Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યુવાનોના ભવિષ્યનું રક્ષણ કરવા માટે પેપર લીકના કેસોમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપનાની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂક્યો હતો કે યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા મળે તે સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમણે સંબંધિત અધિકારીઓને આ દિશામાં તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. વિદ્યાર્થીઓના હિતોના રક્ષણ માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જેઓ આપણા યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તેમને છોડવામાં  આવશે નહીં.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

આપણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી!

અમે પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા મળે તે સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. સંબંધિત અધિકારીઓને આ દિશામાં તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટેના અમારા પગલાંની શ્રેણીનો એક ભાગ છે.

જે લોકો આપણા યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તેમને બક્ષવામાં આવશે નહીં.

દેશના યુવાનોનું કલ્યાણ અને તેમનું ભવિષ્ય અમારી ટોચની પ્રાથમિકતા છે.

પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને શક્ય તેટલી વહેલી તકે સજા મળે તે સુનિશ્ચિત કરવા માટે, કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ જારી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા શ્રેણીબદ્ધ નિર્ણયોમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણને છોડવામાં આવશે નહીં.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]