Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિનો તેમની શુભેચ્છાઓ અને ઉદાર શબ્દો બદલ આભાર વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ અને ઉદાર શબ્દો બદલ તેમનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષો લોકોના સ્નેહ, શ્રદ્ધા અને આશીર્વાદ દ્વારા દરેક તબક્કે ઘડાયેલી સેવાની એક ઊંડા સંતોષ આપનારી સફર રહ્યા છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે દેશે જે કંઈપણ પ્રગતિ જોઈ છે તે એટલા માટે શક્ય બની છે કારણ કે કરોડો ભારતીયોએ આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ સાથે રાષ્ટ્રના પરિવર્તનમાં ભાગ લેવાનું પસંદ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ પરિવર્તન રોજિંદા જીવનમાં પ્રતિબિંબિત થતું જોઈને વિશેષ આનંદ થાય છે.

પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે દરેક વ્યક્તિ જ્યારે વિકસિત ભારતના નિર્માણ તરફ એકસાથે આગળ વધી રહી છે, ત્યારે તેઓ એ જ કર્તવ્ય અને સમર્પણની ભાવના સાથે રાષ્ટ્રની સેવા કરવાનું ચાલુ રાખશે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું: “રાષ્ટ્રપતિ જી, શુભેચ્છાઓ અને ઉદાર શબ્દો બદલ આભાર. આ વર્ષો લોકોના સ્નેહ, શ્રદ્ધા અને આશીર્વાદ દ્વારા દરેક તબક્કે ઘડાયેલી સેવાની એક ઊંડા સંતોષ આપનારી સફર રહ્યા છે. આપણે જે પણ પ્રગતિ જોઈ છે તે એટલા માટે શક્ય બની છે કારણ કે કરોડો ભારતીયોએ આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ સાથે રાષ્ટ્રના પરિવર્તનમાં ભાગ લેવાનું પસંદ કર્યું છે. આ પરિવર્તન રોજિંદા જીવનમાં પ્રતિબિંબિત થતું જોઈને વિશેષ આનંદ થાય છે. આપણે બધા એકસાથે વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે હું કર્તવ્ય અને સમર્પણની એ જ ભાવના સાથે આપણા રાષ્ટ્રની સેવા કરવાનું ચાલુ રાખીશ. @rashtrapatibhvn”

SM/BS/JD