Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ નવીન શિવકુમારને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મેન્સ સિંગલ્સ SL4 માં ગોલ્ડ મેડલ જીતીને યાદગાર પદાર્પણ (ડેબ્યૂ) કરવા બદલ નવીન શિવકુમારને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શને દેશનું નામ રોશન કર્યું છે, અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ નવી સિદ્ધિઓ હાંસલ કરવાનું ચાલુ રાખે અને સાથી રમતવીરોને પ્રેરણા આપતા રહે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન પેરા ગેમ્સમાં નવીન શિવકુમાર માટે એક યાદગાર પદાર્પણ! મેન્સ સિંગલ્સ SL4 માં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શને દેશનું નામ રોશન કર્યું છે. તેઓ નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે અને સાથી રમતવીરોને પ્રેરણા આપતા રહે: PM @narendramodi”

SM/NP/JD