Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરકારના વડા તરીકે રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ ડોમિનિકાના પ્રધાનમંત્રી રૂઝવેલ્ટ સ્કેરિટનો તેમની શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોમિનિકાના પ્રધાનમંત્રી રૂઝવેલ્ટ સ્કેરિટનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ અને વિચારશીલ શબ્દો બદલ આભાર માન્યો છે, અને પુનરોચ્ચાર કર્યો છે કે ભારત ડોમિનિકા સાથેની તેની ચિરંજીવી મિત્રતાને ખૂબ મૂલ્ય આપે છે. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવા અને તેમના લોકોની સહિયારી પ્રગતિ તેમજ સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: “તમારી ઉષ્માભરી શુભેચ્છાઓ અને વિચારશીલ શબ્દો બદલ આભાર, પ્રધાનમંત્રી સ્કેરિટ. ભારત ડોમિનિકા સાથેની તેની ચિરંજીવી મિત્રતાને ખૂબ માન આપે છે. અમે આપણી ભાગીદારીને વધુ મજબૂત કરવા અને આપણા દેશોના લોકોની સહિયારી પ્રગતિ તેમજ સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ. @SkerritR”

SM/JD