Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં સરદારધામ હોસ્ટેલના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા તેમના સંબોધનની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં સરદારધામ હોસ્ટેલના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા તેમના સંબોધનની ઝલક શેર કરી હતી, જેમાં રાષ્ટ્રની સર્વગ્રાહી પ્રગતિને આગળ વધારવામાં સરકાર, સમાજ અને 140 કરોડ નાગરિકોના સામૂહિક પ્રયાસની શક્તિ પર ભાર મૂક્યો હતો.

X (ટ્વિટર) પર પોસ્ટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

વડોદરામાં સરદારધામ છાત્રાલયનું ઉદઘાટન કરીને અત્યંત સંતોષ અને ગર્વની અનુભૂતિ થઈ છે.”

 

મોટા ફેરફારો અને સારા પરિણામો માટે સમાજ અને સરકારનું સાથે મળીને કામ કરવું ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું એક મોટું ઉદાહરણ છે.”

આપણા દીકરા– દીકરીઓ માટે તમામ ક્ષેત્રોમાં સંભાવનાઓના નવા-નવા દ્વાર ખુલે, તે સરકારની સાથે સમાજની પણ જવાબદારી છે. મને આનંદ છે કે સરદારધામ આ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યું છે.”

ગુજરાતની સાથે જ આખો દેશ ગ્લોબલ સપ્લાય ચેઈનનું મોટું કેન્દ્ર બને, તે દિશામાં આપણે સતત કામ કરી રહ્યા છીએ. આવનારા સમયમાં વડોદરાની પણ તેમાં મહત્વની ભૂમિકા રહેવાની છે.”

“140 કરોડ લોકો એક કદમ આગળ વધે છે, તો દેશ પણ 140 કરોડ કદમ આગળ વધે છે. તેથી વૈશ્વિક સંકટના વર્તમાન સમયમાં દેશવાસીઓને મારા કેટલાક વિશેષ આગ્રહ…”

IJ/JD