Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકપ્રિય ગાયિકા સુમન કલ્યાણપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકપ્રિય ગાયિકા શ્રીમતી સુમન કલ્યાણપુરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ સુમન કલ્યાણપુરજીના નિધનથી અત્યંત દુઃખી છે. તેમણે જણાવ્યું કે તેમના મધુર અવાજ અને ભાવનાત્મક રજૂઆતોએ ભારતના સાંસ્કૃતિક જગતને સમૃદ્ધ બનાવ્યું છે અને તેમના ગીતો દ્વારા તેમણે સંગીત પ્રેમીઓ અને ભારતીય સિનેમાના પ્રશંસકોમાં એક વિશેષ સ્થાન બનાવ્યું હતું.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;

લોકપ્રિય ગાયિકા સુમન કલ્યાણપુરજીના નિધનથી અત્યંત દુઃખી છું. તેમના મધુર અવાજ અને ભાવપૂર્ણ રજૂઆતોએ આપણા સાંસ્કૃતિક જગતને સમૃદ્ધ બનાવ્યું. તેમના ગીતો દ્વારા તેમણે સંગીત પ્રેમીઓ અને ભારતીય સિનેમાના પ્રશંસકોમાં એક વિશેષ સ્થાન બનાવ્યું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com