Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગોવર્ધન પૂજા પર નાગરિકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવર્ધન પૂજાના પાવન પ્રસંગે નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. સૌ માટે સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિની કામના કરતાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરશે, અને ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“ગોવર્ધન પૂજા પર મારા બધા દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ શુભ તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે. દરેકના સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનો વ્યાપ વધે, એ મારી શુભકામના છે.”

आभीरनगरीप्राणप्रियं सत्यपराक्रमम् ।
स्वभृत्यभयभेत्तारं गोवर्धनधरं भजे ॥”

હું ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું, જેમણે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. તેઓ વ્રજવાસીઓના પ્રિય છે, તેમનું પરાક્રમ અટલ છે અને તેઓ તેમના ભક્તોના ભયને દૂર કરે છે.

 

 

 

SM/BS/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]