Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન ગેમ્સ ગોલ્ડ જાળવી રાખવા બદલ પ્રધાનમંત્રીએ પુરુષ કબડ્ડી ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સ ગોલ્ડ જાળવી રાખવા બદલ પુરુષ કબડ્ડી ટીમને ફરી એકવાર ચેમ્પિયન તરીકે બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમના દ્રઢ સંકલ્પે દેશનું અપાર ગૌરવ વધાર્યું છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે તેમની સફળતા આવનારા અનેક ખેલાડીઓને પણ પ્રેરણા આપશે અને સમગ્ર ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે વધુમાં વધુ શુભકામનાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“ફરી એકવાર ચેમ્પિયન્સ!

એશિયન ગેમ્સમાં ગોલ્ડ જાળવી રાખવા બદલ આપણી પુરુષ કબડ્ડી ટીમને અભિનંદન. તેમના દ્રઢ સંકલ્પે દેશનું અપાર ગૌરવ વધાર્યું છે. તેમની સફળતા આવનારા અનેક ખેલાડીઓને પણ પ્રેરણા આપશે.

સમગ્ર ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ: PM @narendramodi”

SM/NP/JD