Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બૌદ્ધિક સંપત્તિના ક્ષેત્રમાં ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના કરારોને કેન્દ્રીય મંત્રી મંડળે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળના મંત્રી મંડળે બૌદ્ધિક સંપત્તિના (આઈપી) ક્ષેત્રમાં સહકાર સ્થાપવા માટે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના એમઓયુ કરારોને પૂર્વવર્તી મંજુરી આપી દીધી છે.આ કરારો પર 07-11-2016 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કરારો વડે આઈપીમાં સ્વયંસંચાલનના વિકાસ, નવું દસ્તાવેજીકરણ અને માહિતી સિસ્ટમોમાં સહકાર વધારી અને તેનો વિકાસ કરવા માટે એક વ્યાપક અને લવચીક માળખું ઉભું કરવામાં આવશે. તે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, તજજ્ઞોનું આદાનપ્રદાન અને તકનીકી આદાનપ્રદાન તથા બહાર વ્યાપ્ત પ્રવૃત્તિઓ માટે જોડાણ કરવાની તક પૂરી પાડે છે.

આ કરારોના અમલીકરણથી પેટન્ટ એપ્લીકેશનની તપાસ કરવા માટે પેટન્ટ, ડિઝાઈન અને ટ્રેડમાર્ક કંટ્રોલર જનરલ ઓફીસની કાર્યક્ષમતામાં વધારો થશે જેની આગળ જતા રચનાત્મક સંશોધન ઉપર હકારાત્મક અસર પડશે.

J.Khunt/GP