Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ‘કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ’ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2039-40 સુધી રૂ. 10,000 કરોડના બજેટરી વિતરણ સાથે ‘કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ‘ (CMPS) ને મંજૂરી આપી છે. આ યોજના ભારતમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કન્ટેનર ઉત્પાદન ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને સપ્લાય-ચેઈન સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા પર ભાર મૂકે છે. આ યોજના નવી ઉત્પાદન સુવિધાઓ તેમજ હાલના કન્ટેનર ઉત્પાદન એકમોના વિસ્તરણને ટેકો આપવાનો હેતુ ધરાવે છે.

કન્ટેનર ઉત્પાદન માટેની યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2026-27 માં કરવામાં આવી હતી.

આ યોજનાના મુખ્ય ઘટકો નીચે મુજબ છે:

  1. ગ્રીનફિલ્ડ કન્ટેનર ઉત્પાદન સુવિધાઓ સ્થાપવા અને હાલની કન્ટેનર ઉત્પાદન ક્ષમતાઓના બ્રાઉનફિલ્ડ વિસ્તરણ માટે કન્ટેનર ઉત્પાદકો દ્વારા લેવામાં આવેલા પાત્ર ટર્મ લોન (કેપિટલ લોન) પર વાર્ષિક 3% નું વ્યાજ સબવેન્શન પ્રદાન કરવા માટે રૂ. 859 કરોડના નાણાંકીય વિતરણ સાથે ઇન્ટરેસ્ટ સબવેન્શન આસિસ્ટન્સ (ISA).
  2. વૈશ્વિક શિપિંગ ધોરણો અનુસાર ઉત્પાદિત અને પાત્ર કન્ટેનર ઉત્પાદકો દ્વારા વેચવામાં આવેલા તમામ કન્ટેનર માટે નાણાંકીય સહાય પૂરી પાડવા માટે રૂ. 8,891 કરોડના નાણાંકીય વિતરણ સાથે ઓપરેશનલ એક્સપેન્ડિચર આસિસ્ટન્સ (OEA). આનાથી ખર્ચનો તફાવત પૂર્ણ કરવામાં અને સ્થાનિક રીતે ઉત્પાદિત કન્ટેનરની સ્પર્ધાત્મકતામાં સુધારો કરવામાં મદદ મળશે.
  3. ડાયનેમિક લોન્ગીટ્યુડીનલ ઈમ્પેક્ટ ટેસ્ટિંગ વગેરે જેવી સામાન્ય સુવિધાઓ સ્થાપવા માટે રૂ. 150 કરોડના નાણાંકીય વિતરણ સાથે ટેસ્ટિંગ એન્ડ સર્ટિફિકેશન આસિસ્ટન્સ.

પરિકલ્પના કરાયેલ એકંદર પ્રભાવ:

· વાર્ષિક સ્થાનિક કન્ટેનર ઉત્પાદન ક્ષમતામાં આશરે દસ ગણો વધારો કરીને 7.5 લાખ TEUs સુધી પહોંચાડવી.

· ગુણવત્તાયુક્ત શિપિંગ કન્ટેનર માટે ભારતને વૈશ્વિક નિકાસ હબ તરીકે સ્થાપિત કરવાની ક્ષમતા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન આધાર ઊભો કરવો.

· ભારતના દરિયાઈ અને લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈનની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવી.

· કોર્નર કાસ્ટિંગ્સ, સ્પેશિયલાઇઝ્ડ સ્ટીલ, વુડન ફ્રેમ્સ અને પેઇન્ટ્સ જેવા સહાયક ઉદ્યોગોને ટેકો આપવાની સાથે અંદાજે 3,000 પ્રત્યક્ષ નોકરીઓ અને 50,000 થી વધુ પરોક્ષ નોકરીઓનું સર્જન કરવું.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]