Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં બ્રોન્ઝ જીતવા બદલ સૂચિકા તરિયાલને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સૂચિકા તરિયાલને અભિનંદન પાઠવ્યા હતા અને તેને ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતુ  તું કે તેમણે આ ક્ષેત્રમાં ભારતનો સર્વપ્રથમ એશિયન ગેમ્સ મેડલ સુરક્ષિત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમની આ સિદ્ધિ વિશેષ રીતે મહત્વપૂર્ણ છે, જે તેમના સમર્પણ અને ઉત્સાહ પર પ્રકાશ પાડે છે, અને તેમણે આગળ વધુ ઘણી સફળતાઓ માટે શુભકામનાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ!

મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં બ્રોન્ઝ જીતવા અને આ ક્ષેત્રમાં ભારતનો સર્વપ્રથમ એશિયન ગેમ્સ મેડલ સુરક્ષિત કરવા બદલ સૂચિકા તરિયાલને અભિનંદન. તેમની આ સિદ્ધિ વિશેષ રીતે મહત્વપૂર્ણ છે, જે તેમના સમર્પણ અને ઉત્સાહ પર પ્રકાશ પાડે છે.

આગળ વધુ ઘણી સફળતાઓ માટે શુભકામનાઓ: PM @narendramodi”

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]