પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અગાઉ સેવા તીર્થ ખાતે અગ્રણી CEO સાથે સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલની અધ્યક્ષતા કરી હતી.
બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ ભારતના ટેકનોલોજીકલ ભવિષ્યને આકાર આપવામાં સરકાર અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ વચ્ચેના ગાઢ સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતની પ્રતિભા, ટેકનોલોજી અપનાવવાની ક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂત પાયા પર પ્રકાશ પાડ્યો હતો, અને સ્કીલિંગ, ઇનોવેશન તેમજ AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ઉભરતી ટેકનોલોજીમાં ઉદ્યોગની વધુ ભાગીદારી માટે આહ્વાન કર્યું હતું. AI માં એક કરોડ લોકોને તાલીમ આપવાના લક્ષ્યાંકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારતનો ટેલેન્ટ પૂલ, વૈશ્વિક ઉદ્યોગ નેતાઓના અનુભવ અને ક્ષમતાઓ સાથે મળીને નોંધપાત્ર તકો ઊભી કરી શકે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે ઉભરતી ટેકનોલોજીમાં પ્રારંભિક લીડર્સમાં સ્થાન મેળવવાની આકાંક્ષા રાખવી જોઈએ. તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની નોંધ લીધી અને કહ્યું કે ઇકોસિસ્ટમ હવે પાયાના પ્રયાસોમાંથી મોટા સ્કેલ અને તકોના તબક્કા તરફ આગળ વધી રહી છે.
પ્રધાનમંત્રીએ આગાહીપાત્ર અને પ્રતિભાવશીલ નીતિગત વાતાવરણ માટે સરકારની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી, અને ભારપૂર્વક જણાવ્યું કે નીતિઓ ટેકનોલોજીકલ પ્રગતિ અને ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર વિકસિત થવી જોઈએ. તેમણે ઉદ્યોગના નેતાઓને નીતિગત અને વહીવટી પગલાં પર સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું અને તેમને આશ્વાસન આપ્યું કે આ ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે તેમના સૂચનો પર યોગ્ય વિચારણા કરવામાં આવશે. તેમણે ઉદ્યોગના નેતાઓને ભારતના સેમિકન્ડક્ટર ગ્રોથના આગામી તબક્કામાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા.
CEO એ ભારતની સેમિકન્ડક્ટર ક્ષમતાઓ વિકસાવવા માટે સરકારના સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેમાં મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેલેન્ટ ડેવલપમેન્ટમાં થયેલી પ્રગતિની નોંધ લેવામાં આવી હતી. તેમણે ISM 2.0 હેઠળ ઉભરી રહેલી તકોમાં અને મેન્યુફેક્ચરિંગ, R&D, અદ્યતન ટેકનોલોજીઓ તથા સહાયક ઉદ્યોગો સહિત સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ક્ષમતાઓનું નિર્માણ કરવાની ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીના નેતૃત્વ અને સમર્થનની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં હાંસલ કરેલી પ્રગતિએ ઉદ્યોગની વધુ ભાગીદારી માટે એક મજબૂત પાયો તૈયાર કર્યો છે. તેમણે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી હબ તરીકે ભારતના ઉભરવામાં યોગદાન આપવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં અન્ય સિવાય SEMI, Micron, Infineon, Applied Materials, ASML, Merck, Tokyo Electron Ltd, FujiFilm, AMD, Intel, Tata Electronics, Lam Research, Rapidus, NXP, Foxconn, Semi Conductor Devices, Advantest, Celesta Capital, CG Power, IBM Research સહિત વિવિધ સંસ્થાઓના CEO, વડાઓ અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
SM/JY/JD
During this evening’s Semiconductor Roundtable with CEOs, I emphasised:
— Narendra Modi (@narendramodi) September 16, 2026
Unequivocal support to the semiconductor industry from the Centre.
Predictable and responsive policy environment.
Continued focus on skilling, innovation and infrastructure upgradation.
Furthering…