પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્લોમાં રોયલ પેલેસ ખાતે નોર્વેના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારતના લોકો વતી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે નોર્વેની પ્રાકૃતિક સુંદરતાની પ્રશંસા કરી હતી અને રેખાંકિત કર્યું હતું કે ભારત અને નોર્વે વચ્ચેની લાંબા સમયની મિત્રતા લોકશાહી, કાયદાનું શાસન અને લોક-કેન્દ્રિત શાસનના સહિયારા મૂલ્યો પર આધારિત રહીને સતત મજબૂત થઈ રહી છે.
પ્રધાનમંત્રી મોદી અને હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V એ ભારતીય અને નોર્વેજીયન કંપનીઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને નવી ટેકનોલોજીમાં કરવામાં આવેલી પ્રભાવશાળી પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.
આ મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં હિઝ મેજેસ્ટી દ્વારા આયોજિત લંચ (ભોજન સમારોહ) યોજાયું હતું.
પ્રધાનમંત્રીએ હિઝ મેજેસ્ટી દ્વારા તેમને આપવામાં આવેલા ઉદાર આતિથ્ય સત્કાર બદલ તેમનો આભાર માન્યો હતો.
IJ/JY/JD