Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્વાતંત્ર્ય દિનના અવસરે પ્રધાનમંત્રીએ સૌને શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વાતંત્ર્ય દિનના અવસરે રાષ્ટ્રને તેમની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે નોંધ્યું હતું કે આ રાષ્ટ્રીય પર્વ માતૃભૂમિ પ્રત્યે આપણા બહાદુર સ્વતંત્રતા સેનાનીઓના અદ્ભુત સાહસ, અથાક સંઘર્ષ અને અતુલનીય સમર્પણની એક માર્મિક યાદ અપાવે છે, જેણે વસાહતી શાસનનો અંત સુનિશ્ચિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું કે તેમના સ્વપ્નો આપણને સતત પ્રેરણા આપતા રહે છે, અને જ્યારે આપણે સૌ એક સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છીએ ત્યારે તેમના આદર્શોને અપનાવવા નાગરિકોને આહ્વાન કર્યું હતું.

શ્રી મોદીએ રેખાંકિત કર્યું હતું કે, 140 કરોડ ભારતીયોના સમર્થ્યથી આપણું રાષ્ટ્ર વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં આ વિકાસ યાત્રા વધુ ઝડપી ગતિએ આગળ વધતી રહેશે.

X (ટ્વિટર) પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી લખ્યું:

સ્વાતંત્ર્ય દિનના પવિત્ર અવસરે હાર્દિક શુભકામનાઓ.

અમે કૃતજ્ઞતા સાથે એ અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ છીએ જેમના સાહસ, ત્યાગ અને અવિચળ પ્રતિબદ્ધતાએ વસાહતી શાસનનો અંત સુનિશ્ચિત કર્યો હતો. તેમના સ્વપ્નો આપણને પ્રેરણા આપતા રહે છે કારણ કે આપણે એક વિકસિત ભારતના નિર્માણ માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

140 કરોડ ભારતીયોના સમર્થ્યથી, આપણું રાષ્ટ્ર વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આગામી સમયમાં આ યાત્રા વધુ ઝડપી ગતિએ આગળ વધતી રહે.

સૌ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની અસીમ શુભકામનાઓ.

આ રાષ્ટ્રીય પર્વ આપણને દેશના વીર સેનાનીઓના અદ્ભુત સાહસ, અથાક સંઘર્ષ અને માતૃભૂમિ પ્રત્યે અતુલનીય સમર્પણનું સ્મરણ કરાવે છે.

આવો, તેમના આદર્શોને અપનાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ.”

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]