Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી પેજાવરા અધોક્ષજ મઠ, ઉડુપી, કર્ણાટકના શ્રી શ્રી વિશ્વપ્રસન્ન તીર્થ સ્વામીજી સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી પેજાવરા અધોક્ષજ મઠ, ઉડુપી, કર્ણાટકના શ્રી શ્રી વિશ્વપ્રસન્ન તીર્થ સ્વામીજી અને અન્ય મહાનુભાવો સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ પદ્મ વિભૂષણ યતિકુલ ચક્રવર્તી શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીજીના જન્મ શતાબ્દી મહોત્સવના લોગોનું અનાવરણ કર્યું. તેમણે જણાવ્યું કે તેમનું ભક્તિ, જ્ઞાન અને સેવાનું જીવન અસંખ્ય લોકોને પ્રેરણા આપતું રહે છે. શ્રી મોદીએ ઉમેર્યું કે તેમની જન્મ શતાબ્દી તરફ પ્રયાણ કરતાં આયોજન કરાઈ રહેલી વિવિધ પહેલો તેમના ઉમદા આદર્શોને વધુ આગળ ધપાવશે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

“શ્રી પેજાવરા અધોક્ષજ મઠ, ઉડુપીના શ્રી શ્રી વિશ્વપ્રસન્ન તીર્થ સ્વામીજી અને અન્ય મહાનુભાવો સાથે મુલાકાત કરી.

પદ્મ વિભૂષણ યતિકુલ ચક્રવર્તી શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીજીના જન્મ શતાબ્દી મહોત્સવના લોગોનું અનાવરણ કર્યું. તેમનું ભક્તિ, જ્ઞાન અને સેવાનું જીવન અસંખ્ય લોકોને પ્રેરણા આપતું રહે છે. તેમની જન્મ શતાબ્દી તરફ આગળ વધતા હાથ ધરાઈ રહેલી વિવિધ પહેલો તેમના ઉમદા આદર્શોને વધુ આગળ ધપાવશે.”

SM/DK/JD