પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેમને તથા તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા.
મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ શ્રી પવન કલ્યાણની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
X પરની એક પોસ્ટમાં મુલાકાતની વિગતો શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું:
“આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ ગારુના નિવાસસ્થાને ગયો અને તેમને તેમજ તેમના પરિવારને મળ્યો. પવન કલ્યાણ ગારુની તબિયત વિશે પૂછપરછ કરી અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી.
@PawanKalyan”
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను.@PawanKalyan pic.twitter.com/OOHSDEbbTA
— Narendra Modi (@narendramodi) May 10, 2026
SM/IJ/JD