Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી અબી અહમદ અલી અને પ્રોસ્પરિટી પાર્ટીને ચૂંટણીમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇથોપિયાની સંસદીય ચૂંટણીમાં નિર્ણાયક વિજય મેળવવા બદલ પ્રધાનમંત્રી અબી અહમદ અલી અને પ્રોસ્પરિટી પાર્ટીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારત ઇથોપિયા સાથેના તેના ઐતિહાસિક, બહુઆયામી અને ઊંડા મૂળ ધરાવતા સંબંધોને ખૂબ મૂલ્યવાન ગણે છે. ગયા વર્ષની તેમની ઇથોપિયા મુલાકાતને યાદ કરતાં, તેમણે ભારતઇથોપિયા વ્યૂહાત્મક ભાગીદારી અને બંને દેશોના લોકો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી અબી અહમદ અલી સાથે મળીને નજીકથી કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું; “ઇથોપિયાની સંસદીય ચૂંટણીમાં નિર્ણાયક વિજય મેળવવા બદલ મારા મિત્ર, પ્રધાનમંત્રી અબી અહમદ અલી અને પ્રોસ્પરિટી પાર્ટીને હાર્દિક અભિનંદન. ભારત ઇથોપિયા સાથેના તેના ઐતિહાસિક, બહુઆયામી અને ઊંડા મૂળ ધરાવતા સંબંધોને ખૂબ મૂલ્યવાન ગણે છે. હું ગયા વર્ષની મારી ઇથોપિયા મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરું છું અને અમારી વ્યૂહાત્મક ભાગીદારી તેમજ આપણા લોકો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને નજીકથી કામ કરવા આતુર છું.” @AbiyAhmedAli

SM/DK/JD