Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહાર સરકારના નવનિયુક્ત મંત્રીઓને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ બિહાર સરકારના નવનિયુક્ત મંત્રીઓને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા તમામ સાથીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને પૂર્ણ વિશ્વાસ છે કે રાજ્યના સર્વાંગી વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતા બિહારને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમણે એક સશક્ત બિહાર અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સાથે મળીને કામ કરવા આહવાન પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ પટનાની મુલાકાત દરમિયાન બિહારના લોકો તરફથી મળેલા સ્નેહ અને આશીર્વાદ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે તેઓ પોતાના થયેલા ઉષ્માભર્યા સ્વાગતથી અભિભૂત છે અને લોકોના સમર્થન અને ઉત્સાહ બદલ તેમનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે લોકોમાં જોવા મળેલો અભૂતપૂર્વ ઉત્સાહ વિકાસ અને જનસેવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા માટે મજબૂત જનસમર્થન દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

બિહારની એનડીએ (NDA) સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા તમામ સાથીઓને હાર્દિક અભિનંદન અને ઘણી બધી શુભેચ્છાઓ! મને પૂર્ણ વિશ્વાસ છે કે રાજ્યના સર્વાંગી વિકાસ માટે તમારી પ્રતિબદ્ધતા આપણા આ પ્રદેશને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જશે. આવો, આપણે સૌ મળીને એક સશક્ત બિહાર અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરીએ.”

 

પટનામાં બિહારના મારા પરિવારજનોનો સ્નેહ અને આશીર્વાદ મેળવીને અભિભૂત છું! આ સ્વાગત માટે આપ સૌનો હૃદયથી આભાર. તમારા અભૂતપૂર્વ ઉત્સાહથી સ્પષ્ટ છે કે વિકાસ અને જનસેવાના અમારા સંકલ્પને જનતા-જનાર્દનનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે.”

SM/NP/JD