Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ પ્રધાનમંત્રીએ હનીને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક (જેવલિન થ્રો) F37/F38 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ હનીને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ એક અદ્ભુત સિદ્ધિ છે અને ભારતીય પેરા એથ્લેટિક્સ માટે ગૌરવની ક્ષણ છે, અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“ગોલ્ડ મેડલ અને નવો વર્લ્ડ રેકોર્ડ! એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક F37/F38 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ હનીને અભિનંદન. આ એક અદ્ભુત સિદ્ધિ છે અને ભારતીય પેરા એથ્લેટિક્સ માટે ગૌરવની ક્ષણ છે. તેઓ સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહે: PM @narendramodi”

SM/JY/JD