પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની 200 મીટર T12 સ્પર્ધામાં નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતવા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સિમરનને અભિનંદન પાઠવ્યા હતા.
પાછલી આવૃત્તિમાં સિલ્વર મેળવ્યા બાદ રેકોર્ડબ્રેક પ્રદર્શન સાથે ગોલ્ડ જીતવા સુધીની તેમની આ યાત્રા ઉત્કૃષ્ટતાની ભાવનાને મૂર્તિમંત કરે છે તેવું નોંધતા, શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે તેઓ તમામ અવરોધોને તોડીને નવા માપદંડો સ્થાપિત કરવાનું ચાલુ રાખે.
X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“ગોલ્ડ મેડલ અને નવો રેકોર્ડ!
સિમરને એશિયન પેરા ગેમ્સ 2026 માં વિમેન્સ 200m T12 માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગોલ્ડ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન.
પાછલી આવૃત્તિમાં સિલ્વરથી લઈને રેકોર્ડતોડ પ્રદર્શન સાથે ગોલ્ડ સુધીની તેમની આ યાત્રા ઉત્કૃષ્ટતાની ભાવનાને દર્શાવે છે. તેઓ તમામ અવરોધોને તોડીને નવા માપદંડો સ્થાપિત કરવાનું ચાલુ રાખે: પીએમ @narendramodi”
Gold Medal and a new record!
Simran has given a phenomenal performance in the Women’s 200m T12 at the Asian Para Games 2026. Congrats to her on winning the Gold.
From Silver in the previous edition to Gold with a record-breaking performance, her journey embodies the spirit of excellence. May she continue to break barriers and set new benchmarks: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026
SM/NP/JD