Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લખનૌમાં અગ્નિકાંડમાં થયેલી જાનહાનિ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌમાં સર્જાયેલી અગ્નિકાંડની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે નોંધ્યું હતું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને સત્તાધિકારીઓ અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને ₹2 લાખની એક્સગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

ઉત્તર પ્રદેશના લખનૌમાં અગ્નિકાંડની દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી અત્યંત દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. બચાવ કામગીરી ચાલી રહી છે અને સત્તાધિકારીઓ તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યા છે.

PMNRF માંથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: PM @narendramodi”

SM/NP/JD