Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ પોતાના સ્વજનો ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું કે સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને સક્રિયપણે મદદ કરી રહ્યું છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ વિશે સાંભળીને અત્યંત દુઃખ થયું. હું પોતાના સ્વજનો ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને મદદ કરી રહ્યું છે: PM @narendramodi”

 

 

SM/BS/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]