Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2026 માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં રજત પદક જીતવા બદલ ઈશા સિંહને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સ 2026 માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં રજત પદક (સિલ્વર મેડલ) જીતવા બદલ ઈશા સિંહને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે શાનદાર સ્કોર સાથે, ઈશાએ અપાર ચોકસાઈ અને ધૈર્ય દર્શાવ્યું હતું. શ્રી મોદીએ તેમને ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે ઉત્તમ શુભેચ્છાઓ પાઠવી હતી.

એક્સ (X) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન ગેમ્સ 2026 માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં રજત પદક જીતવા બદલ @singhesha10 ને અભિનંદન. શાનદાર સ્કોર સાથે, ઈશાએ અપાર ચોકસાઈ અને ધૈર્ય દર્શાવ્યું. તેમને ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે ઉત્તમ શુભેચ્છાઓ: PM @narendramodi”

SM/NP/JD