Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તેલંગાણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસના ખાસ પ્રસંગે તેલંગાણાના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલંગાણાના લોકો તેમની નવીનતા અને ઉદ્યોગસાહસિક ભાવના માટે જાણીતા છે, અને રાજ્યની ભવ્ય સંસ્કૃતિ, હિંમત અને નિશ્ચયના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે તેલંગાણાના વિકાસ માર્ગને ટેકો આપવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો, અને રાજ્યના લોકોના સારા સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસના ખાસ પ્રસંગે તેલંગાણાના લોકોને હાર્દિક શુભેચ્છાઓ. તેલંગાણાના લોકો તેમની નવીનતા અને ઉદ્યોગસાહસિક ભાવના માટે જાણીતા છે. રાજ્ય તેની ભવ્ય સંસ્કૃતિ અને ઇતિહાસ માટે પ્રખ્યાત છે – એક એવો ઇતિહાસ જે સાહસ અને દ્રઢ સંકલ્પથી ભરેલો છે. કેન્દ્ર સરકાર ‘વિકસિત ભારત’ ના આપણા સ્વપ્નને સાકાર કરવા માટે તેલંગાણાના વિકાસ માર્ગને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. હું રાજ્યના લોકોના સારા સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું.

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]