પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર, મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે વાતચીત કરી હતી, જે દરમિયાન તેમણે ઈદની હાર્દિક શુભેચ્છાઓનું આદાન–પ્રદાન કર્યું અને પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓ પર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે વાત કરી અને તેમને અને કતારના લોકોને ઈદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ચર્ચા દરમિયાન, પ્રધાનમંત્રીએ કતાર સાથે ભારતની એકતાનો પુનરોચ્ચાર કર્યો અને પ્રદેશના ઉર્જા માળખા પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી હતી. શ્રી મોદીએ કતારમાં ભારતીય સમુદાયને આપવામાં આવતી સંભાળ અને સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પ્રવર્તશે. બંને નેતાઓએ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત અને અવરોધ વિના નેવિગેશન માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
“મેં મારા ભાઈ, કતારના અમીર, હિઝ હાઇનેસ શેખ તમિમ બિન હમાદ અલ થાની સાથે વાત કરી અને તેમને અને કતારના લોકોને ઈદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
મેં કતાર સાથે આપણી એકતાનો પુનરોચ્ચાર કર્યો અને પ્રદેશના ઉર્જા માળખા પરના હુમલાઓની સખત નિંદા કરી.
મેં ભારતીય સમુદાયને આપવામાં આવેલી સંભાળ અને સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પ્રવર્તશે.
અમે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત અને અવરોધ વિનાના પરિવહનને સમર્થન આપીએ છીએ.”
Spoke with my brother, H.H. Sheikh Tamim bin Hamad Al Thani, the Amir of Qatar, and conveyed warm Eid greetings to him and the people of Qatar.
Reiterated that we stand in solidarity with Qatar and strongly condemn the attacks on the region’s energy infrastructure.
Expressed…
— Narendra Modi (@narendramodi) March 19, 2026
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com