Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ નિતેશ કુમાર અને પ્રમોદ ભગતને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મેન્સ સિંગલ્સ SL3 માં ગોલ્ડ મેડલ જીતવા બદલ નિતેશ કુમારને અને સિલ્વર મેડલ મેળવવા બદલ પ્રમોદ ભગતને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે બંને રમતવીરો માટે આ એક અદ્ભુત સિદ્ધિ છે, અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ દેશનું નામ રોશન કરવાનું ચાલુ રાખે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“ભારતીય પેરા બેડમિન્ટન ઝળહળ્યું! એશિયન પેરા ગેમ્સમાં મેન્સ સિંગલ્સ SL3 માં ગોલ્ડ મેડલ જીતવા બદલ નિતેશ કુમારને અને સિલ્વર મેડલ મેળવવા બદલ પ્રમોદ ભગતને અભિનંદન. બંને રમતવીરો માટે આ એક અદ્ભુત સિદ્ધિ છે. તેઓ દેશનું નામ રોશન કરવાનું ચાલુ રાખે: PM @narendramodi”

SM/IJ/JD