની એલપીજી સબસિડી છોડી દેવા વિનંતી કરી છે જેથી સરકારને વધતા જતા ખર્ચાઓમાં મદદ કરી શકાય. શું તમે આખરે એવા લોકો માટે એલપીજી સબસિડી દૂર કરવાનું વિચારી રહ્યા છો કે જેઓને નીતિગત રીતે તે પોસાય તેમ છે?
  1. ગરીબોની સંભાળ લેવાની જવાબદારી સરકારની છે. તેથી, સબસિડી એવા લોકો માટે છે અને હોવી જોઈએ કે જેમને ખરેખર તેની જરૂર છે. તે યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં યોગ્ય લોકો સુધી પહોંચવી જોઈએ. આ એક માનવતાવાદી મુદ્દો છે અને માત્ર આર્થિક મુદ્દો નથી. આપણા દેશની સંસ્કૃતિ એવી છે કે જે આપવામાં માને છે; એવી નહિ કે જે બીજાનું છે તેને પણ બાજુમાં પોતાની માટે રાખી લઈએ. એટલા માટે, હું એવા લોકોને અપીલ કરું છું જેઓ સમૃદ્ધ છે.

હું ફરીથી એ બાબતનું પુનરુચ્ચારણ કરું છું કે સરકારની નીતિ એ માત્ર સબસિડીના કાર્યક્ષમ વહીવટ દ્વારા લીકેજ ઘટાડવાની છે. આ દિશામાં, પહલ (PAHAL), કે જે LPGમાં નાણાં હસ્તાંતરિત કરવા માટેનો વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ છે, તે પ્રોત્સાહક પરિણામો દર્શાવી રહ્યો છે. ગીવ-ઇટ-અપ ચળવળ એ સમૃદ્ધ એલપીજી ગ્રાહકોને સ્વૈચ્છિક રીતે એલપીજી સબસિડી છોડી દેવા માટે પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ છે. આ રીતે થયેલી બચત એ ગરીબોના લાભ માટે જશે. અમે તેનો ઉપયોગ ગરીબોના રસોડાની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરીશું, કે જેઓ હજુ પણ લાકડાના બળતણનો ઉપયોગ કરે છે અને લાકડાના -ધુમાડાથી સંબંધિત આરોગ્ય સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે.

  1. ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે, ઉદ્યોગો ભારતમાં વધુ સરળ શ્રમ કાયદાઓની માંગ કરી રહ્યા છે. સ્પષ્ટ રીતે તેમાં સામાજિક અને રાજકીય અસરો જોવા મળે છે. ભારતના શ્રમ કાયદાઓમાં કેવી રીતે સુધારો કરી શકાય તેમ છે?
  1. દુર્ભાગ્યે, ભારતમાં શ્રમ સુધારાને માત્ર ઉદ્યોગના સંદર્ભમાં જ જોવામાં આવે છે. સવાલ એ નથી કે ઉદ્યોગને શું જોઈએ. અમે જે શ્રમ સુધારાઓ હાથ ધરી રહ્યા છીએ તે મૂળભૂત રીતે શ્રમિક દળના લાભ માટે છે. આપણે શ્રમિક સમુદાયનું કલ્યાણ અને સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી પડશે. તદુપરાંત, આપણે બધા રોજગાર સર્જન ઈચ્છીએ છીએ. આપણે લાખો અને લાખો હાથો માટે કામની જરૂર છે. તેથી, આપણે નોકરી આપતા બજારનું પણ વિસ્તરણ કરવું પડશે. આ રીતે, અમારા શ્રમ સુધારાના આ બેઉ ઉદ્દેશ્યો છે.

તેને ધ્યાનમાં રાખીને, અમે ઘણા બધા ફેરફારો કર્યા છે કે જે શ્રમિક દળની સલામતી, સુરક્ષા અને સુખાકારીની ખાતરી આપે છે.  મેં શ્રમેવ જયતે નામના પેકેજ તરીકે આવી પહેલ શરૂ કરી. અમે આ વર્ષના બજેટમાં EPF અથવા નવી પેન્શન યોજના અને ESI તેમજ અન્ય સ્વાસ્થ્ય વીમા યોજના વચ્ચેની પસંદગી કરવામાં સરળતા આપવાની દિશામાં પણ કેટલાક ફેરફારો લાવ્યા છે. અમે શ્રમિકોને EPFની રકમ ન ચૂકવવા સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા છીએ. વધુ રોજગાર નિર્માણ કરવા માટે, અમે કેટલાક શ્રમ કાયદાઓ પણ હળવા બનાવ્યા છે કે જે શ્રમને વધુ સુરક્ષા પ્રદાન કર્યા વગર જ વ્યવસાયને બોજારૂપ બનાવતા હતા. અમે એપ્રેન્ટિસશીપ એક્ટમાં સુધારો કર્યો છે જેથી કરીને આપણા કર્મચારીઓમાં વધુ નવી પ્રતિભાઓને સામેલ કરી શકાય. આ રીતે, અમે આ બાબતમાં સર્વગ્રાહી અને સંતુલિત દૃષ્ટિકોણ લઈ રહ્યા છીએ અને લેતા રહીશું.

  1. સ્પષ્ટ રૂપે દેખાય છે કે ભારતમાં, ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે, પરંતુ, વર્તમાન સમયમાં, અમેરિકા જેવી વિકસિત અર્થવ્યવસ્થાઓનું ટેક્નોલોજી નવીનીકરણ ક્ષેત્રમાં વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ટેક્નોલોજી અને નવીનીકરણના અંતરને આપણે કઈ રીતે ભરી શકીએ તેમ છીએ?
  1. હા, આ એક મહત્વપૂર્ણ કાર્ય છે અને આપણે આ અંતરને ભરવું જ પડશે. અમારો હેતુ ભારતને જ્ઞાન સમાજમાં રૂપાંતરિત કરવાનો છે. આપણે આપણા પ્રતિભાશાળી યુવાનોની ક્ષમતાનો ઉપયોગ આપણા જીવનની સુધારણા અને દેશના વિકાસ માટે કરવાનો છે. આ કારણસર મારી સરકારની રચના સાથે જ અમે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાના નવા મંત્રાલયની સ્થાપના કરી છે. આગળ જતાં, તાજેતરના બજેટમાં, અમે નવીનતા, ઇન્ક્યુબેશન અને સુવિધા કાર્યક્રમોને સમર્પિત બે યોજનાઓ શરૂ કરી છે. અને તે છે અટલ ઇનોવેશન મિશન (AIM) અને સ્વ-રોજગાર અને પ્રતિભા ઉપયોગ (SETU). એવી આશા રાખવામાં આવે છે કે નીતિ આયોગના નેજા હેઠળ આ પહેલોમાં શિક્ષણવિદો પણ માળખાગત રીતે જોડાશે. આગામી દિવસોમાં તેઓ ઇનોવેશન, સંશોધન અને વિકાસ, ઇન્ક્યુબેશન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો હાથ ધરશે. મેં પહેલેથી જ ડિજિટલ ઈન્ડિયા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે. અમે આપણા IPR શાસનને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. આ મોરચે એક ટાસ્ક ફોર્સ કામ કરી રહી છે.
  1. દિલ્હીની ચૂંટણીમાં બીજેપીની સપનાની દોડ એક વિનાશકારી સંદેશ સાથે સમાપ્ત થઇ ગઈ. ઘણા વિશ્લેષકોએ તેનેમોદી લહેરના અંત તરીકે અર્થઘટન કર્યું છે. તમે તેને કેવી રીતે પ્રતિસાદ આપશો?
  1. આ એક સંપૂર્ણ રાજકીય પ્રશ્ન છે. અમે દિલ્હીના લોકોના ચુકાદાનું સન્માન કરીએ છીએ. જો કે, મને આ સાંભળીને આનંદ થાય છે કે જે લોકો 2014ની સામાન્ય ચૂંટણીના પરિણામોના સંદર્ભમાં ‘મોદી લહેર’ વિશે વાત કરતા ન હતા તેઓ હવે ‘મોદી લહેર’ વિશે ઉગ્ર ચર્ચામાં વ્યસ્ત છે.

તમારે લોકસભાની ચૂંટણી પછી યોજાયેલી તમામ ચૂંટણી દરમિયાન મતદાન કરનારા લોકોના ચુકાદાનું સન્માન કરવું જોઈએ. ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ જમ્મુ અને કાશ્મીરની  રાજ્યની ચૂંટણીઓ હોય કે પછી આસામ, પંજાબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓના કિસ્સા લો. આ બધી જ જગ્યાએ ભાજપ છે. હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે અમે વિવિધ રાજ્યો, શહેરો અને ગામડાઓમાં રહેતા દેશના લોકોના પ્રેમ અને વિશ્વાસનો સંપૂર્ણ આનંદ માણી રહ્યા છીએ.

  1. સત્તા સંભાળ્યાના એક મહિનાથી પણ ઓછા સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં પીડીપીભાજપ સરકાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. તમે લોકસભામાં કહ્યું હતું કે હુર્રિયત નેતા મસરત આલમની મુક્તિ અંગે તમારી સાથે સલાહ પણ લેવામાં આવી હતી. શું તમે શ્રીનગરમાં સરકારથી ખુશ છો?
  1. આ શરૂઆતની ટૂંકા ગાળાની સમસ્યાઓ છે. આપણે ધીરજ રાખવાની જરૂર છે. મેં પોતે અને મારા પક્ષે અમારું વલણ એકદમ સ્પષ્ટ રજુ કર્યું છે કે રાષ્ટ્રવિરોધી તત્વો અને આતંકવાદીઓ પ્રત્યે કોઈપણ પ્રકારની નમ્રતા સ્વીકાર્ય નથી.

જો કે, આપણે મોટા ચિત્રને ભૂલવું જોઈએ નહીં. સમકાલીન રાજકીય પરિપ્રેક્ષ્યમાં જમ્મુ અને કાશ્મીરમાં આ ગઠબંધન એ  સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે. તેનામાં લોકોની ભાગીદારી અને સુશાસનના માધ્યમથી આપણી સૌથી મુશ્કેલ રાષ્ટ્રીય સમસ્યાઓમાંથી એકને ઉકેલવાની ક્ષમતા રહેલી છે.

  1. તમારા ચૂંટણી પ્રચાર દરમિયાન અને ત્યારબાદ તમે કહ્યું હતું કે તમે દેશના પૂર્વોત્તર વિસ્તારને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં લાવવા માંગો છો. શું તમને લાગે છે કે તે કામ કરી રહ્યું છે?
  1. હા, મેં આ કહ્યું હતું. મેં એમ પણ કહ્યું હતું કે પૂર્વોત્તરના આઠ રાજ્યો એ દેશ માટે અષ્ટ લક્ષ્મી સમાન છે કારણ કે તેમની પાસે વિશાળ ક્ષમતા રહેલી છે. આ પ્રદેશ સમગ્ર દેશના વિકાસમાં ઘણું યોગદાન આપી શકે તેમ છે. છેલ્લા 10 મહિનામાં મેં બે વાર ઉત્તરપૂર્વની મુલાકાત લીધી છે. તે પ્રદેશોના લોકો સાથે તેમના મહત્વના પ્રસંગોએ સાથે રહેવા ઉપરાંત, મેં વિવિધ ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે જેમાં પાણી, ઊર્જા, રેલવે વગેરેનો સમાવેશ થાય છે. હું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી વિકસાવવા માટે ખૂબ જ ઉત્સુક છું. લુમડિંગ-સિલચર રેલ્વે લાઇનના ગેજ કન્વર્ઝનનો પ્રથમ તબક્કો છેલ્લા આઠ મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યો છે. ટ્રાયલ રન ચાલી રહ્યો છે.

મેં દેશના લોકોને પણ અપીલ કરી છે કે તેઓ પૂર્વોત્તરના લોકોનું સન્માન કરે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ હેતુ સાથે, અમે પૂર્વોત્તરમાં ડીજીની પરિષદનું આયોજન કર્યું. આ તો માત્ર શરૂઆત છે. મને વિશ્વાસ છે કે અમારા પ્રયાસોથી આપણા દેશનો પૂર્વોત્તર વિસ્તાર રાષ્ટ્રીય વિકાસની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર તરીકે ઉભરી આવશે.

  1. તમે તાજેતરમાં નોંધ્યું છે કે ન્યાયતંત્ર ફાઇવસ્ટાર કાર્યકરોદ્વારા પ્રભાવિત હોવું જોઈએ. જેના કારણે લોકોના મનમાં સવાલો ઉભા થયા છે. શું તમને લાગે છે કે ન્યાયપાલિકા આગળ આવી રહી છે કારણ કે કારોબારીઓ ઘણા કેસોમાં શૂન્યાવકાશ છોડી રહ્યા છે?
  1. હું ન્યાયતંત્રનું વિશ્લેષણ કરવા માંગતો નથી, નિષ્ણાતોએ તેને જોવું જોઈએ. એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં ન્યાયતંત્રની પહેલથી સારું પરિણામ આવ્યું છે અને એવા કિસ્સાઓ પણ છે કે જ્યારે તે દુઃખદ ઘટનાઓમાં પરિણમ્યું હોય. આ સાથે જ, વહીવટી સુસ્તીના લીધે પણ નુકસાન થયું છે, જ્યારે ઝડપી નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. કોઈના ઈરાદાઓ ઉપર શંકા ના કરવી જોઈએ.