Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી મહામહિમ કીર સ્ટાર્મરનું તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત પર સ્વાગત કર્યું


પ્રધાનમંત્રીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ કીર સ્ટારમરનું તેમની ઐતિહાસિક પ્રથમ ભારત મુલાકાત પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની સાથે યુકેનું અત્યાર સુધીનું સૌથી મોટું વ્યાપારિક પ્રતિનિધિમંડળ પણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત અને યુકે વચ્ચે મજબૂત અને પરસ્પર સમૃદ્ધ ભવિષ્યના આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે આવતીકાલે તેમની મુલાકાતની રાહ જોઈ રહ્યાં છે. શ્રી મોદીએ X પર લખ્યું;

“યુકેના સૌથી મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે ભારતની તેમની ઐતિહાસિક પ્રથમ મુલાકાત પર પ્રધાનમંત્રી કીર સ્ટારમરનું સ્વાગત છે. એક મજબૂત અને પરસ્પર સમૃદ્ધ ભવિષ્યના આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે આવતીકાલે મળનારી આપણી બેઠકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.

@Keir_Starmer”

 

SM/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]