Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ફ્રેન્ચ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત: પરિણામોની સૂચિ

ફ્રેન્ચ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત: પરિણામોની સૂચિ


ક્રમાંક શીર્ષક ક્ષેત્ર
1.

ભારતફ્રાન્સ સંબંધોનેવિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીતરીકે ઉન્નત કરવા

રાજકીય, સર્વવ્યાપી

2.

ઉન્નત ભાગીદારી અને હોરાઇઝન 2047 રોડમેપના અમલીકરણની નિયમિત સમીક્ષા માટે વિદેશ મંત્રીઓના વાર્ષિક સંવાદની સ્થાપના

3.

ભારતફ્રાન્સ નવીનતા વર્ષનો શુભારંભ

પ્રૌદ્યોગિકી અને નવીનતા

4.

ભારતફ્રાન્સ નવીનતા નેટવર્કનો શુભારંભ

5.

કર્ણાટકના વેમગલ ખાતે H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઈનનું ઉદ્ઘાટન

સંરક્ષણ અને સુરક્ષા

6.

ભારત સરકાર અને ફ્રાન્સ પ્રજાસત્તાક વચ્ચે સંરક્ષણ સહયોગ અંગેના કરારનું નવીકરણ

7.

ભારતમાં હેમર મિસાઈલનું ઉત્પાદન કરવા બીઈએલ અને સેફ્રાન વચ્ચે સંયુક્ત સાહસ.

8.

ભારતીય સેનાના અને ફ્રેન્ચ ભૂમિ દળોના સ્થાપનોમાં અધિકારીઓની પારસ્પરિક તૈનાતી

9.

સંયુક્ત અદ્યતન પ્રૌદ્યોગિકી વિકાસ જૂથની રચના

સંરક્ષણ સહિતની નિર્ણાયક અને ઉભરતી ટેકનોલોજી

10.

મહત્ત્વના ખનિજો અને ધાતુઓમાં સહયોગ માટે સંયુક્ત આશયપત્ર

11.

ડીએસટી અને સીએનઆરએસ વચ્ચે અદ્યતન સામગ્રી પર એક કેન્દ્રની સ્થાપના માટે આશય પત્ર.

12.

ભારત અને ફ્રાન્સ વચ્ચે બેવડા કર ટાળવા અંગેના કરારમાં સુધારાત્મક પ્રોટોકોલ

અર્થતંત્ર, સ્ટાર્ટઅપ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય, પુનર્પ્રાપ્ય ઊર્જા અને કૌશલ્ય વિકાસ

13.

ટીહબ અને નોર્ડ ફ્રાન્સ વચ્ચે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ, નવીનતા અને તકનીકમાં વ્યૂહાત્મક સહકાર અંગે આશય પત્ર

14.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને સીએનઆરએસ વચ્ચે વૈજ્ઞાનિક સહયોગ માટે સમજૂતી કરાર

15.

ભારતફ્રાન્સ ડિજિટલ વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના અંગે ઇરાદાની સંયુક્ત ઘોષણા

16.

નવી દિલ્હીના એઈમ્સ ખાતે આરોગ્યમાં એઆઈ માટે ભારતફ્રાન્સ કેન્દ્રનો શુભારંભ

17.

ડીબીટી અને એનઆરએસ વચ્ચે ચેપી રોગો અને વૈશ્વિક આરોગ્ય સંશોધન પર સંશોધન અને વિકાસમાં સહકાર માટેનો ઇરાદા પત્ર

18.

ભારતફ્રાન્સ ચયાપચય સ્વાસ્થ્ય વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના અંગેનો કરાર

19.

એરોનોટિક્સમાં કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપના કરવાના આશયપત્ર

20.

નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને અર્થતંત્ર, નાણાં અને ઔદ્યોગિક, ઊર્જા અને ડિજિટલ સાર્વભૌમત્વ મંત્રાલય વચ્ચે નવીનીકરણીય ઊર્જા સહયોગ અંગેના સમજૂતી કરારનું નવીકરણ

21.

ટપાલ વિભાગ, સંચાર મંત્રાલય અને લા પોસ્ટે, ફ્રાન્સ વચ્ચે આશય પત્ર

SM/BS/GP/JD