Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PM એ એશિયન ગેમ્સમાં પુરુષોની જેવલિન સ્પર્ધામાં નીરજ ચોપરા દ્વારા સતત બીજા ગોલ્ડ મેડલની ઉજવણી કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન સ્પર્ધામાં સતત બીજો ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

“એશિયન ગેમ્સમાં નીરજ ચોપરા માટે જેવલિન થ્રોમાં સતત બીજો ગોલ્ડ. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેમને અભિનંદન. આ શાનદાર જીત તેના સમર્પણ અને વર્ષોની તાલીમનું પરિણામ છે. તે સફળતાની નવી ઊંચાઈઓ સર કરતો રહે. તેને ઓલ ધ બેસ્ટ.”

CB/GP/JD