Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ તેજલબેન ડામોરને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 200 મીટર T12 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેજલબેન ડામોરને અભિનંદન પાઠવ્યા હતા.

યાદગાર પદાર્પણ (ડેબ્યૂ) સાથે તેમણે પોતાની એશિયન પેરા ગેમ્સની યાત્રાની પ્રભાવશાળી શરૂઆત કરી હોવાનું નોંધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે મુખ્ય આંતરરાષ્ટ્રીય મંચ પર આવું આશાસ્પદ પ્રદર્શન તેમની પ્રતિભા અને ક્ષમતાની પ્રતીતિ કરાવે છે, અને આગામી પ્રયાસો માટે તેમને શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“તેજલબેન ડામોર માટે એક યાદગાર પદાર્પણ!

તેમણે વિમેન્સ 200m T12 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની એશિયન પેરા ગેમ્સની યાત્રાની શાનદાર શરૂઆત કરી છે. એક મુખ્ય આંતરરાષ્ટ્રીય મંચ પર આવું આશાસ્પદ પ્રદર્શન તેમની પ્રતિભા અને ક્ષમતાની પ્રતીતિ કરાવે છે. આગામી પ્રયાસો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ: પીએમ @narendramodi”

SM/IJ/JD